Tue Jul 28 2026

Logo

એકતા કપૂર અને રિતિકની પૂર્વ પત્નીએ લોન્ચ કર્યું નવું વેંચર, જુઓ અંદાજ

2026-06-07 22:30:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ટીવી ઈન્ડસ્ટ્રીમાં 'ક્વિન' તરીકે જેને માનવામાં આવે છે એ એકતા કપૂર સીરિયલ્સને કારણે તો ચર્ચામાં રહે છે પણ આ વખતે પોતાના એક નવા સાહસને લઈને લાઈમલાઈટમાં આવી છે. ખાસ વાત એ છે કે, એના આ સાહસમાં રિતિક રોશનની પૂર્વ પત્ની તથા ઈન્ટીરિયર ડીઝાઈનર સુઝૈન ખાન પણ સાથે રહી હતી.મૂળ વાત એ છે કે, એકતા કપૂરે પોતાની જ્વેલરી બ્રાંડ શરૂ કરી છે. એકાત્રા જ્વેલ્સના લૉંચિગ પર સુઝૈન અને એક્તા સ્ટેજ શેર કરતા જોવા મળ્યા હતા. આ માહોલ વચ્ચે એકતાના ડ્રેસે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે સાડી પર ટાઈ બાંધી હતી અને એ ટાઈ સિલ્વર કલરની હતી. 

એકબીજાની અનોખી સ્ટાઈલ
આ લૉંચિગ ઈવેન્ટમાં બોલિવૂડની અનેક એવી જાણીતી હસ્તી ઉપસ્થિત રહી હતી. એકતા અને સઝૈન બિઝનેસ પાર્ટનર છે. બન્નેની ફેશન સેંસ અને સ્ટાઈલ એટલી અલગ તથા આકર્ષક હતી. આવનારા દરેક મહેમાનની નજર એમના પર ચોંટી જતી હતી. એકતા કપૂર બ્લેડ સાડી સ્ટાઈલ ડ્રેપ્ડ ગાઉન સાથે ટ્રેડિશનલ લૂકમાં મોર્ડન ફેશન સાથે જોવા મળી હતી, જ્યારે સુઝૈન ખાનનો એક અલગ ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો. બન્ને બિઝનેસ પાર્ટનર છે પણ બન્નેની ફેશનસેન્સ ઘણી રીતે અલગ પડી રહી છે. એકતાની સાડી પર ટાઈના લૂક અને સુઝૈનનો ગ્લેમરસ અંદાજ લોકોને પસંદ પડી રહ્યો છે. સ્ટાઈલ અને ફેશનની બાબત બન્ને એકબીજાને ટક્કર આપી રહ્યા હતા એમ કહેવામાં કંઈ ખોટું નથી. 

ફેશન એક્સપરીમેન્ટમાં માસ્ટર
50 વર્ષની ઉંમરમાં પણ એકતા ફેશનના અનોખા એક્સપરીમેન્ટ કરવામાં ખચકાતી નથી. બન્નેના આઉટફીટ એકબીજાથી ઘણા અંશે અલગ પડી રહ્યા હતા. સુઝૈન બે બાળકોની માતા છે તેમ છતાં ફીટનેસની દ્રષ્ટિ તેનો લૂક એક નંબર રહ્યો છે. બન્નેના એક અલગ અવતારથી એ વાત સાબિત થઈ કે, ફેશનજગતને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી. આ ઈવેન્ટમાં એકતા એ જે આઉટફીટ પહેર્યા છે એને જોતા એવું લાગે કે તે સાડી છે. પણ હકીકતમાં એ ગાઉન છે. ફ્લોઈ ડિઝાઈન અને બોડી સ્ટિમિંગ ફિટ લૂક દમદાર લાગે છે. ગાઉનના નીચેના ભાગમાં સાડી જેવી પ્લીટ્સ દેખાઈ રહી છે, જ્યારે ઉપરનો ભાગ સ્ટ્રેપલેસ રાખવામાં આવ્યો છે. આ એક ફ્યૂઝન લૂક છે જેમાં ટ્રેડિશન અને વેસ્ટર્નનું કોમ્બિનેશન જોઈ શકાય છે. એકતા કપૂરે જે ટાઈ પહેરી હતી એને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.આ કોઈ સામાન્ય ટાઈ નથી પણ નેકપીસની જેમ કેરી કરી શકાય એવી છે. 

શોર્ટ ડ્રેસ પર આઈકોનિક જ્વેલરી
સુઝૈન રેડ કલનાર સ્ટાઈલિશ હોલ્ટર નેક ડ્રેસમાં જોવા મળી હતી. આ એક શોર્ટ ડ્રેસ છે, આ લૂકમાં તે કોકટેલ અને પાર્ટી વાઈબ્સમાં જોવા મળી છે. ડ્રેસના કટઆઉટ, ડીઝાઈન અને ફ્લોરલસ પેન્ટર્ન સમગ્ર લૂક્સને ખાસ બનાવી દે છે. ડ્રેસ પર કરવામાં આવેલી બારિકી સ્પષ્ટ દેખાઈ રહી છે, આના પરથી કહી શકાય કે એનો ડ્રેસ ખૂબ જ મોંઘો હોઈ શકે છે. આઉટફિટની સાથે સુઝૈને ગોલ્ડ જ્વેલરી પહેરી છે. લેયર્ડ નેકલેસ, સ્ટેટમેન્ટ ઈયરિંગ્સ, બ્રેસલેટ અને રિંગ્સ એના લૂક્ને વધારે આકર્ષક બનાવે છે. ગોલ્ડન પ્લેટફોર્મ હિલ્સની સાથે એનો લૂક બધાથી અલગ થઈ જાય છે. આ બન્નેના લૂક્સ પરથી ફેશનની અનેક એવી ટિપ્સ મળી રહી છે. પાર્ટીવેરની સાથે ટ્રેડિશન લૂકનું કોમ્બિનેશન કર્યું છે. 

ફોટો થયા વાયરલ
આ પરથી એકવાત એ પણ નક્કી થઈ છે કે, બ્લેક અને રેડ કલર્સના આઉટફિટ હજુ પણ કોઈ ઈવેન્ટથી બાહર થયા નથી. આઉટફિટ સિમ્પલ હોય તો પહેરેલી એસેસરી એને ખાસ બનાવે છે જ્યારે ડ્રેપ્ડ ગાઉન જેવા ફ્યુઝન આઉટફિટ લૂક્સને આઈકોનિક બનાવી દે છે. ખાસ કરીને નાઈટ અને ઈવનિંગ પાર્ટી માટે આવા ડ્રેસ બીજાથી અલગ પાડે છે. જ્યારે શોર્ટ ડ્રેસ હંમેશા ગ્લેમરમાં વધારો કરે છે.પણ જ્વેલરી અલગ તરી આવે છે. આઉટફિટમાં એકવાત પર ફોકસ કરવું પડે કે, આઉટફિટને બેસ્ટ રાખવા છે કે, જ્વેલરીથી અલગ તરી આવવું છે. આ જે તે પાર્ટી પર નિર્ભર કરે છે. આ એક વ્યક્તિગત પસંદગી પણ છે. આ ઈવેન્ટમાં બન્નેની સ્ટાઈલ અને આઈકોનિક લૂકસથી દરેકનું ધ્યાન ખેંચાયું છે. સોશિયલ મીડિયા પર આ ફોટો જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે.