મુંબઈઃ સેબેલ્સને લઈને કોઈ પણ વાત ઈન્ટરનેટ પર લાંબી ચર્ચા જગાવે છે, જે તે કલાકારો સાથે જોડાયેલા મુદ્દાઓ પર લોકો દિલ ખોલીને ચર્ચા કરતા હોય છે. ક્યારેક વાયરલ વીડિયો હોય તો ક્યારેક કોઈનો લૂક, ફેન્સને હંમેશાં સેબેલ્સની સ્ક્રિન સિવાયની વાતોમાં વધારે રસ પડતો હોય છે. આવી જ એક વાત માધુરી દીક્ષિત અને અનિલ કપૂરને લઈને થઈ રહી છે. એક સમયની સુપરહિટ જોડી ફરી ઈન્ટરનેટ પર એક વીડિયોને લઈને ચર્ચામાં આવી હતી, જોકે હકીકત વીડિયો કરતા ઘણી અલગ છે અને ઓફ સ્ક્રિન હજુ પણ બન્ને એકબીજાના ખૂબ સારા મિત્રો છે.
ઈગ્નોર કર્યાની વાત અફવા
આવા વીડિયો કે ફોટોને ક્યારેક ટ્વિસ્ટ કરીને પણ પોસ્ટ કરી દેવામાં આવે છે. મુશ્કેલી આ સમયે સેબેલ્સની વધી જાય છે. થયું એવું કે, નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થયેલી 'મા બહેન'ની સ્પેશ્યલ સ્ક્રિનિંગનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. આ વીડિયો જોઈને લોકો દાવો કરી રહ્યા છે કે, માધુરીએ પોતાના જૂના કો-સ્ટાર અનિલ કપૂરને ઈગ્નોર કરી દીધો છે. લોકો આ વીડિયો પર અને માધુરીના વલણ પર રિએક્શન આપી રહ્યા છે. પણ હકીકત કંઈક જુદી જ છે, જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે એમાં દેખાઈ રહ્યું છે કે, અનિલ કપૂર એક જગ્યા પર ઊભો હતો અને માધુરી એની નજીકથી પસાર થઈ જાય છે. થોડી સેકન્ડના વિઝ્યુઅલ્સ જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, બન્ને વચ્ચે કંઈક વિવાદ છે.
હકીકત આવી હતી
પણ હકીકત એ છે કે, અનિલ કપૂરને ઈરાદા પૂર્વક ઈગ્નોર કરવામાં આવ્યા હતા. માધુરી આવું ઈરાદપૂર્વક કર્યું છે. આ ફોટો સેશન પહેલાની ક્ષણ હતી. બાકી બીજું કોઈ કારણ નથી.આનાથી ઈગ્નનોર કર્યાની થિયરી બની ગઈ પછી માધુરી અને અનિલ કપૂરે 'મા બહેન' ફિલ્મના પોસ્ટર પાસે માધુરીની સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. આ ફોટોમાં બન્ને ખુશખુશાલ પણ જોવા મળ્યા હતા. માત્ર ફોટો પૂરતી વાત નથી ફોટો બાદ પણ ઓફસ્ક્રિન બન્ને એકબીજા સાથે હળવા મૂડમાં જોવા મળ્યા હતા.

અનિલ કપૂરે માધુરીના ખભે હાથ મૂકીને ફોટો ક્લિક કરાવ્યો હતો. એવું લાગ્યું બન્ને વચ્ચેના જૂના સંબંધો ફરી સ્ક્રિન પર તાજા થઈ રહ્યા છે. ઓફ સ્ક્રિન પર બન્ને એકબીજા સાથે મસ્તીમજાક કરતા જોવા મળ્યા. આ તસવીર પરથી કહી શકાય છે કે, વીડિયોના આધારે કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. ફેન્સે હંમેશા માધુરીની વર્તણૂકને વખાણી છે એ પછી સ્ક્રિન પરની વાત હોય કે, ઓફ સ્ક્રિનની વાત હોય.
અફવા પર પૂર્ણવિરામ મૂકાયું
એવામાં આ પ્રકારની ખોટી વાતથી માધુરી પણ થોડા સમય માટે પરેશાન થઈ ગઈ હતી. પણ પછી આ ફોટો પણ સોશિયલ મીડિયા સુધી પહોંચતા અફવા પર અચાનક અણધારી બ્રેક લાગી ગઈ હતી. 'મા બહેન' ફિલ્મને દર્શકો તરફથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. જ્યારે 'સુબેદાર' ફિલ્મથી અનિલ કપૂરે એક લાંબા સમય બાદ કમબેક કર્યુ છે. અનિલ કપૂર હવે શાહરૂખ ખાનની ફિલ્મ કિંગમાં જોવા મળે એવું જાણવા મળ્યું છે, જોકે કિંગનું ટીઝર કે ટ્રેલર આવે પછી હકીકત જાણવા મળશે.