Mon Jun 08 2026

Logo

મોનાલીસાએ શૅર કર્યા માલદીવ્સમાં વેકેશનના ફોટો, બિચ-બિકિની અને બિન્દાસ્ત ગર્લનો અંદાજ ફેન્સે પસંદ આવ્યો

2026-06-07 22:50:18
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ ભોજપુરી ફિલ્મની એક્ટ્રેસ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગથી જાદુ કરનારી મોનાલીસા હાલમાં પોતાનું વેકેશન એન્જોય કરી રહી છે. માલદીવ્સમાં તે પોતાનું વેકેશન મનાવી રહી છે. રજાના આ દિવસોમાં એનો બિક લૂક જોવા મળ્યો છે. ફ્લોરલ અને પ્લેઈન એમ બન્ને બિકિની અવતારમાં તે એકદમ બોલ્ડ લાગી રહી છે.માલદીવ્સથી તેણે બિકિની અવતારના ફોટો શૅર કર્યા છે. સોશિયલ મીડિયા પર ફોટો પર ફેન્સ દિલ ખોલીને લાઈક્સ કરી રહ્યા છે. અનેક ફેન્સે એના ફીગર અને ફીટનેસના પણ વખાણ કર્યા છે. સ્ટાઈલીશ અને ગ્લેમર અંદાજ જોઈને ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. 

રેતીમાં મસ્તી-તોફાન
મોનાલીસા સમુદ્ર કિનારે રેતીથી રમી રહી છે. આ તસવીરમાં તેણે ફ્લોરસ આઉટફિટ પહેર્યા છે. વ્હાઈટ પ્રિન્ટેડ બિચ ડ્રેસ અને કેપમાં એનો લૂક દમદાર લાગે છે. સમર વાઈબ્સથી સમગ્ર લૂક કંપ્લિટ થઈ રહ્યો છે. બ્લુ બિચ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્લિક કરેલી આ તસવીર પણ સરસ છે. ફેન્સને એનો આ અંદાજ પસંદ પડી રહ્યો છે.


બીજા ફોટામાં, મોનાલીસા સ્કાય બ્લૂ કલરની બિકિનીમાં પૂલ કિનારે બેઠેલી, વિશાળ સમુદ્રને જોઈ રહી છે. આ ફોટામાં તેનો શાંત અને હળવાશભર્યો મૂડ સ્પષ્ટપણે દેખાય છે. માલદીવની સુંદરતા વચ્ચે, આ અભિનેત્રી તેના બોલ્ડ પોઝથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તેણે બધાને મોહિત કરી દીધા છે.

'માલદીવ્સ ક્વિન' ફેન્સે ટેગ આપ્યો
ત્રીજા ફોટામાં, મોનાલીસા પૂલમાં આરામ કરતી જોવા મળે છે. આસપાસનું વાદળી પાણી અને શાંત વાતાવરણ આ ફોટોને વધુ મનમોહક બનાવે છે.ચાહકો તેની વેકેશન લાઇફસ્ટાઇલની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.આ ફોટા ઇન્ટરનેટ પર આવતાની સાથે જ સૌનું ધ્યાન ખેંચી લીધું. કોમેન્ટ સેક્શનમાં, લોકો તેની ફિટનેસ, સ્ટાઇલ અને વેકેશન લૂકના ભરપૂર વખાણ કરી રહ્યા છે.ઘણા યુઝર્સે તેને 'માલદીવ્સ ક્વીન' પણ કહી રહ્યા છે.


અભિનેત્રીએ વિદેશમાં ખૂબ જ મજા માણતા ઘણા ફોટા શૅર કર્યા છે. મોનાલીસા 43 વર્ષની છે પણ એના પોઝ ધ્યાને લેતા તે સ્વીટ 26 હોય એવું લાગી રહ્યું છે. ભોજપુરી સિને ઈન્ડસ્ટ્રીમાં એનું નામ ઘણું જાણીતું છે. એક્ટિંગની સાથે તે સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ એક્ટિવ રહે છે. આ તસવીર પરથી તેણે સાબિત કરી દીધુ કે, સ્ટાઈલ અને ગ્લેમરના મામલે એનો આજે પણ અલગ ચાહક વર્ગ છે.