મુંબઈ: બોલીવુડની દુનિયા સાવ અલગ છે, જેમાં 61 વર્ષે આમીર ખાન ત્રીજા લગ્ન કરવા માટે તત્પર છે, જ્યારે બાવન વર્ષે અભિનેત્રીઓ લગ્ન કરવામાં માનતી નથી, પરંતુ બાવન વર્ષની જાણીતી કોરિયોગ્રાફરના લગ્ન નહીં કરવા અંગેનું કારણ ચર્ચામાં આવ્યું છે. જાણીતા કોરિયોગ્રાફર અને ટીવી રિયાલિટી શૉના જજ ગીતા કપૂર પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા લગ્નને લઈને ચર્ચામાં રહે છે. હાલ તેમની ઉંમર બાવન વર્ષ છે, અને કુંવારા છે. લગ્ન વિશે પૂછવામાં આવતા તેમણે ખુલીને આ બાબત પર ચર્ચા કરી હતી.
લગ્ન નહીં કરવાનું કારણ પણ જણાવ્યું હતું. આ સાથે જ તેમણે પોતાની લવ લાઈફ અને જીવન સાથીની ખાસિયત, જે એમના થનારા પતિદેવમાં હોવી જોઈએ તે વિશે પણ વાત કરી હતી. તો ચાલો જાણીએ કેમ હજી સુધી 'ગીતા માં' એ નથી કર્યા લગ્ન...
ગીતા કપૂરને લગ્ન માટે કેમ પ્રપોઝ કરવા?
એક ઇન્ટરવ્યૂમાં ગીતા કપૂરે પોતાની લવ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી. જયારે તેમને પૂછવામાં આવ્યું હતું, કે તેમને પ્રપોઝ કરવાનો સૌથી બેસ્ટ ઉપાય શું હોય શકે? અન્ય પ્રશ્ન, તેમના મિ. પરફેક્ટ તેમને ક્યાં ડાન્સ કરતા કરતા તેમને પ્રપોઝ કરવું જોઈએ? જેને જોઈને તમે તેમને 'હા' પડી દેશે? આ સવાલો પર ગીતામાએ મજેદાર જવાબ આપ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું, કે મને પ્રપોઝ કરવાનો કોઈ રસ્તો નથી, ડાન્સ કરીને તો મને કોઈ બિલકુલ પ્રપોઝ ના જ કરે, તેનાથી તો હું બિલકુલ પ્રભાવિત નહિ થાઉં, સાચો પ્રેમ જરૂરી છે.
શું ગીતા કપૂરે લગ્ન કરી લીધા?
આ ઇન્ટરવ્યૂ દરમિયાન ગીતા કપૂરના પહેલાના જુના ઇન્ટરવ્યૂ વિશે વાત થઈ હતી, જેમાં તેમણે કહ્યું કે તેમના વિશે એક અફવા હતી કે તેમને છુપી રીતે લગ્ન કરી લીધા છે. જેના પર તેમણે કહ્યું કે આ અફવા તદ્દન ખોટી છે આવી વાતો પર વિશ્વાસ કરવો જોઈએ નહીં.
ગીતા કપૂર હાલમાં શું કરી રહી છે?
ગીતા કપૂર જલ્દી ફરી હવે 'ઈન્ડિયા બેસ્ટ ડાન્સર સીઝન-5'માં ધમાકેદાર એન્ટ્રી સાથે જોવા મળશે. જેનું પ્રીમિયર 6 જૂને 2026 રિલીઝ થયું છે. આ શૉમાં જજ તરીકે ગીતામાં સિવાય કરિશ્માં કપૂર, ટેરેન્સ લુઈસ અને જાવેદ જાફરી જોવા મળશે. આ શૉને હર્ષ લિંબાચિયા હોસ્ટ કરશે.