Wed Sep 02 2026

Logo

CISF જવાન અને પ્રવાસી વચ્ચેનો મેજિક વીડિયો જીતી રહ્યો છે લોકોના દિલ, પળવારમાં બદલાઈ ગયો માહોલ...

2026-04-16 22:58:42
Author: Darshana Visaria
CISF જવાન અને પ્રવાસી વચ્ચેનો મેજિક વીડિયો જીતી રહ્યો છે લોકોના દિલ, પળવારમાં બદલાઈ ગયો માહોલ...

આપણામાંથી અનેક લોકોએ ક્યારેકને ક્યારેક તો ફ્લાઈટમાં મુસાફરી કરી જ હશે અને જો તમે ધ્યાનથી જોયું હશે તો એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં સીઆઈએસએફના જવાનો તહેનાત હોય છે. હવે સામાન્યપણે સીઆઈએસએફના જવાનો સામાન્યપણે ગંભીર અને સતર્ક જોવા મળે છે, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પ્રવાસીએ સીઆઈએસએફના જવાન સાથે જ ખેલ કરી દીધો હતો. ચાલો જોઈએ શું છે આખો મામલો...

વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક પ્રવાસી ખૂબ જ આત્મવિશ્વાસ સાથે સુરક્ષા જવાન પાસે જઈને તેમને પોતાની એક મેજિક ટ્રીકમાં જોડાવવા માટે કહે છે. આ ટ્રીક એટલી સફાઈથી કરવામાં આવે છે કે વિજ્ઞાન અને જાદુ વચ્ચેનો તફાવત સમજવો મુશ્કેલ બની જાય છે. પ્રવાસીએ પોતાની મેજિક ટ્રીકથી આ માહોલને હળવો બનાવી દીધો હતો.

વીડિયોમાં જોવા મળે છે કે પ્રવાસી જવાનને બંને હાથની મુઠ્ઠી બંધ કરવા કહે છે. ત્યારબાદ જવાનના એક હાથ પર પેનથી 'X' જેવું નિશાન બનાવે છે. જાદુગર જેવો જવાનના હાથ પરનો નિશાન ઘસે છે, તે ધીરે ધીરે આછો થવા લાગે છે અને સંપૂર્ણ ગાયબ થઈ જાય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જેવો જવાન પોતાનો બીજો હાથ ખોલે છે, જેને પ્રવાસીએ ટચ પણ નહોતું કર્યું એ બીજા હાથની હથેળીમા 'X' નું નિશાન અચાનક દેખાવા લાગે છે.

આ જાદુઈ ટ્રીક જોઈને સીઆઈએસએફ જવાન પણ એકદમ આશ્ચર્યમાં મુકાઈ જાય છે અને તેના ચહેરા પર એક સુંદર સ્મિત આવી જાય છે. સીઆઈએસએફ જવાનની આ સ્માઈલ લોકોનું દિલ જિતી રહી છે. આસપાસના અન્ય સુરક્ષા કર્મીઓ પણ આ અદભૂત ટ્રીક જોઈને ચોંકી જાય છે. નેટિઝન્સ આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. 

આ વીડિયો અત્યાર સુધી હજારો લોકો જોઈ ચૂક્યા છે. નેટિઝન્સ આ વીડિયો પર લાઈક અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. તમે પણ હજી સુધી આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ અહીં જોઈ લો...