Thu Aug 20 2026

Logo

એર ઇન્ડિયાના પાઇલટનો ડ્રગ ટેસ્ટ પોઝિટિવ: ટર્બ્યુલન્સ ઘટના બાદ તપાસમાં મોટો ખુલાસો

2026-08-11 20:35:46
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: એર ઇન્ડિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં એર ઈન્ડિયાની ફલાઇટ  AI-2379 માં 4 ઓગસ્ટના રોજ ટર્બ્યુલન્સને લીધે 300 ફૂટ નીચે ઉતરી હતી. જેમાં 13 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બરને ઇજા થઇ હતી. જેની બાદ  બે પાયલોટના સાઇકોએક્ટિવ સબસ્ટન્સ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં પાયલોટ ઇન કમાન્ડનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે પાયલોટે ફ્લાઇટ ચલાવતી વખતે માદક દ્રવ્ય(ગાંજા)નું સેવન કર્યું હતું. 

મારીજુઆના(ગાંજા)નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો

સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે સહ-પાયલટની શરૂઆતી તપાસ દરમિયાન કંઈપણ અયોગ્ય બહાર આવ્યું ન હતું. જ્યારે પાયલટ-ઇન-કમાન્ડની શરૂઆતી તપાસના પરિણામને કારણે તેની વિગતવાર તપાસની જરૂર પડી હતી.ત્યારબાદ, પાયલટ-ઇન-કમાન્ડના નમૂનાને પરીક્ષણ માટે અન્ય લેબમાં મોકલવામાં આવ્યો હતો. જેમાં મારીજુઆના(ગાંજા)નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

ડીજીસીએએ એક્શન લીધા હતા

આ કેસમાં ડીજીસીએએ એક્શન લીધા હતા. તેમજ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી બંને પાઇલટ્સને ફ્લાઇંગ રોસ્ટરમાંથી દૂર કરવામાં આવ્યા હતા. 

13 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર ઘાયલ થયા હતા

ઉલ્લેખનીય છે કે, 4 ઓગસ્ટે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2379 થાઈલેન્ડના ફૂકેટથી દિલ્હી આવી રહી હતી. ફ્લાઈટ અચાનક જ ટર્બ્યુલન્સ સર્જાયો હતો. 
જેના કારણે પ્લેનમાં સવાર 13 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર ઘાયલ થયા હતા. આ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

વિમાનમાં કુલ 137 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર સવાર હતા

આ વિમાનમાં કુલ 137 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર સવાર હતા. ટર્બ્યુલન્સ બાદ  વિમાને સામાન્ય રીતે તેની ઉડાન ચાલુ રાખી અને સવારે 11:07 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર સલામત રીતે ઉતરાણ કર્યું હતું.