Sun Jun 07 2026

Logo

આમીર ખાનના ત્રીજા લગ્ન અંગે રાખી ગુલઝારે કોનું ઉદાહરણ આપ્યું? વિક્રમ ભટ્ટે પણ કરી મોટી વાત

2026-06-07 16:18:40
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ આમીર ખાન પોતાની ફિલ્મને લઈને ચર્ચામાં નથી એટલો એના અંગત જીવનને કારણે લાઈમલાઈટ્સમાં રહ્યો છે. ક્યારેક છૂટાછેડા તો ક્યારેક બીજા લગ્નને કારણે ફિલ્મની સાથે એની વ્યક્તિગત જિંદગી પણ ટોક ઓફ ધ ટાઉન બને છે. બે લગ્ન તૂટ્યા બાદ હવે તે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે. ગૌરી સ્પ્રેટ સાથે તે 5 જુલાઈના રોજ ફરી સંસાર શરૂ કરશે. 60 વર્ષે ત્રીજા લગ્ન અને રિલેશનશિપને લઈને બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ રાખી ગુલઝારે પોતાની પ્રતિક્રિયા આપી છે. 

ઉંમર સાથે કંઈ લેવાદેવા નથી

રાખી ગુલઝારે પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે, બોલિવૂડની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણુબધું ચાલતું હોય છે, પણ ક્યા વિષયલક્ષી ચાલે છે એની મને ખબર નથી. કારણ કે, હું આ ઈન્ડસ્ટ્રીમાં કંઈ ખાસ એક્ટિવ નથી. મેં ક્યારેય આમીર ખાન સાથે કામ કર્યું નથી પણ આમીર ખાન સારો વ્યક્તિ છે અને ફિલ્મોમાં સારા વિષયો પર કામ કરે છે. 

લગ્ન તૂટી ગયા બાદ પણ તે પોતાની પૂર્વ બે પત્નીઓની સાથે સારા સંબંધ સાચવી રહ્યો છે હું એ વિશે કહેવા માગુ છું. કોઈનો સાથ અને ખુશીને ઉંમર સાથે કંઈ લેવાદેવા નથી, જોકે 60 વર્ષે લગ્નને લઈને આમીર વિશે ઘણી નેગેટિવ વાત થઈ રહી છે. 60 વર્ષે લગ્ન કરવામાં વાંધો શું છે? હોલિવૂડના એક્ટરનું ઉદાહરણ આપું તો રોબર્ટ ડી નીરોએ બેવાર લગ્ન કર્યા છતા તે વધુ એક રિલેશનશિપને નિભાવી રહ્યા છે. 

હોલિવૂડ એક્ટરનું ઉદાહરણ આપ્યું

વર્ષ 2023માં એના પરિવારમાં દીકરીનો જન્મ થયો હતો.લગ્નમાં ખુશી હોવી જોઈએ જે ઉંમર નક્કી કરતી નથી. મેં જ્યારે લગ્ન કર્યા હતા એ સમયે ગુલઝાર પણ 40 વર્ષના થઈ ગયા હતા. ફિલ્મનિર્માતા વિક્રમ ભટ્ટે પણ આમીરના લગ્નને લઈને પોતાની વાત કરી છે.

એક મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે, આ કોઈ વ્યક્તિના અંગત જીવન સાથે જોડાયેલો મુદ્દો છે. આ આમીરની પોતાની જિંદગી છે તે પોતાના જીવનનો બાકીનો સમય કોની સાથે પસાર કરવા માગે છે અને કેમ પસાર કરવા માગે છે એ એનો નિર્ણય છે. હું જેટલો આમીરને ઓળખું છું ત્યા સુધી એટલું જ કહીશ કે તે કોઈ સોશિયલ એક્સપરિમેન્ટ પર કામ કરી રહ્યો હશે. પોતાના 60માં જન્મદિવસ પર ગૌરી સ્પ્રેટ અને આમીર વચ્ચેની રિલેશનશિપ જાહેર થઈ હતી.

મૂળ બેંગ્લુરૂની છે ગૌરી

આમીરે પણ મીડિયા સામે આ અંગે જાહેરાત કરી હતી. એ પહેલા તો બન્નેના સંબંધો વિશે બોલીવૂડ ટાઉનમાં અનેક એવી વાતો ફેલાઈ ગઈ હતી.બન્ને એકબીજાને ઘણા વર્ષોથી ઓળખતા હતા અને ડેટ પણ કરતા હતા. આમીર અને ગૌરી હાલ પણ એકસાથે રહે છે એવું જાણવા મળ્યું છે. હવે તે પોતાની રિલેશનશિપને સત્તાવાર ઓળખ આપવા માટે જઈ રહ્યો છે. ગૌરી એક વેલનેસ સેન્ટર ચલાવે છે અને તે મૂળ બેંગ્લુરૂની છે. ફિલ્મી કેરિયરની વાત કરવામાં આવે તો આવનારા દિવસોમાં તે કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરતો જોવા મળશે. આ પ્રોજેક્ટને લીઈને તૈયારીઓ થઈ ગઈ છે પણ ફિલ્મને કોઈ નામ આપવામાં આવ્યું નથી.