Sat Aug 15 2026

Logo

વાનખેડેમાં જાણી લો સાત નંબરની પિચથી બાઉન્ડરી લાઇન કેટલી દૂર છે...

2026-03-05 19:18:02
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ વાનખેડે (Wankhede) સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલ માટેના ટૉસ વખતે ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે સિક્કો ઉછાળ્યો હતો અને ઇંગ્લૅન્ડના સુકાની હૅરી બ્રુકે ટેઇલ્સનો કૉલ આપ્યો ત્યાર બાદ ટેઇલ્સ પડતાં તેણે ફીલ્ડિંગ પસંદ કરી હતી અને આ મુકાબલા માટે મળેલી સાત નંબરની પિચ પર જંગ ખેલવા બન્ને ટીમના ખેલાડીઓ માનસિક અને શારીરિક રીતે તૈયાર થઈ ગયા હતા.

સાત નંબરની પિચ (Pitch) પરથી સ્ટ્રેઇટ બાઉન્ડરી લાઇન 75 મીટર દૂર અને પિચની સ્ક્વેર તરફની બાઉન્ડરી લાઇન 65 મીટર દૂર છે. ઇયાન બિશપે કહ્યું છે કે `પિચ અને મેદાન પર ભેજનું પ્રમાણ બને એટલું ઓછું રહે એ માટે ઍન્ટિ-ડ્યૂ સ્પ્રેથી છંટકાવ કરવામાં આવ્યો છે.

સેમિ ફાઇનલ માટેની વાનખેડેની પિચ પર ઘણું ઘાસ છે અને પ્રથમ બૅટિંગમાં પુષ્કળ રન કરવાનો ભારતીય બૅટ્સમેનોને મોકો છે. આ પિચ પર બૉલ 2.3 ડિગ્રી જેટલો ટર્ન થઈ શકે છે.


બંને દેશની પ્લેઈંગ ઇલેવનઃ 

ભારત સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સૅમસન, ઈશાન કિશન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ.

ઇંગ્લૅન્ડ હૅરી બ્રુક (કેપ્ટન), જૉસ બટલર, ફિલ સૉલ્ટ, જૅકબ બેથેલ, ટૉમ બૅન્ટન, સૅમ કરૅન, વિલ જૅક્સ, જૅમી ઓવર્ટન, લિઆમ ડૉસન, જોફ્રા આર્ચર અને આદિલ રાશીદ.