નવી દિલ્હીઃ નીટની પરીક્ષાનું પેપર લીક ન થાય એ માટે સરકારે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. પ્રશ્નપત્ર લઈ જતી ગાડીનું સીસીટીવી તથા જીપીએસથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ફરીવાર કોઈ પેપર લીક ન થાય એ માટે સરકારે હંગામી ધોરણે ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકી દીધો છે. દિલ્હીની હાઈકોર્ટમાં નીટ પેપર લીક મામલે સુનાવણી કરવામાં આવી હતી.ટેલિગ્રામ પર પ્રતિબંધનો મામલો હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ચીફ જસ્ટીસ તેજસ કારિયાની અધ્યક્ષતામાં આ કેસને લઈને સુનાવણી કરવામાં આવી હતી.
શું દલીલ કરવામાં આવી?
ટેલિગ્રામ તરફથી વરિષ્ઠ અધિકારી ધ્રુવ મહેતાએ પોતાની દલીલ રજૂ કરી હતી. ધ્રુવ મહેતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, ઈમરજન્સીની સ્થિતિ માટે મુખ્ય ત્રણ પાસા છે, જેમા નામી અધિકારી, સચીવ અને સમિતિનો સમાવેશ થાય છે. અરજી કરનારા એ બતાવવું પડશે કે, આ ત્રણેય પાસાનું યોગ્ય રીતે પાલન થયું છે કે નહીં. ધ્રુવ મહેતાએ નામિત અધિકારીના દ્રષ્ટિકોણનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સચીવના જવાબ પર કહ્યું કે, માત્ર કલમનો ઉલ્લેખ કરી દેવાથી કામ પૂર્ણ થતું નથી. કોર્ટે આ પ્રકારના વલણની ટીકા કરી છે.કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને ચેતન શર્માએ દલીલ કરી હતી. ધ્રુવ મહેતાએ કાયદામાં કોઈ ખામી હોવાની વાત કરી હતી.કોર્ટે કહ્યું હતું કે, આદેશની પુષ્ટિ અથવા મુદ્દો ફેરવી તોડવાનો મુદ્દો જે તે તથ્ય પર આધારિત છે. ધ્રુવ મહેતાએ સ્પષ્ટ કર્યું કે, આ કેસમાં સચીવનો સંતોષ અનિવાર્ય છે. તેમને કારણ દર્શાવીને લેખિતમાં જાહેર કરવાનો એમનો અધિકાર છે.
સચીવને ટકોર કરવામાં આવી
આ તમામ વિષય સંબંધિત મુદ્દાઓ પર વિચાર કરવા જોઈએ. કોર્ટે ધ્રુવ મહેતાના તર્કની નોંધ લીધી હતી.ધ્રુવનું એવું કહેવું હતું કે, આખી એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવાની જરૂર ન હતી. માત્ર જે તે વિષય સંબંધી જાણકારી બ્લોક કરી શકાય એમ હતી. આ મામલે સચીવે સમજી વિચારીને અને યોગ્ય બેઠક યોજીને નિર્ણય જાહેર કરવો જોઈતો હતો. ઈમરજન્સીની સ્થિતિમાં જે નિર્ણય લેવામાં આવ્યા હતા એના પર હાઈકોર્ટે સવાલ કર્યા હતા. ટેલિગ્રામને સૂચના તથા ટેક્નિકલ અધિનિયમની કલમ 749 અંતર્ગત સાવધાની રાખવાની જરૂર છે. ટેલિગ્રામ એક માધ્યમ છે અને મોટી એપ્લિકેશન છે. કલમ 79 એક સ્વતંત્ર જવાબદારી છે જેનો કલમ 69એ સાથે કોઈ સીધો સંબંધ નથી. કોર્ટે 69એ અંતર્ગત મળેલી કેટલીક શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. ધ્રુવ મહેતાએ કહ્યું કે,NTA તરફથી ઈમરજન્સીને લઈને મુદ્દો ઊઠાવ્યો હતો.
NTAની મોટી સ્પષ્ટતા
કોર્ટે કહ્યું કે, ઈમરજન્સી હતી કે નહીં એનો નિર્ણય તંત્ર કરે છે. NTAએ કહ્યું હતું કે, આ પહેલા પણ એપ્લિકેશન ટેલિગ્રામને ચેતવણી આપવામાં આવી હતી. એલર્ટ પણ આપવામાં આવ્યું હતું, એપ્લિકેશનના કેટલાક લોકો એ અંગે ગંભીર થયા નહીં એટલા માટે પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો હતો. એ વાત પણ હકીકત છે કે, માત્ર ભારત જ નહીં અનેક એવા દેશમાં ટેલિગ્રામના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે. જોકે, આ કેસમાં એપ્લિકેશનને તાત્કાલિક કોઈ પ્રકારની રાહત મળી નથી. નીટ-યુજી વિવાદ કેસની આગામી સુનાવણી જુલાઈ મહિનામાં થવાની છે. ટેલિગ્રામ પર ખાસ કોઈના નંબર સેવ કરવાની જરૂર પડતી નથી. આ કારણે તે સૌથી વધારે પોપ્યુલર છે. આ ઉપરાંત એમાં ક્લાઉડ સ્ટોરેજ મળે છે એટલા માટે ખાસ કોઈ મલ્ટિમીડિયા સાચવવાની જરૂર પડતી નથી. આવી ખાસિયતને કારણે ટેલિગ્રામ પર સૌથી વધારે લિકના મામલા જોવા મળે છે.