આજે 27 માર્ચે બિહારનાં વિસ્ફોટક બેટર વૈભવ સૂર્યવંશીનો જન્મ દિવસ છે, વૈભવ આજે 15 વર્ષનો થયો. વૈભવ કાલથી શરુ થઇ રહેલી IPLની 19મી સિઝનમાં ફરી તોફાની બેટિંગ કરવા તૈયારી કરી રહ્યો છે. નાની ઉંમરે વૈભવે મોટી સિદ્ધિઓ મેળવી છે. ચાહકોને આશા છે કે વૈભવ ભવિષ્યમાં એક શ્રેષ્ઠ ખેલાડી બને. 15 વર્ષીય વૈભવની નજર આ કેટલીક સિદ્ધિઓ મેળવવા પર હશે.
1. વૈભવ સૂર્યવંશીનું લક્ષ્ય હશે કે તે જલ્દી ભારતની સીનીયર ટીમમાં જગ્યા મેળવે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરે. ટીમ ઇન્ડિયાના સિલેક્ટર્સ IPL 2026માં સૂર્યવંશીના પ્રદર્શન પર નજર રાખશે, જો આ સિઝનમાં તેનું પ્રદર્શન સારું રહે તો તેને ભારતીય ટીમમાં તક મળી શકે છે. તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી નાની ઉંમરનો ભારતીય ખેલાડી બની શકે છે.
2. વૈભવ સૂર્યવંશી IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. રાજસ્થાને 2008માં IPL ટાઈટલ જીતી હતી, ત્યાર બાદથી ટીમ એક પણ ટાઇટલ જીતી શકી નથી. શાનદાર પ્રદર્શન કરી વૈભવ રાજસ્થાન રોયલ્સને ફરીથી ચેમ્પિયન બનાવવા ઈચ્છશે.
3. વૈભવ તેની ધુંઆધાર બેટિંગ માટે જાણીતો છે, તે IPLની આ સિઝનમાં ક્રિશ ગેઈલનો હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ તોડવા પ્રયાસ કરશે. BCCIના એવોર્ડ સમારોહમાં વૈભવે તે IPLમાં ગેઇલનો 175 રનનો રેકોર્ડ તોડવા ઈચ્છે છે. ગેઇલે IPL 2013માં RCB તરફથી રમતા ગઈલે 66 બોલમાં 175 રનની ઇનિંગ રમી હતી.
4. વૈભવ સૂર્યવંશી સીનીયર ટીમમાં સ્થાન નહીં મળે તો પણ ઇન્ડિયા-A તરફથી રમતો રહેશે. વૈભવની ઈચ્છા છે કે તે લિસ્ટ A ODI ક્રિકેટમાં પહેલી બેવડી સદી ફટકારે.
5. વૈભવનો ટાર્ગેટ હશે કે IPLની એક ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ તોડે. હાલ આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે, જેણે 2013 માં પુણે વોરિયર્સ સામે 17 છગ્ગા ફટકાર્યા હતા. વૈભવ એક IPL સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકવાનો રેકોર્ડ પણ તોડવા ઈચ્છશે. 2012 માં ક્રિસ ગેલે RCB માટે 59 છગ્ગા ફટકાર્યા હતા.
6. વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો ટાર્ગેટ પણ વૈભવના મગજમાં હશે. સિનીયર ક્રિકેટ તક મળે તો તેમાં અથવા જો તે ભારત માટે અંડર-19 અથવા લિસ્ટ A મેચ રમે, તો તે સૌથી ઝડપી સદી ફટકારવા ઈચ્છશે. હાલ ODI ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ એબી ડી વિલિયર્સના નામે છે, તેણે વેસ્ટ ઇન્ડીઝ સામે 31 બોલમાં સદી ફટકારી હતી.
7. વૈભવ પાસે તક છે કે IPL 2026માં તે ટુર્નામેન્ટમાં તેનો 100 ટી20 સિક્સર પૂરી કરે, હાલ વૈભવના નામે 62 સિક્સર છે.
8. IPLમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ સૂર્યવંશીની નજરમાં હશે. IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે, ગેઈલે માત્ર 30 બોલમાં સદી ફટકારી હતી.