વાનખેડેની મૅચ બાદ હાર્દિક પંડ્યાને 12 લાખ રૂપિયાનો દંડ
મુંબઈઃ ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) વતી એક સીઝન રમવાના 3,50,000 ડૉલર (અંદાજે ત્રણ કરોડ રૂપિયા) મેળવતા ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર ટિમ ડેવિડે રવિવારે વાનખેડે (WANKHEDE)માં મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચ દરમ્યાન બે વખત અમ્પાયરની સૂચના ન માનીને તેમનો અનાદર કર્યો અને તેમની મજાક ઉડાવી એ બદલ ડેવિડની પચીસ ટકા મૅચ ફી કાપી લેવામાં આવી છે તેમ જ તેના નામે એક ડિમેરિટ પૉઇન્ટ લખવામાં આવ્યો છે. જોકે એમ કહી શકાય કે ડેવિડ (DAVID) આ નફ્ફટાઇ છતાં વધુ કડક પગલાંથી બચી ગયો.
ઑસ્ટ્રેલિયનો ગેરવર્તન માટે જાણીતા
દાયકાઓથી ઑસ્ટ્રેલિયન ક્રિકેટરો સ્લેજિંગ માટે તેમ જ ગેરવર્તન માટે જાણીતા છે. તેઓ ભારતની આઇપીએલમાં રમીને કરોડો રૂપિયા કમાય છે, પણ ભારતમાં જ ગેરવર્તન કરતા અચકાતા નથી હોતા. 2023માં અમદાવાદમાં વન-ડે વર્લ્ડ કપની ભારત સામેની ફાઇનલ જીત્યા પછી નાલાયક મિચલ માર્શે ડ્રેસિંગ-રૂમમાં ટ્રોફી પર બન્ને પગ રાખીને ફોટો-વીડિયો માટે પોઝ આપ્યો હતો. થોડા વર્ષો પહેલાં રિકી પૉન્ટિંગે ચૅમ્પિયન્સ ટ્રોફી મેળવતી વખતે સ્ટેજ પર શરદ પવારનું અપમાન કર્યું હતું.
ડેવિડને એક સીઝનના ત્રણ કરોડ રૂપિયા મળે છે
ટિમ ડેવિડને એક સીઝનમાં 14 મૅચ રમવાના ત્રણ કરોડ રૂપિયા મળે એમ માનીને ચાલીએ તો તેને એક મૅચના બાવીસ લાખ રૂપિયા મળે છે. રવિવારની મૅચમાં તેણે અમ્પાયરનું જે ગંભીર અપમાન કર્યું એ બદલ તેની લગભગ 5.50 લાખ રૂપિયા મૅચ ફી કપાઈ ગઈ છે એમ કહી શકાય.
ડેવિડે અમ્પાયરનો અનાદર કર્યો
વાત એવી છે કે બેંગ્લૂરુની બૅટિંગ દરમ્યાન અમ્પાયરે 18મી ઓવરમાં બૉલ બદલ્યો હતો. ટિમ ડેવિડે ત્યારે બદલાયેલો બૉલ જોવા માટે અમ્પાયર ક્નનૂર સ્વરૂપાનંદ પાસેથી લીધો હતો, પરંતુ નિયમ પ્રમાણે તેમને પાછો આપવાને બદલે ડેવિડે તેમને બૉલ પાછો નહોતો આપ્યો. અમ્પાયરે ડેવિડને બૉલ પરત કરવા વારંવાર કહ્યું હોવા છતાં ડેવિડે નહોતો આપ્યો.
ડેવિડ બૉલ ઉછાળતો રહ્યો હતો અને અમ્પાયરે બૉલ પાછો આપવા વારંવાર વિનંતી કરી હતી છતાં પાછો નહોતો આપ્યો. અમ્પાયરે ત્યારે તેની આ હરકત ધ્યાનમાં રાખી હતી. વિરેન્દર શર્મા બીજા ઑન-ફીલ્ડ અમ્પાયર હતા અને તેમણે ડેવિડ પાસેથી બૉલ પાછો અપાવ્યો હતો. 20મી ઓવરમાં ફરી ટિમ ડેવિડે અમ્પાયર સાથે આડોડાઈ કરી હતી. ડેવિડે ફરી એક વખત બૉલ જોવા માટે માગીને અમ્પાયરને પાછો નહોતો આપ્યો. સોશ્યલ મીડિયામાં ટિમ ડેવિડને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો.
Casual inspection from Tim David after absolute destruction #IPLRivalryWeek 2026 #MIvRCB | LIVE NOW https://t.co/gLbf9ggQbu | #TATAIPL pic.twitter.com/OumaLMDlYF
— Star Sports (@StarSportsIndia) April 12, 2026
હાર્દિક પંડ્યાને કેમ દંડ કરાયો?
રવિવારે વાનખેડેમાં બેંગ્લૂરુ સામેની મૅચમાં નિર્ધારિત 20 ઓવર સમયસૂર પૂરી ન કરાવી શકવા બદલ મુંબઈના કૅપ્ટન હોવા બદલ હાર્દિક પંડ્યાને 12 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.