Sun Aug 16 2026

Logo

શું તમારો પાર્ટનર મેસેજનો જવાબ મોડો આપે છે? જાણો શું કહે છે રિલેશનશિપ એક્સપર્ટ્સ...

2026-02-18 21:21:00
Author: Darshana Visaria
Article Image

આજના સમયમાં ટેક્સ્ટ મેસેજિંગ એ સંબંધોનો એક અભિન્ન હિસ્સો બની ગયું છે. આવી સ્થિતિમાં જો પાર્ટનર કલાકો સુધી અથવા ક્યારેક દિવસો સુધી જવાબ ન આપે, તો મનમાં સવાલ થવો સ્વાભાવિક છે કે શું તેને હવે રસ નથી? રિલેશનશિપમાં હવે પહેલાં જેવો સ્પાર્ક નથી રહ્યો? પરંતુ દરેક મોડો જવાબ બેદરકારીનો સંકેત નથી હોતો. ઘણીવાર તેની પાછળ કામનું દબાણ અથવા અલગ કોમ્યુનિકેશન સ્ટાઇલ જવાબદાર હોય છે. આજે આપણે આ સ્ટોરીમાં અહીં વાત કરીશું કે પાર્ટનરનો લેટ રિપ્લાય આપવો એ તમારા સંબંધો માટે કેટલું ફાયદાકારક કે નુકસાનકારક છે એ... 

મેસેજનો જવાબ મોડો આવવા પાછળના કારણો
ઘણીવાર આપણે પરિસ્થિતિને ખોટી રીતે સમજી લઈએ છીએ, પરંતુ વાસ્તવિક કારણો નીતે મુજબ હોઈ શકે છે-
1.    કામની વ્યસ્તતા: ઓફિસની મીટિંગ્સ અથવા કામ દરમિયાન ઘણા લોકો ફોન સાઈલન્ટ રાખે છે.
2.    માનસિક સ્થિતિ: થાક, એન્ઝાયટી અથવા બર્નઆઉટને કારણે વ્યક્તિ મેસેજ ટાઇપ કરવાની સ્થિતિમાં ન હોઈ શકે.
3.    સ્ક્રીન ટાઇમ લિમિટ: કેટલાક લોકો જમતી વખતે કે સૂતી વખતે ફોનથી દૂર રહેવાનું પસંદ કરે છે.
4.    વિચારીને જવાબ આપવો: જો મેસેજ કોઈ સંવેદનશીલ વિષય પર હોય, તો સામેની વ્યક્તિ જવાબ આપતા પહેલા સમય લઈ શકે છે.

શું કહે છે રિલેશનશિપ એક્સપર્ટ?
ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને એક્સપર્ટ્સના મતે, કોમ્યુનિકેશન ગેપ હંમેશા પ્રેમની કમી નથી હોતી. ઘણીવાર તે આપણી 'અટેચમેન્ટ સ્ટાઇલ' પર નિર્ભર કરે છે. જે લોકોમાં અસુરક્ષાની ભાવના વધુ હોય છે, તેઓ પાર્ટનરની ચૂપકીદીને 'અસ્વીકાર' (Rejection) સમજી લે છે. પાર્ટનરની મજબૂરીને સમજવાને બદલે આપણે અનુમાન લગાવવાનું શરૂ કરીએ છીએ, જે સંબંધમાં અંતર વધારે છે.

ક્યારે ધ્યાન આપવાની જરૂર છે?
કોઈક વખત પાર્ટનર તમારા ટેક્સ્ટ કે કોલનો જવાબ મોડો આપે તો તે સામાન્ય ગણી શકાય છે. પરંતુ જ્યારે હંમેશા તમારે જ વાતની પહેલ કરવી પડતી હોય કે તમને સતત ઈગ્નોરન્સની ફિલિંગ આવતી હોય ત્યારે આવી સ્થિતિમાં તમારે થોડા સાવધ થવાની જરૂર છે. આ તમામ બાબતો તમારી રિલેશનશિપમાં સંતુલન ખોરવાઈ રહ્યું છે એ વાતનો સંકેત આપે છે. 

સોલ્યુશન શું છે? 
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર આવી સ્થિતિમાં પાર્ટનર્સે એકબીજા પર આરોપ લગાવવાને બદલે ખુલીને વાત કરવી જોઈએ. આ સિવાય તમે પાર્ટનરને કહી શકો છો કે, જ્યારે જવાબ મોડો આવે છે ત્યારે તમને થોડું અજુગતું લાગે છે, શું આપણે વાત કરવા માટે કોઈ ચોક્કસ સમય નક્કી કરી શકીએ? એક વાત હંમેશા યાદ રાખો કે ટેક્સ્ટનો સમય સંબંધની ઊંડાઈ નક્કી નથી કરતો, પરંતુ સમજદારીભર્યો સંવાદ ચોક્કસપણે કરે છે.

વધુ જુઓ...