Mon Oct 05 2026

Logo

બંગાળની ખાડીમાં હલચલ શરૂ થતાં ચક્રવાતની શક્યતા, આ રાજ્યોમાં એલર્ટ

2026-09-22 19:14:36
Author: Chandrakant Kanoja
બંગાળની ખાડીમાં હલચલ શરૂ થતાં ચક્રવાતની શક્યતા, આ રાજ્યોમાં એલર્ટ

પ્રતીકાત્મક તસવીર


નવી દિલ્હી: બંગાળની ખાડીમાં રચાયેલું  ડીપ ડિપ્રેશન તીવ્ર બની રહ્યું છે. જે  ઓડિશા તથા ઉત્તર આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધી રહ્યું છે. જેના પગલે  23 અને 24  સપ્ટેમ્બરે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જો બંગાળની ખાડીમાં રચાયેલું ડીપ ડિપ્રેશન  ચક્રવાતમાં ફેરવાઈ જશે તો તેને 'અર્નબ' નામ આપવામાં આવશે.

સિસ્ટમ પશ્ચિમ-વાયવ્ય દિશામાં આગળ વધશે

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, આ સિસ્ટમ પશ્ચિમ-વાયવ્ય દિશામાં આગળ વધે અને આગામી 12 કલાક દરમિયાન પશ્ચિમ-મધ્ય તથા તેને અડીને આવેલા વાયવ્ય બંગાળની ખાડીમાં 'ડીપ ડિપ્રેશન' માં ફેરવાય તેવી પ્રબળ શક્યતા છે. આ સિસ્ટમ પશ્ચિમ-વાયવ્ય દિશામાં આગળ વધશે. 

દક્ષિણ ઓડિશાના કિનારાને પાર કરે તેવી શક્યતા

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આ સિસ્ટમ બુધવારની રાત અને ગુરુવારની વહેલી સવાર વચ્ચે 'ડીપ ડિપ્રેશન' તરીકે વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશાના કિનારાને પાર કરે તેવી શક્યતા છે.

તેજ પવન ફૂંકાવાની આગાહી

બંગાળની ખાડીમાં રચાયેલા  ડીપ ડિપ્રેશન કારણે  આંદામાન સમુદ્રના કેટલાક વિસ્તારોમાં તેજ પવન સાથે સમુદ્રમાં તોફાની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. દક્ષિણ મ્યાનમારના કિનારા નજીક અને ગલ્ફ ઓફ મન્નારની આસપાસ પણ તેજ પવન ફૂંકાઈ શકે છે.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

જેના લીધે દરિયામાં જતા માછીમારોને હવામાન વિભાગ અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવેલી ચેતવણીઓનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. તેમજ આ સમયગાળા દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.