Mon Oct 05 2026

Logo

ઘરમાં પાણીથી ભરેલા ટબમાં પડતાં બે વર્ષના બાળકનું મોત

2026-09-22 20:40:39
Author: Yogesh D. Patel
ઘરમાં પાણીથી ભરેલા ટબમાં પડતાં બે વર્ષના બાળકનું મોત

થાણે: થાણે જિલ્લાના ટિટવાલા વિસ્તારમાં ઘરના બાથરૂમમાં પાણી ભરેલા ટબમાં પડતાં બે વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. રવિવારે રાતના આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા બાળકની ઓળખ યુવાંશ યાદવ તરીકે થઇ હતી. યુવાંશનાં માતા-પિતા ભોજન કરી રહ્યાં હતાં, જ્યારે તે રમી રહ્યો હતો.

રમતાં રમતાં યુવાંશ બાથરૂમમાં પાણી ભરેલા ટબ નજીક પહોંચી ગયો હતો અને અકસ્માતે ટબમાં પડી ગયો હતો. દરમિયાન યુવાંશ ટબમાં બેભાન અવસ્થામાં મળી આવતાં માતા-પિતા તેને ત્વરિત ટિટવાલાની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. 

યુવાંશને બાદમાં તેઓ કલ્યાણમાં સેન્ટ્રલ રેલવે હોસ્પિટલમાં લઇ આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)