Fri Apr 17 2026

Logo

આરસીબીએ ફીલ્ડિંગ પસંદ કરી, હૈદરાબાદને રનનો ઢગલો કરવાની તક

2026-03-28 19:24:24
Author: Ajay Motiwala
Article Image

બેંગ્લૂરુ: અહીં આજે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઇપીએલની 19મી સીઝનની પ્રથમ મૅચ માટેનો ટૉસ ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)એ જીત્યો છે અને આરસીબી...આરસીબી...ના પ્રેક્ષકોના સૂત્રો વચ્ચે પહેલાં ફીલ્ડિંગ કરવાનું પસંદ કર્યું છે. કાર્યવાહક સુકાની ઇશાન કિશનના નેતૃત્વમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમને પ્રથમ બૅટિંગમાં રનનો ખડકલો કરવાની તક મળી છે. રજત પાટીદાર આરસીબીનો ચૅમ્પિયન કૅપ્ટન છે. અભિષેક શર્મા હૈદરાબાદની ટીમનો કાર્યવાહક વાઇસ-કૅપ્ટન છે. એ ટીમમાં ટ્રૅવિસ હેડ પણ છે.

બેંગ્લૂરુની ટીમમાં રજત પાટીદાર (કૅપ્ટન), વિરાટ કોહલી, ફિલ સૉલ્ટ, જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ, જેકબ ડફી અને સુયશ શર્માનો સમાવેશ છે.

બેંગ્લૂરુના પાંચ ઇમ્પૅક્ટ પ્લેયરમાં દેવદત્ત પડિક્કલ, રસિખ સલામ, જેકબ બેથેલ, કનિષ્ક ચૌહાણ અને વેન્કટેશ ઐયર સામેલ છે.

હૈદરાબાદની ટીમમાં ઇશાન કિશન (કૅપ્ટન, વિકેટકીપર), અભિષેક શર્મા (વાઇસ-કૅપ્ટન), ટ્રૅવિસ હેડ, હિન્રિક ક્લાસેન, નીતીશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, સલીલ અરોરા, હર્ષ દુબે, ઇશાન મલિન્ગા, હર્ષલ પટેલ અને જયદેવ ઉનડકટનો સમાવેશ છે.

હૈદરાબાદના પાંચ ઇમ્પૅક્ટ પ્લેયરમાં શિવાંગ કુમાર, લિઆમ લિવિંગસ્ટન, ડેવિડ પેઇન, આર. સ્મરણ અને સાકિબ હુસૈન સામેલ છે.