Wed Sep 02 2026

Logo

ગ્રહોના રાજા કરશે નક્ષત્ર પરિવર્તન, ચાર રાશિના જાતકો થશે માલામાલ... ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...

2026-07-10 16:48:58
Author: Darshana Visaria
ગ્રહોના રાજા કરશે નક્ષત્ર પરિવર્તન, ચાર રાશિના જાતકો થશે માલામાલ... ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોના રાજા સૂર્ય દેવનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. આગામી 20મી જુલાઈએ સૂર્ય દેવ પુનર્વસુ નક્ષત્રમાંથી નીકળીને શનિદેવના 'પુષ્ય નક્ષત્ર'માં પ્રવેશ કરશે. પુષ્ય નક્ષત્રને જ્યોતિષમાં ખૂબ જ શુભ અને સમૃદ્ધિ અપાવનારું માનવામાં આવે છે. સૂર્યનું આ નક્ષત્ર ગોચર ત્રીજી ઓગસ્ટ, 2026 સુધી રહેશે, જે કરિયર અને આર્થિક સ્થિતિમાં મોટા પરિવર્તનના યોગ રચી રહ્યું છે. સૂર્યનું પુષ્ય નક્ષત્રમાં આગમન જીવનમાં નવી ઉર્જા અને સફળતા લઈને આવી રહ્યું છે. જ્યોતિષીઓના મતે, આ સમય દરમિયાન લેવાયેલા નિર્ણયો લાંબાગાળે સકારાત્મક પરિણામો આપી શકે છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...

મેષઃ
મેષ રાશિના જાતકો માટે આ નક્ષત્ર ગોચર કોઈ વરદાનથી ઓછું નથી. લાંબા સમયથી અટકેલા કાર્યો આ સમય દરમિયાન પૂર્ણ થશે. નોકરી કરતા જાતકો માટે પ્રમોશન અને પગારમાં વધારાના યોગ બની રહ્યા છે. જો તમે નવી નોકરીની શોધમાં હોવ, તો કોઈ મોટી કંપનીમાંથી ઈચ્છિત ઓફર મળી શકે છે.

મિથુનઃ
મિથુન રાશિના જાતકોને કાર્યક્ષેત્રે વિશેષ લાભ મળશે. તમારા કામથી વરિષ્ઠ અધિકારીઓ પ્રભાવિત થશે, જેના પરિણામે તમને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ જવાબદારી ભવિષ્યમાં પ્રગતિના નવા માર્ગો ખોલશે. આર્થિક રીતે પણ આ સમય ખૂબ જ મજબૂત અને લાભદાયી રહેવાનો છે.

સિંહઃ
સિંહ રાશિના સ્વામી સૂર્ય દેવ હોવાથી આ ગોચર તમારા માટે વિશેષ શુભ છે. નોકરીમાં જબરદસ્ત સફળતા અને માન-સન્માનમાં વૃદ્ધિ જોવા મળશે. ઓફિસમાં કોઈ મહત્વના પ્રોજેક્ટનું નેતૃત્વ કરવાની તક મળી શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમયગાળો તમારા માટે એકદમ અનુકૂળ છે.

વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ ગોચર ભાગ્યના દ્વાર ખોલનારો સાબિત થશે. લોન કે દેવામાંથી મુક્તિ મળવાની શક્યતા છે. મકાન કે વાહન ખરીદવાનું તમારું સપનું આ સમય દરમિયાન પૂરું થઈ શકે છે. લાંબા સમયથી ચાલી આવતી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે અને કરિયરમાં પ્રગતિની નવી તકો મળશે.