Mon Jul 13 2026

Logo

આજનું રાશિફળ (10-07-26): મેષથી મીન રાશિના જાતકો માટે ખુલશે સફળતાના દ્વાર, જાણો કોનું ભાગ્ય ચમકશે, જાણી લો એક ક્લિક પર...

2026-07-10 00:37:54
Author: Darshana Visaria
Article Image

મેષઃ 
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. આજે નોકરી કરી રહેલાં જાતકોને કામના સ્થળે ઉપરી અધિકારીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે તમારી રાશિના સ્વામી મંગળની અનુકૂળતાને કારણે તમારામાં અદમ્ય આત્મવિશ્વાસ જોવા મળશે. કાર્યસ્થળ પર તમારી આક્રમક કાર્યશૈલી અધિકારીઓને પ્રભાવિત કરશે, પરંતુ ધ્યાન રાખવું કે કોઈ સહકર્મી સાથે તીખી તકરાર ન થાય. આર્થિક રીતે દિવસ સારો છે, અટકેલા નાણાંની આવક થઈ શકે છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા થશે. સ્વાસ્થ્યમાં પેટની નાની સમસ્યા થઈ શકે છે, તેથી બહારનું ખાવાનું ટાળવું.

વૃષભ: 
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસ સરખામણીએ થોડો ચઢાવ-ઉતારથી ભરપૂર રહેશે. આજનો દિવસ તમારા માટે નવા અવસરોનો પાયો નાખશે. વેપારમાં વૃદ્ધિ થશે, પરંતુ કોઈપણ નવું રોકાણ કરતા પહેલા તમારા ભાગીદારો સાથે લાંબા ગાળાના આયોજન વિશે ચર્ચા કરો. ઓફિસમાં તમારી પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. જૂના મિત્રો સાથેની મુલાકાત મનને પ્રસન્નતા આપશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. જીવનસાથી સાથે કોઈ મહત્વના નિર્ણય પર સમજૂતી સધાઈ શકે છે. આજે તમારે તમારી આસપાસના લોકોથી થોડા સાવધ રહેવું પડશે, નહીં તો તમારી મુશ્કેલી વધી શકે છે. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપ્યું. 

મિથુન: 
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચઢાવ ઉતારથી ભરપૂર રહેશે. આજે તમારે કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવો પડશે. તમારી બૌદ્ધિક ક્ષમતા આજે તમને દરેક કાર્યમાં આગળ રાખશે. જે જાતકો મીડિયા, આઈટી કે ક્રિએટિવ ક્ષેત્રે છે, તેમને પ્રગતિની મોટી તક મળશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી અને બિનજરૂરી ખર્ચ ઘટાડવો. વિદ્યાર્થીઓ માટે આ દિવસ મહેનતનું ફળ મેળવવાનો છે. સંતાન તરફથી કોઈ ગૌરવવંત સમાચાર મળી શકે છે. જીવનસાથી સાથે કોઈ સરપ્રાઈઝ પ્લાન થઈ શકે છે. જીવનસાથી સાથે જો કોઈ મુદ્દે વાદ-વિવાદ ચાલી રહ્યો હશે તો તમારે વાતચીતથી એનો ઉકેલ લાવવો પડશે. 

કર્કઃ
કર્ક રાશિના જાતકોને આજે ભાગ્યનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે તમારું મન ધાર્મિક અને સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશે. લાંબા સમયથી અટવાયેલા કામોમાં પરિવારના વડીલોનો સહયોગ મળશે. પ્રોપર્ટીના સોદામાં સફળતા મળી શકે છે. જો તમે કોઈ નવી યોજના પર કામ કરવાનું વિચારી રહ્યા છો, તો આજનો દિવસ ખૂબ જ સારો છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ શાંતિપૂર્ણ રહેશે, પરંતુ આરામ કરવો જરૂરી છે. રાજકારણમાં આગળ વધવા માંગતા લોકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો રહેશે. ઘર-પ્રોપર્ટી કે વાહન ખરીદવાનું તમારું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. આર્થિક લાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. 

સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસ કરતાં સારો રહેશે. આજે પર્સનલ અને પ્રોફેશનલ જીવન વચ્ચે સંતુલન રાખવું જરૂરી છે. કાર્યસ્થળ પર તમારી જૂની ભૂલોને સુધારવાની તક મળશે, જેનાથી મન હળવું થશે. આર્થિક સ્થિતિમાં સ્થિરતા જળવાઈ રહેશે. લવ લાઈફમાં રોમાંસ વધશે અને તમે તમારા પાર્ટનર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો. વાહન ચલાવતી વખતે ખાસ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું. વાહન ચલાવતી વખતે આજે ખાસ સાવધાની રાખો, નહીંતર અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે. 

કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. અટકેલા કામો પૂર્ણ કરવા માટે આજે તમારે વધુ મહેનત કરવી પડશે. વાદ-વિવાદથી દૂર રહેવું અને તમારી વાત શાંતિથી સમજાવવાનો પ્રયાસ કરવો. વેપારીઓ માટે નવા પ્રોજેક્ટ્સ વિશે વિચારવા માટે દિવસ અનુકૂળ છે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્યમાં ઠંડી-ગરમીની અસર ન થાય તેનું ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓને અભ્યાસમાં જો કોઈ મુશ્કેલી આવી રહી હોય તો આજે શિક્ષક સાથે વાત કરવી પડશે. જીવનસાથી સાથે શોપિંગ પર જશો, પરંતુ બજેટનું ખાસ ધ્યાન રાખવું પડશે. 

તુલા: 
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ અને ભાગ્યનો સાથ અપાવનારો રહેશે. આજે ભાગ્ય તમને પૂરો સાથ આપશે. લાંબા સમયથી જે સફળતાની રાહ જોઈ રહ્યા હતા, તે આજે મળી શકે છે. વેપારના વિસ્તરણની યોજનામાં કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે. મિત્રો સાથે ફરવાનો પ્લાન બની શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ ઉત્તમ છે, યોગ અને પ્રાણાયામથી વધુ ઉર્જાવાન અનુભવશો. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. જો કોર્ટ કચેરી સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો પણ ઉકેલ લાવવો પડશે. 

વૃશ્ચિક: 
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આજે તમને કરિયરમાં નવા વિચારો આવશે જે મોટી સફળતા અપાવી શકે છે. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. કોઈને મોટી રકમ ઉધાર આપવાનું ટાળવું. પરિવારમાં કોઈ સભ્ય સાથે વિચારભેદ થઈ શકે છે, ધીરજથી કામ લેવું. સાંજના સમયે કોઈ અચાનક મુસાફરીનો યોગ બની શકે છે જે તમારા જ્ઞાનમાં વધારો કરશે. જરૂરિયાતમંદને ગોળનું દાન કરવું. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમે લોકો મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. હરવા ફરવા દરમિાન આજે કોઈ મહત્ત્વની માહિતી મળશે. 

ધન: 
આજનો દિવસ ધન રાશિના જાતકો માટે મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળશે, જેને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. દિવસની શરૂઆત ઉત્સાહ સાથે થશે. ઓફિસમાં તમારી કાર્યક્ષમતાના વખાણ થશે. સરકારી કામોમાં સફળતા મળી શકે છે. આર્થિક રીતે દિવસ મજબૂત છે, પરંતુ બચત પર ધ્યાન આપવું જરૂરી છે. જીવનસાથી સાથેની સમજણ વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ માનસિક તણાવથી દૂર રહેવા માટે ગમતું સંગીત સાંભળવું. જીવનસાથી સાથે આજે તમે શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો, પણ તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. 

મકર: 
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સફળતા અને સકારાત્મક્તા લઈને આવશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે અને વાત લગ્ન સુધી પહોંચશે. આજે તમારે કામમાં સાવધાની રાખવી, ઉતાવળમાં કરવામાં આવેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે. આર્થિક બાબતોમાં કોઈ અજાણી વ્યક્તિ પર જલ્દી વિશ્વાસ ન કરવો. પરિવાર સાથેનો સમય તમારા તણાવને દૂર કરવામાં મદદરૂપ થશે. રચનાત્મક કામોમાં રુચિ વધશે. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી અને પૂરતો આરામ કરવો. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે. 


કુંભ: 
કુંભ રાશિના જાતકો માટે તમારી મહેનત અને લગન આજે ચોક્કસ રંગ લાવશે. વ્યાપાર ક્ષેત્રે નવો કરાર થઈ શકે છે જે ભવિષ્યમાં ખૂબ લાભદાયી નીવડશે. સામાજિક વર્તુળમાં તમારી પ્રતિષ્ઠા વધશે. આજે કોઈને નાણાકીય મદદ કરવી પડી શકે છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓ માટે નવા વિષયોમાં રસ જાગશે. સ્વાસ્થ્યમાં નાની-મોટી ઈજાઓથી બચવું. માતા-પિતાના આશિર્વાદથી આજે લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે, જેને કારણે તમારું મન પ્રફુલ્લિત થશે. ઘર-પરિવારમાં આજે કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે, જેને કારણે ઘરમાં મહેમાનની અવરજવર રહેશે. 

મીન:
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો સારો રહેશે. આજે મનમાં પ્રસન્નતા રહેશે અને અધૂરા કામો પૂર્ણ થશે. આધ્યાત્મિક અને દાર્શનિક વિચારોમાં રુચિ વધશે. કાર્યક્ષેત્રમાં તમારા સહકર્મીઓ તમારો સહયોગ કરશે. ભાગીદારીમાં કરેલા કામમાં મોટી સફળતા મળી શકે છે. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે. પરિવારના સભ્યો સાથે કોઈ મહત્વના નિર્ણય અંગે ચર્ચા થશે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. જીવનસાથી આજે તમારા માટે સરપ્રાઈઝ પ્લાન કરશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો.