વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહોની સ્થિતિ અને તેમની પરસ્પર દ્રષ્ટિ તમામ 12-12 રાશિઓના જીવન પર ઊંડી અસર કરે છે. પંચાંગ ગણતરી મુજબ, પહેલી સપ્ટેમ્બર 2026ના રોજ મંગળવારે બપોરે 03.25 કલાકે પરાક્રમના કારક મંગળ અને ન્યાયના દેવતા શનિદેવ એકબીજાથી 90 ડિગ્રીના અંતરે આવીને વિશેષ 'કેન્દ્ર દ્રષ્ટિ યોગ' (Kendra Drishti Yog) નું નિર્માણ કરશે.
આ દ્રષ્ટિ યોગ ભલે અલ્પ સમય માટે રચાતો હોય, પરંતુ ચાર ભાગ્યશાળી રાશિઓ માટે તે કરિયર, વેપાર અને આર્થિક ઉન્નતિની દ્રષ્ટિએ અત્યંત ફળદાયી સાબિત થવાનો છે. અટકેલા કામો ઝડપથી પૂરા થશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. ચાલો ડજોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
મેષઃ
મેષ રાશિના જાતકો માટે આ યોગ અત્યંત શુભ ફળ આપનારો રહેશે. તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે અને વેપાર-ધંધામાં અણધાર્યો મોટો નફો થવાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. કોર્ટ-કચેરી કે કાનૂની વિવાદોમાં તમારી તરફેણમાં પ્રગતિ જોવા મળશે. લાંબા સમયથી ચાલતો સંઘર્ષ સમાપ્ત થશે અને બગડેલા સંબંધો ફરી સુધરશે.
વૃશ્ચિક:
મંગળ અને શનિનો આ સંયોગ વૃશ્ચિક રાશિના જાતકોના આત્મવિશ્વાસ અને શારીરિક ઊર્જામાં જબરદસ્ત વધારો કરશે. કાર્યસ્થળે તમારો ઉત્સાહ અને પ્રદર્શન પ્રશંસનીય રહેશે. કોઈ જૂના વિશ્વાસુ મિત્રના સહયોગથી લાંબા સમયથી અટવાયેલા મહત્વના કામો પાર પડશે. આર્થિક દ્રષ્ટિએ ધનલાભના ઉત્તમ યોગ બની રહ્યા છે.
ધન:
ધન રાશિના જાતકો માટે આ સમય માનસિક શાંતિ અને ખુશીઓ લઈને આવશે. જીવનમાં પ્રગતિના નવા દરવાજા ખુલશે. જે લોકો વિદેશમાં કરિયર બનાવવા કે બિઝનેસ વિસ્તારવા માંગે છે તેમના પ્રયાસો સફળ થશે. સામાજિક ક્ષેત્રે કાર્યરત લોકોનું માન-સન્માન વધશે અને ધન કમાવવાની ઉત્તમ તકો પ્રાપ્ત થશે.
મકર:
મકર રાશિના જાતકોની નિયમિત આવકમાં સારો એવો વધારો જોવા મળશે. ભૂતકાળમાં બનાવેલી મહત્વપૂર્ણ વ્યવસાયિક યોજનાઓ પર હવે સફળતાપૂર્વક અમલ શરૂ કરી શકશો. જૂનું અટવાયેલું ધન પાછું મળશે. વેપારના વિસ્તરણની યોજનાઓ સફળ થશે, મોટા નિર્ણયોથી મનોબળ વધશે અને નોકરીયાત વર્ગને મોટી નવી જવાબદારી મળી શકે છે.