Fri Sep 04 2026

Logo

પહેલી સપ્ટેમ્બરે ગુરુ-શનિ બનાવશે દુર્લભ 'નવપંચમ યોગ'! મેષ, કર્ક સહિત ચાર રાશિઓ પર થશે ધનવર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-08-28 16:22:41
Author: Darshana Visaria
પહેલી સપ્ટેમ્બરે ગુરુ-શનિ બનાવશે દુર્લભ 'નવપંચમ યોગ'! મેષ, કર્ક સહિત ચાર રાશિઓ પર થશે ધનવર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ન્યાયના દેવતા શનિદેવ અને જ્ઞાન-સમૃદ્ધિના કારક દેવગુરુ બૃહસ્પતિ બંનેને અત્યંત પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ ગ્રહો માનવામાં આવે છે. આ બંને ગ્રહોની હિલચાલની 12-12 રાશિના જાતકો પર અસર જોવા મળે છે. હાલમાં શનિદેવ મીન રાશિમાં વક્રી અવસ્થામાં ભ્રમણ કરી રહ્યા છે, જ્યારે ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં બિરાજમાન છે.

પંચાંગ ગણતરી મુજબ, પહેલી સપ્ટેમ્બર, 2026 ના રોજ વહેલી સવારે 3.39 વાગ્યે ગુરુ અને શનિ એકબીજાથી 120 ડિગ્રીના અંતરે આવીને એક શક્તિશાળી અને પવિત્ર 'નવપંચમ દ્રષ્ટિ યોગ'નું નિર્માણ કરશે. મહિનાની પહેલી જ તારીખે રચાતો આ દુર્લભ ગ્રહ સંયોગ ચાર વિશેષ રાશિઓ માટે પ્રગતિ અને સફળતાના નવા દ્વાર ખોલી આપશે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ... 

મેષ:

શનિ-ગુરુનો આ સંયોગ મેષ રાશિના જાતકો માટે દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિણામો લાવશે. યોગ્ય અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની તમારી બૌદ્ધિક ક્ષમતામાં મોટો વધારો થશે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે અને ધન કમાવવાના નવા માર્ગો ખુલશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે, વ્યાવસાયિક મુસાફરી લાભદાયી સાબિત થશે અને કાર્યસ્થળ પર ઝડપી પ્રગતિ થશે.

કર્ક:

ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં હોવાથી આ સંયોગ કર્ક રાશિના જાતકો માટે સુવર્ણ તકો લઈને આવશે. વેપાર-ધંધામાં મોટો આર્થિક નફો થવાના સંકેત છે. નોકરીયાત વર્ગને પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે છે. પરિવારમાં કોઈ શુભ સમાચાર મળશે, તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને સમાજના પ્રતિષ્ઠિત લોકો સાથે મહત્વપૂર્ણ સંબંધો બંધાશે.

ધન:

ધન રાશિના જાતકો માટે આ યુતિ લાંબા સમયથી ચાલી આવતા સંઘર્ષો અને મુશ્કેલીઓનો અંત લાવશે. કરિયરમાં ઊંચી છલાંગ લગાવવામાં સફળતા મળશે. આવકના એકથી વધુ સ્ત્રોત ઊભા થશે, જેનાથી બેંક બેલેન્સ વધશે. પરિવાર સાથે ઉત્તમ સમય વિતાવશો અને ઘરના વડીલોના અનુભવી માર્ગદર્શનથી જૂની જટિલ સમસ્યાઓનો ઉકેલ આવશે.

મકર:

નવપંચમ રાજયોગ મકર રાશિના જાતકો માટે ભાગ્યોદય કરનારો સાબિત થશે. ઓફિસમાં કોઈ મોટા પ્રોજેક્ટનું નેતૃત્વ કે મહત્વપૂર્ણ જવાબદારી તમને સોંપાઈ શકે છે. વેપારમાં મોટો આર્થિક લાભ થશે. કિસ્મતનો પૂરેપૂરો સાથ મળવાથી લાંબા સમયથી પેન્ડિંગ પડેલા કામો ઝડપથી પૂર્ણ થશે અને પરિવારની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.