જ્યોતિષશાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને 'નક્ષત્રરાજ' કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે કે આ નક્ષત્ર તમામ નક્ષત્રોમાં શ્રેષ્ઠ અને સર્વશ્રેષ્ઠ ફળ આપનારું છે. જ્યારે આટલા શુભ નક્ષત્રમાં બે મોટા ગ્રહો, એટલે કે સૂર્ય અને ગુરુની યુતિ થાય, ત્યારે તે એક અત્યંત શક્તિશાળી અને રાજયોગ સમાન સ્થિતિ સર્જે છે અને એને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 19મી જુલાઈના રોજ ગુરુ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે અને તેના બીજા જ દિવસે, 20મી જુલાઈ સવારે 11.33 કલાકે સૂર્ય પણ આ જ નક્ષત્રમાં ગોચર કરશે. આમ, આ બંને ગ્રહોની યુતિ ત્રીજી ઓગસ્ટ સુધી પુષ્ય નક્ષત્રમાં રહેશે, જે કરિયર, આર્થિક સ્થિતિ અને સંબંધોમાં સકારાત્મક બદલાવ લાવશે
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્મા, પિતા, સત્તા અને સફળતાનો કારક જણાવવામાં આવ્યો છે, જ્યારે ગુરુ જ્ઞાન, ભાગ્ય, ધન અને આધ્યાત્મિકતાનો કારક છે. જ્યારે આ બંને ગ્રહો પુષ્ય નક્ષત્રમાં એકસાથે આવે છે, ત્યારે તે વ્યક્તિની નિર્ણયશક્તિમાં વધારો કરે છે અને સફળતા તરફ દોરી જાય છે.
કર્ક:
તમારા માટે આ સમય કરિયરમાં 'ટર્નિંગ પોઈન્ટ' સાબિત થઈ શકે છે. તમે લાંબા સમયથી જે માન-સન્માનની શોધમાં હતા, તે હવે પ્રાપ્ત થઈ શકે છે. જો તમે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ દિવસોમાં શરૂ કરવું અત્યંત ફાયદાકારક રહેશે. તમારા નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે.
કન્યા:
તમારા માટે આ સમય આર્થિક સ્થિરતા અને વૃદ્ધિનો છે. અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા છે. કાર્યસ્થળ પર તમારી કામગીરીની નોંધ લેવાશે અને તમારા ઉપરી અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. જો તમે લાંબા સમયથી નવી નોકરી કે પ્રોમોશન માટે પ્રયત્નશીલ હોવ, તો આ સમયમાં તમને સકારાત્મક સમાચાર મળી શકે છે. તમારી બૌદ્ધિક ક્ષમતાથી તમે મુશ્કેલ કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો.
વૃશ્ચિક:
ભાગ્યનો સિતારો તમારી તરફેણમાં રહેશે. જે કામોમાં તમે અગાઉ નિષ્ફળતા અનુભવતા હતા, તેમાં હવે સફળતાના માર્ગો ખુલશે. જો તમે જમીન-મિલકત અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમયગાળો શુભ છે. આર્થિક રીતે તમે સુરક્ષિત રહેશો અને પરિવારમાં કોઈ ધાર્મિક કે શુભ પ્રસંગનું આયોજન થવાથી મન પ્રસન્ન રહેશે.
ધન:
તમારા માટે આ યુતિ 'આકસ્મિક ધનલાભ' લાવનાર સાબિત થશે. ગુપ્ત સ્ત્રોતો કે વારસાકીય સંપત્તિમાંથી લાભ થવાની શક્યતા છે. જો તમે શેરબજાર કે લાંબા ગાળાના રોકાણોમાં રસ ધરાવતા હોવ, તો આ ૧૩ દિવસ તમારા માટે સોના જેવા છે. તમે જે પણ નિર્ણય આ સમય દરમિયાન લેશો, તે ભવિષ્યમાં તમને આર્થિક રીતે મજબૂત બનાવશે.
મીન:
તમારા સ્વામી ગુરુ હોવાથી આ સમય તમારા માટે સૌથી વધુ ફળદાયી છે. આ સમયગાળામાં તમારું વ્યક્તિત્વ વધુ આકર્ષક બનશે. જો તમે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા હોવ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ, તો આ સફળતાનો સમય છે. વ્યક્તિગત જીવનમાં સંબંધોમાં સુધાર આવશે અને વિવાહ ઈચ્છુક જાતકો માટે સારા પ્રસ્તાવ આવી શકે છે. સંતાન પ્રાપ્તિ કે તેમના વિકાસને લગતા સારા સમાચાર પણ મળી શકે છે.