Sat Jul 18 2026

Logo

સૂર્ય, શનિ અને મંગળ બદલશે પોતાની ચાલ, ચાર રાશિના જાતકો થશે માલામાલ...

2026-07-18 16:57:29
Author: Darshana Visaria
Article Image

હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે. આ વર્ષે શ્રાવણ મહિનો જ્યોતિષીય દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. પંચાંગ મુજબ, ગુજરાત સહિતના અનેક ભાગોમાં શ્રાવણ માસ 13મી ઓગસ્ટથી 11મી સપ્ટેમ્બર દરમિયાન ઉજવાશે. આ સમયગાળા દરમિયાન આકાશમાં ત્રણ મોટા ગ્રહો શનિ, મંગળ અને સૂર્ય પોતાની ચાલ બદલવાના છે, જેની સીધી અને સકારાત્મક અસર ચાર રાશિઓ પર જોવા મળશે. 

જ્યોતિષશાસ્ત્ર મુજબ, આ ત્રણેય ગ્રહોના સંયુક્ત પ્રભાવથી આ રાશિના જાતકોના ભાગ્યમાં મોટો પલટો આવવાની શક્યતા છે. શ્રાવણના આ પવિત્ર માસમાં આ ફેરફારો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવશે. બીજી ઓગસ્ટ, 2026ના રોજ મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે ગ્રહોના રાજા સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરશે, જેનાથી સૂર્યની શક્તિ અને પ્રતાપમાં અભૂતપૂર્વ વધારો થશે. ઉપરાંત 20મી ઓગસ્ટ 2026ના રોજ શનિદેવ મીન રાશિના રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે વૈશ્વિક અને વ્યક્તિગત સ્તરે મોટા પરિવર્તનો લાવશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...

કર્ક:
કર્ક રાશિના જાતકો માટે શ્રાવણ મહિનામાં થઈ રહેલી ગ્રહોની હિલચાલ ખૂબ જ લાભદાયી સાબિત થવાની છે. આ સમયગાળા દરમિયાન લાંબા સમયથી અટકેલા કાર્યો મહાદેવની કૃપાથી પૂર્ણ થશે. વેપારમાં વિસ્તાર માટે આ શ્રેષ્ઠ સમય છે. કરિયરમાં પ્રગતિ અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.

સિંહ: 
સિંહ રાશિના જાતકો માટે ગ્રહોના રાજા સૂર્યના પોતાની સ્વરાશિમાં પ્રવેશથી સિંહ રાશિના જાતકોને ધનલાભના પ્રબળ યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં નવી ઓળખ અને પ્રભાવ વધશે. કળા અને શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે સફળતાનો સમય છે. ઘર-પરિવારમાં પણ હસી-ખુશીનો માહોલ જોવા મળશે. 

ધન: 
ધન રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી સાબિત થવાનું છે. આ મહિનો ખુશીઓની સોગાત લાવશે. જો તમે વિવાહનું વિચારી રહ્યા હોવ તો જીવનસાથીની શોધ પૂરી થઈ શકે છે. નોકરી શોધતા યુવાનોને સારા સમાચાર મળી શકે છે. કૌટુંબિક શાંતિ જળવાઈ રહેશે. આ સમયે તમને આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. 

મીન:  
મીન રાશિના જાતકો માટે શ્રાવણ મહિનામાં થઈ રહેલું શનિનું નક્ષત્ર પરિવર્તન મીન રાશિ માટે વિશેષ લાભદાયી રહેશે. વેપારમાં નવી ભાગીદારી થઈ શકે છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે અને પરિવારમાં સકારાત્મક વાતાવરણ જોવા મળશે. આ સમયગાળા દરમિયાન તમને તમારી મહેનતનું ધાર્યા પરિણામ મળી રહ્યા છે.