મુંબઈઃ શ્રેયલ તલપડે અને કાજલ અગ્રવાલની ફિલ્મ 'ધ ઈન્ડિયા સ્ટોરી'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.આ ફિલ્મમાં એક પિતા પોતાની દીકરીના મૃત્યુ પર ન્યાયની માગ સાથે જે લડત ચલાવે છે એ દર્શાવવામાં આવી છે. ટ્રેલર જોયા બાદ ફેન્સ શોક થઈ ગયા છે અને પોતાના વિચારો શૅર કરી રહ્યા છે. ફિલ્મમાં કેટલીક હકીકત દેખાડવામાં આવી છે. શ્રેયસ એક આર્મી મેન છે, પોતાની દીકરીના સપના પૂરા કરવા માટે શક્ય એટલા પ્રયાસ કરે છે. પણ અચાનક દીકરીનું અકાળે મોત થતા પોલીસથી લઈને ન્યાયમંદિર સુધીની કચેરીના ધક્કા ખાય છે.
ક્યારે આવશે ફિલ્મ?
કોઈ રીતે એકપણ પ્રકારની મદદ ન મળતા મામલો ડાયરેક્ટ કોર્ટમાં જાય છે અને પછી અસલી ખેલ શરૂ થાય છે. સમગ્ર કેસને કાજલ અગ્રવાલ લીડ કરે છે. દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. કાજલ અગ્રવાલ અને શ્રેયસની સ્ટોરી લોકોને ક્નેક્ટ કરી રહી છે. કોર્ટમાં જ્યારે મામલો જાય છે અને મોત પાછળનું કારણ કેન્સર બતાવવામાં આવે છે એ સમયે કાજલ સમગ્ર કેસ પર લડત ચલાવે છે.
ગ્રાઉન્ડ લેવલ સુધી તપાસ કર્યા બાદ હકીકત સામે આવતા ફેન્સ પણ હચમચી જાય છે. ખેડૂતોનો મુદ્દો, જંતુનાશકનો બેફામ ઉપયોગ અને આની પાછળ છુપાયેલા કેટલાક માસ્ટર માઈન્ડથી સ્ટોરી આગળ વધી રહી છે. ચેતન ડી.કે.ના ડાયરેક્શનમાં તૈયાર થયેલી ફિલ્મ 24 જુલાઈના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવી રહી છે. સમગ્ર ફિલ્મને લઈને લીડ સ્ટારકાસ્ટ શ્રેયસ અને કાજલે કહ્યું હતું કે, આ સ્ટોરીના માધ્યમથી અમે એ મુદ્દાઓને ઉઘાડવાનો પ્રયાસ કર્યો છે જેના કારણે અત્યાર સુધીમાં કેટલાય ઘરને માઠી અસર થઈ છે.
દમદાર પાત્ર
આ ફિલ્મ જોયા બાદ તમે પણ વિચારવા માટે મજબૂર થઈ જશો.સવાલ કરશો અને પછી તમને પણ એક હકીકત દેખાશે. આવું શ્રેયસે જણાવ્યું હતું. મારૂ પાત્ર એકદમ ખાસ છે, કારણ કે દરેક પરિસ્થિતિમાં સાચું શું છે અને સત્ય શું એની આસપાસ છે. સત્યનો સાથ આપે છે. મને આશા છે કે, તે ફેન્સને ક્નેક્ટ કરવામાં સફળ જશે. કાજલે પોતાના ઈન્ટરવ્યૂમાં કહ્યું.
આ વિષયને આગળ વધારતા શ્રેયસે કહ્યું હતું કે, આ ફિલ્મમાં એક સામાન્ય માણસની લડાઈ છે. જેમાં એક આશા અને પ્રયાસ સ્પષ્ટ દેખાય છે. ફેન્સ આખી ફિલ્મ જોવા માટે એક્ઝાઈટેડ થશે. ટીઝરમાં એકથી એક ફ્રેમ દમદાર પ્લે કરવામાં આવી છે. એક લાંબા ગાળા બાદ કાજલ અને શ્રેયસ બિગ સ્ક્રિન પર આવ્યા છે. બીજી તરફ, ફિલ્મમાં કેટલીક વાયરલ થયેલી ઘટના અને તેના વિડિયો સ્પષ્ટ જોઈ શકાય છે. મિલાવટની દુનિયાનું એવું સત્ય ઉઘાડવામાં આવ્યું છે જે સૌ જાણે છે છતા એની રજૂઆત કંઈક મેસેજ આપી જાય છે.