નવી દિલ્હીઃ સોનમ વાંગચુક છેલ્લા 19 દિવસથી દિલ્હીના જંતરમંતર પર અનશન કરી રહ્યા છે. શનિવારે (18 જુલાઈ 2026) એમની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના ક્રમને લઈને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે નિવેદન આપ્યું છે. પોતાની વાત સોશિયલ મીડિયા પર શૅર કરતા કહ્યું હતું કે,દિલ્હીના જંતરમંતર પર જે થઈ રહ્યું છે એ યોગ્ય નથી. શનિવારે સોનમ વાંગચૂકની ભૂખ હડતાલનો 21મો દિવસ હતો. આ સમગ્ર ઘટનાને લઈને વિપક્ષે પ્રતિક્રિયા આપી છે.
વડા પ્રધાનને સવાલ કરૂ છું
રાજ્યસભના સાંસદ કપિલ સિબ્બલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે,મને યાદ છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા એ સમયે અન્ના હઝારેનું આંદોલન ચાલી રહ્યું હતું. દિલ્હીમાં બનેલી એ ઘટના પર તેમણે દિલ ખોલીને ટિકા કરી હતી. એ સમયે તેમણે કહ્યું હતું કે, કાશ હું મુખ્યમંત્રી ન હોત તો ત્યાં જઈને એમને પ્રશ્ન કર્યો હોત કે, આવું તમે કેવી રીતે કરી શકો છો?એ સમયે રાત્રીના સમયે લોકોને કેવી રીતે ઊઠાડી શકો છો.
હવે તેઓ વડા પ્રધાન છે પણ હવે તેમને આવી કોઈ ચિંતા નથી. ખાસ તો આની ચિંતા નથી. તેઓ સત્તાના એ પક્ષમાં છે, જે પક્ષને તેઓ સાચો પક્ષ માને છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કરૂ છું કે, તમે એ યુવાનો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કેમ નથી કરતા, જે ખરેખર ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરે છે. જેનું ભવિષ્ય તમે સત્તા પર આવ્યા બાદ ખાસ કરીને વર્ષ 2017 બાદ એક પછી એક ઘટનાને કારણે બરબાદ થઈ ગયું.
સરકાર યુવાનોનું સાંભળે
દિલ્હીના સફદરગંજમાં આવેલી હોસ્પિટલમાં સોનમ વાંગચુકને સારવાર હેતું લઈ જવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે, હાઈકોર્ટના આદેશ અને મેડિકલ એક્સપર્ટની સલાહ અનુસાર તેની તબિયતને ધ્યાને લઈને જરૂરી મેડિકલ સારવાર માટે એમને એડમીટ કરી દેવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસે જંતરમંતર પર એમના સમર્થનમાં આવેલા યુવાનોને અપીલ કરી છે કે, શાંતિથી તેઓ ત્યાંથી દૂર થઈ જાય, એ જગ્યાને ખાલી કરી દે. શુક્રવારે રાત્રે સામે આવેલા એક વિડીયો મેસેજમાં વાંગચુકે જણાવ્યું હતું કે, તબિયત બગડતી હોવા છતાં ઉપવાસ ચાલુ રાખવા માટે કટિબદ્ધ છે, ભૂખ હડતાળ દરમિયાન "મારા શરીરનો 20 ટકા ભાગ નષ્ટ થઈ ગયો છે". ડુંગળીના ભાવ પર સરકારમાં પરિવર્તન આવી ચૂક્યું છે. હવે સમય આવી ચૂક્યો છે કે, સરકાર હવે યુવાનોનો અવાજ સાંભળે.