Sat Jul 18 2026

Logo

પ્રિયંકા ચોપરાનો 'મંદાકિની' લૂક રિવીલ, રાજામૌલીએ એવું તે શું બતાવ્યું કે ચાહકો દિવાના થઈ ગયા?

2026-07-18 15:58:16
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના 44માં જન્મદિવસ પર ફિલ્મમેકર રાજમૌલીએ તેને મસ્ત ગિફ્ટ આપી છે. પોતાની ફિલ્મ 'વારાણસી'ના પાત્ર એવા મંદાકિનીનો ફર્સ્ટલૂક રિવીલ કરી દીધો છે. એક લાંબાગાળાના બ્રેક બાદ હવે બોલિવૂડમાં ફરી એન્ટ્રી કરવા માટે પ્રિયંકા ચોપરા તૈયાર છે. રાજામૌલીની ફિલ્મ 'વારાણસી'થી તે કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં તે મહેશબાબુ સાથે સ્ક્રિન શૅર કરી રહી છે. સાડીના આઉટફિટમાં મેકર્સે તેનો ફર્સ્ટલૂક રિવીલ કર્યો છે. મંદાકીનીના પાત્રમાં પ્રિયંકાનો એક અલગ અંદાજ દેખાઈ રહ્યો છે. આ લૂક સોશિયલ મીડિયા પર જોરશોરથી શૅર થઈ રહ્યો છે. ફેન્સને તેનો આ લૂક ખૂબ જ પસંદ પડી રહ્યો છે. 

એક્ટરે અલગ અંદાજમાં આપી શુભેચ્છા

મહેશ બાબુએ પણ એક્ટ્રેસને બર્થ ડે વિશ કરતી પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ પર એક્ટરે લખ્યું હતું કે,સિર્ફ એક મંદાકિની કો જન્મદિન કી બધાઈ, આનેવાલા સાલ આપ કે બહુત શાનદાર હો PC. આપકો ઢેર સારા પ્યાર ઔર હમેશા ખુશ રહને કી શુભકામનાએ. મહેશબાબુ સાથે પ્રિયંકા ચોપરાની એ પહેલી ફિલ્મ છે. બન્ને પહેલીવાર એકસાથે સ્ક્રિન શૅર કરી રહ્યા છે.

આ ફિલ્મ આવતા વર્ષે એપ્રિલ મહિનામાં રિલીઝ થાય એવી પૂરી સંભવનાઓ છે. જોકે, મેકર્સે તો તારીખ પણ નક્કી કરી લીધી છે પણ તારીખમાં ફેરફાર થાય એવી પૂરી શક્યતાઓ છે. 7 એપ્રિલ 2027ના રોજ આ ફિલ્મ થિયેટર્સમાં આવશે. તેલુગુ સિવાય આ ફિલ્મ હિન્દી, તમિલ, મલાયમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે.

આ ફિલ્મને લઈ પ્રિયંકા ચોપરાની જે તસવીર સામે આવી છે એના પર ફેન્સ શુભેચ્છાઓ આપી રહ્યા છે. યુઝર્સ ઓલ ધ બેસ્ટ પીસી એવી કોમેન્ટ કરી રહ્યા છે. પ્રિયંકાનો લૂક જોયા બાદ કેટલાક યુઝર્સ તેને જંગલી બિલ્લી એવું ટેગ આપી રહ્યા છે. 

બે તસવીર શૅર કરીને બર્થડે વિશ કર્યુ

ફિલ્મમેકર્સ રાજામૌલીએ પ્રિયંકા ચોપરાની બે તસવીર શૅર કરી છે. એક તસવીરમાં તે બ્લેક આઉટફીટમાં જોવા મળી છે. જ્યારે બીજા ફોટોમાં તે મસ્ત સ્માઈલ આપતી દેખાઈ રહી છે. આ ફોટોમાં તે ખુશીથી ડાન્સ કરતી હોય એ સમયે ફોટો ક્લિક કરાયો હોવાનું માનવામાં આવે છે.

બિહાઈન્ડ ધ સીન કેપ્શન સાથે ફિલ્મમેકર રાજામૌલીએ આ ફોટો શૅર કર્યા છે. આ બન્ને ફોટો કરતા હવામાં જંપ લગાવતી વખતે જે ક્લિક કરવામાં આવી છે એ એકદમ બહેતરીન છે. ફેન્સ આવી ફોટોગ્રાફી ઉપર પણ કોમેન્ટ કરી રહ્યા છે. આ પોસ્ટને 32 હજારથી વધારે લાઈક્સ મળી છે.300થી વધારે યુઝર્સે આ ફોટો પર કોમેન્ટ કરી છે.