મુંબઈઃ ટીવીની દુનિયાની જાણીતી સેલિબ્રિટી જેનિફર વિંગેટે 12 વર્ષ બાદ બીજા લગ્ન કર્યા છે. જેનિફરે ઈશ્માઈલ નામના વ્યક્તિ સાથે લંડનમાં લગ્ન કર્યા છે. એક્ટ્રેસે પોતાના લગ્નનનો એક ઓફિશિયલ વિડિયો શૅર કર્યો હતો. પોતાની પર્સનલ લાઈફને લીને સતત ચર્ચામાં રહેતી એક્ટ્રેસ જેનિફરે આખરે મેરેજ કરી લીધા છે. જાણીતા બિઝનેસમેન વિલિયમ ઈશ્માઈલ સાથે લગ્ન કર્યા છે. એક રોમેન્ટિક વિડિયો પોસ્ટ કરીને તેણે આ અંગે જાણકારી આપી હતી.
દમદાર કેપ્શન
આ નવો વિડિયો શૅર કરતા જેનિફરે એક દિલને ટચ કરી જાય એવું મસ્ત કેપ્શન લખ્યું હતું. એક્ટ્રેસે લખ્યું હતું કે,આખરે અમારી કિસ્મતના તારા મેચ થઈ ગયા. સોશિયલ મીડિયા પર આ વિડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ આ નવા કપલને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ વિડિયોમાં એના લગ્નની બેસ્ટ ફ્રેમ જોવા મળી છે. વિડિયોની શરૂઆત એક સરસ ક્લોઝઅપથી થઈ રહી છે. એ પછી મેરેજની મેરોબેલ મોમેન્ટ દેખાઈ રહી છે. વિડિયોમાં ચર્ચનો એક મસ્ત નજારો પણ દેખાઈ રહ્યો છે. ચર્ચમાં કપલે લગ્ન કરીને એકબીજાનો સાથ નિભાવવાના પ્રોમિસ આપ્યા હતા. આ એક ફોટો રીલ છે. જેમાં છેલ્લા ફોટોમાં નવા કપલ લીપલોક કરતા દેખાઈ રહ્યા છે. ચર્ચની બાહર નીકળી વખતે સ્વજનો એની ઉપર ફૂલનો વરસાદ કરી રહ્યા છે. વિડિયોમાં જેનિફરે લખ્યું છે કે, તમને હું મારા માણસ, પતિ વિલ સાથે ઈન્ટ્રો કરાવી રહી છું. એ પછી કપલે લિપલોક કરતો ફોટો શૅર કર્યો હતો.
બીજીવાર કર્યા લગ્ન
વર્ષ 2012માં જેનિફરે કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. પણ બે વર્ષમાં જ કપલે છૂટાછેડા લઈ લીધા હતા. એ પછીના 12 વર્ષે જેનિફરે બીજા લગ્ન કર્યા છે. એવું પણ કહેવામાં આવે છે કે, કરણે જેનિફર સાથે છેત્તરપિંડી કરતા જેનિફરે સંબંધ તોડી નાંખ્યા હતા. લગ્નના વાવડ સામે આવતા જ ટીવી ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ ખુશી ખુશી શુભેચ્છા આપવા માટે ઉત્સાહી થયા હતા. સોશિયલ મીડિયા પર એના કોમેન્ટ બોક્સમાં લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. થોડા સમય પહેલા તે લંડન પહોંચી હતી અને લંડનમાં એક પ્રાયવેટ ઈવેન્ટ તરીકે આ લગ્ન સમારોહ પૂરો કર્યો હતો.