મુંબઈઃ બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાનની નવી ફિલ્મ આવી રહી છે. ડિસેમ્બરમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે. કિંગખાનની સાથે હવે નાગાર્જુનની ફિલ્મ પણ રિલીઝ થવાની છે. એટલે એક જ દિવસે બે સુપરસ્ટારની ફિલ્મની ટક્કર થશે. શાહરૂખ ખાનના ફેન્સ હવે નવી ફિલ્મ 'કિંગ'ની રાહ જોઈને બેઠા છે. આ ફિલ્મ જાણીતા ફિલ્મમેકર સિદ્ધાર્થ આનંદ ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેની દીકરી સુહાના ખાન, અભિષેક બચ્ચન, અનિલ કપૂર, રાની મુખર્જી, દીપિકા, અભય વર્મા, જયદીપ અહલાવત સહિત અનેક મોટા કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે.
એક જ દિવસે બે ફિલ્મ એક સરખા નામની
આ ફિલ્મની રિલીઝ ડેટ પહેલાથી જ નક્કી કરી રાખવામાં આવી છે. 24 ડિસેમ્બર 2026. હવે સૂત્રોમાંથી વિગત એવી મળી રહી છે કે, આ જ દિવસે સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનની ફિલ્મ રિલીઝ થવાની છે. ખાસવાત એ છે કે, એની ફિલ્મનું નામ પણ 'કિંગ' હોવાનું જાણવા મળ્યું છે. 'કિંગ-100'ના નામથી સાઉથની ફિલ્મ રિલીઝ થવાની છે. શાહરૂખ ખાનની ફિલ્મ એક અલગ વિષય લઈને આવી રહી છે. આ ફિલ્મ એક્શન થ્રિલર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 29મી ઓગસ્ટના રોજ નાગાર્જુનનો 67મો જન્મદિવસ છે.
આ અવસર પર ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં જબરદસ્ત એક્શન જોવા મળે છે. ટીઝર સામે આવ્યા બાદ હવે ફેન્સ સમગ્ર ફિલ્મ જોવા મળે એની રાહ જોઈ રહ્યા છે. જે ટીઝર સામે આવ્યું છે જેમાં નાગાર્જુનની એન્ટ્રી સાથે એક સરસ ડાયલોગ બોલવામાં આવે છે. 'ધીસ આઈડેંટીટી ઈઝ મોર ધેન મની' આના પર ફેન્સ દિલ ખોલીને તાળીઓ પાડી રહ્યા છે અને વીડિયો પર પ્રશંસા કરતી કોમેન્ટ કરી રહ્યા છે. એકબાજુ તેલુગુ સિનેમાના સુપરસ્ટાર નાગાર્જુન અને બીજી તરફ બોલિવુડના કિંગ ખાન. બન્નેની ફિલ્મ એક જ દિવસે રિલીઝ થવાની છે. નામ પણ સરખું જ છે.
શાહરૂખની ફિલ્મનું ટિઝર બાકી
ખાસવાત એ છે કે, એક જ દિવસે ભલે ફિલ્મ રિલીઝ થાય પણ ફિલ્મને લઈને ક્લેશનો કોઈ મામલો નથી. આવું એટલા માટે કારણ કે, બન્ને ફિલ્મ માટેની ઓડિયન્સ ખૂબ અલગ અલગ છે. શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ' માત્ર હિન્દીમાં જ રિલીઝ થવાની છે. જ્યારે 'કિંગ-100' માત્ર તેલુગુમાં જ રિલીઝ થશે. આ કારણે બન્ને ફિલ્મ વચ્ચે બોક્સઓફિસ પર ટક્કરના કોઈ મેસેજ નથી. ટીઝર સામે આવ્યા બાદ નાગાર્જુન સોશિયલ મીડિયા પર થવાઈ ગયા છે. ફરી એ જ સ્વેગ, જલવો, એક્શન સિક્વન્સ અને ઈમોશન્સ સ્ક્રિન પર જોવા મળશે. હજુ સુધી શાહરૂખ ખાનની કિંગનું ટીઝર સામે આવ્યું નથી. સૂત્રો એવું કહે છે કે, આ ફિલ્મ એક અલગ વિષયને લઈને સ્ક્રિન પર આવી રહી છે. આ ફિલ્મને લઈ તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ડિસેમ્બર મહિનામાં તેનુ ટિઝર આવે એવું જાણવા મળ્યું છે.