ન્યૂ યૉર્કઃ મહાન ટેનિસ ખેલાડી 45 વર્ષીય રોજર ફેડરર નિવૃત્તિ બાદ (ભારતીય સમય અનુસાર બુધવારે વહેલી સવારે) પહેલી વખત રમ્યો હતો જેમાં તેણે બન્ને મુકાબલા જીતી લીધા હતા.
ન્યૂ યૉર્કના આર્થર ઍશ સ્ટેડિયમમાં યુએસ ઓપનના અવસરે એક સેટવાળા પ્રદર્શનીય મુકાબલાઓમાં પહેલાં તેણે અમેરિકાના કટ્ટર હરીફ ઍન્ડી રૉડિકને 6-3થી હરાવ્યો હતો. બન્ને વચ્ચેની આ મૅચ જોવા મહિનાઓ પહેલાંથી ટેનિસપ્રેમીઓએ ટિકિટ બુક કરાવી લીધી હતી અને જૅમ પૅક્ડ સ્ટેડિયમમાંથી લોકોએ પોતાના મનપસંદ ખેલાડીને સતતપણે ચિયર-અપ કર્યા હતા.
ROGER FEDERER SEÑORAS Y SEÑORES 🎾
— Diario Olé (@DiarioOle) August 26, 2026
El US Open, una de las paradas más importantes de la carrera del suizo, lo reconoció con una noche dedicada exclusivamente a él. Hubo tenis, momentos emotivos y un rival a la altura como Andy Roddick.
📽️US Open pic.twitter.com/IZcHYQz8u8
ફેડરરે ડબલ્સમાં જૉન મૅકેન્રો સાથેની જોડીમાં (ઉપર) રૉડિક અને આન્દ્રે ઍગાસીની જોડીને 7-5થી પરાજિત કરી હતી. આ મૅચોમાં તમામ ખેલાડીઓ ગેમ એન્જૉય કરતા કરતા રમ્યા હતા અને એકમેકના શૉટ્સને બિરદાવ્યા હતા તેમ જ ખેલાડીઓ વચ્ચે થોડી મજાકમસ્તી પણ થઈ હતી. 20 ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલો ફેડરર 2022માં નિવૃત્ત થયો હતો.

આ જગવિખ્યાત ટેનિસ ખેલાડીઓ ફ્રેન્ડલી મૅચો રમવા આવ્યા ત્યારે પ્રેક્ષકોએ ઊભા થઈને તેમનું સન્માન કર્યું હતું. ફેડરર છેલ્લે આ સ્ટેડિયમમાં 2019ની યુએસ ઓપનમાં રમ્યો હતો.