Sat Jul 18 2026

Logo

સરકારી નોકરી અપાવવાને બહાને કોર્ટના ક્લર્કે તેના ભાણેજ સાથે કરી 19 લાખની છેતરપિંડી

2026-07-18 18:47:54
Author: Yogesh D. Patel
Article Image

બીડ: રાજ્યના મહેસૂલ વિભાગમાં નોકરી અપાવવાને બહાને કોર્ટના ક્લર્કે તેના ભાણેજ સાથે 19 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ઘટના બીડ જિલ્લામાં બની હતી. કૈજ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ દગડુ વિઠ્ઠલરાવ હંગાર્ગે તરીકે થઇ હતી, જે પરભણીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ક્લર્ક તરીકે કામ કરે છે.

દગડુ હંગાર્ગેએ તેના ભાણેજ અમોલ ચિંગુરેને મહેસૂલ વિભાગમાં ક્લર્ક અથવા આસિસ્ટન્ટ તરીકે નોકરી અપાવવાને બહાને 19 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જૂન અને જુલાઇ, 2022 દરમિયાન તેણે ભાણેજ પાસેથી રૂપિયા લીધા હતા, પણ તેણે ભાણેજને નોકરી અપાવી નહોતી. ભાણેજે નોકરી વિશે પૂછપરછ કરતાં આરોપી તેને ટાળવા લાગ્યો હતો..

પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં ભાણેજે કૈજ પોલીસ સ્ટેશનમાં દગડુ હંગાર્ગે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)