Wed Aug 26 2026

Logo

થાણેમાં બાંધકામ સ્થળે જમીનનો એક ભાગ ધરાશાયી; કોઈને નુકસાન થયું

2026-07-18 19:15:14
Author: Sapna Desai
થાણેમાં બાંધકામ સ્થળે જમીનનો એક ભાગ ધરાશાયી; કોઈને નુકસાન થયું

Representative Image


(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે પશ્ચિમમાં નૌપાડામાં રહેણાંક વસાહતમાં બાંધકામ સ્થળે શનિવારે સવારે એક બિલ્ડિંગના પ્રોજેક્ટ માટે ખોદકામના કારણે જમીનનો એક ભાગ ધરાશાયી થયો હતો. સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું.

થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર શનિવારે સવારે ૮.૩૦ વાગ્યાની આસપાસ નૌપાડા વિસ્તારમાં ભાસ્કર કોલોનીમાં બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. એક પ્રોજેક્ટ માટે ખોદકામને કારણે જમીનનો એક ભાગ ધરાશાયી થયો હતો, જેના કારણે બાજુની ઇમારતના પરિસરમાં એક વૃક્ષ અને એક કમ્પાઉન્ડ વોલ અત્યંત જોખમી સ્થિતિમાં આવી  ગઈ હતી.

આ ઘટનાને પગલે ડિઝાસ્ટર કંટ્રોલના અધિકારીઓ, જાહેર બાંધકામ વિભાગ, ફાયર બ્રિગેડ અને ટ્રી ઓથોરિટીના કર્મચારીઓની બનેલી એક ટીમ યુટિલિટી વાહનો અને હાઇડ્રોલિક લિફ્ટર સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી.સાવચેતીનાં પગલાં તરીકે ટ્રી ઓથોરિટીના કર્મચારીઓ દ્વારા જોખમી  રીતે નમેલા વૃક્ષને કાપીને સાફ કરવામાં આવ્યું હતું. ડેવલપરે માટીને સ્થિર કરવા અને વધુ ખાડા પડતા અટકાવવા માટે તાત્કાલિક પગલાં શરૂ કર્યાં હતાં.