Thu Oct 08 2026

Logo

નાના પાટેકરના નિધન અંગે આઈએએસ તુકારામ મુંઢેએ લખી ભાવુક પોસ્ટ, ઉત્તમ કલાકાર...

2026-10-08 15:41:07
Author: Mumbai Samachar Team
નાના પાટેકરના નિધન અંગે આઈએએસ તુકારામ મુંઢેએ લખી ભાવુક પોસ્ટ, ઉત્તમ કલાકાર...

મુંબઈ: બોલિવૂડ અભિનેતા નાના પાટેકરના નિધનના દુઃખદ સમાચારથી શોકની લહેર છવાઈ ગઈ છે. નાના પાટેકરને યાદ કરીને નેતાઓ અને ફિલ્મજગતથી જોડાયેલા કલાકારોએ પોતાના અનુભવને શેર કરીને શ્રદ્ધાજંલિ પાઠવી છે ત્યારે હવે આઈએએસ અધિકારી તુકારામ મુંઢેએ પણ તેમની સાથે આઠ દિવસ પહેલા થયેલી વાતનો ઉલ્લેખ કરતા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી.

તુકારામ મુંઢેએ પોતાની પોસ્ટમાં લખ્યું કે નાના પાટેકર આપણી વચ્ચે રહ્યા નથી. તેઓ ઉત્તમ કલાકાર હોવાની સાથે એક અસાધારણ માણસ હતા. મેં એક સારા મિત્ર ગુમાવી દીધા છે. એક એવું વ્યક્તિ જેની હૂંફ અને સ્નેહે પોતાની આસપાસના દરેક લોકોનું દિલ જીતી લીધું હતું. 

આઈએએસ તુકારામ મુંઢેએ આગળ લખ્યું હતું કે નાના સાથે તેમની વાત ફક્ત આઠ દિવસ અગાઉ જ થઈ હતી. આગળ તેમણે જણાવ્યું કે તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે તે વાતચીત તેમની અંતિમ વાતચીત હશે. નાનાએ કહેલા શબ્દો તેમના અંતિમ શબ્દો હતા, 'લવ યુ, બાલા.' આ શબ્દો જિંદગીભર તેમની સાથે રહેશે. 

આગળ તેમણે કહ્યું કે, અમુક લોકો યાદો છોડીને જાય છે. અમુક લોકો આપણા જીવનમાં આપણો એક ભાગ છોડીને જાય છે. નાના તેમાના જ એક હતા. અલવિદા, મારા મિત્ર. તમારી ઘણી યાદ આવશે, તમે હંમેશાં યાદ રહેશો.