Thu Oct 08 2026

Logo

વિરુદ્ધ વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારે સીઇસી જ્ઞાનેશ કુમારની 'Z+' સુરક્ષા વ્યવસ્થાને વધુ  સઘન બનાવી

2026-10-08 16:18:10
Author: Chandrakant Kanoja
વિરુદ્ધ વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારે સીઇસી જ્ઞાનેશ કુમારની 'Z+' સુરક્ષા વ્યવસ્થાને વધુ  સઘન બનાવી

નવી દિલ્હી: દેશમાં SIR માં  ગેરરીતિના આરોપસર વિપક્ષ સતત સીઇસી જ્ઞાનેશ કુમારના રજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર  જ્ઞાનેશ કુમારની 'Z+' સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવી દીધી છે. જેમાં તેમના નિવાસસ્થાન, ચૂંટણી પંચની કચેરી અને તેમની અંગત સુરક્ષા માટે તૈનાત સુરક્ષાકર્મીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

દિલ્હી અને આગ્રા સ્થિત નિવાસ સ્થાનો પર 

આ અંગે મળતી માહિતી મુજબ દિલ્હી અને આગ્રા સ્થિત તેમના નિવાસ સ્થાનો પર કેન્દ્ર સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ થઇ રહેલા વિરોધ પ્રદર્શન બાદ સુરક્ષા એજન્સીઓએ પગલાં લીધા છે. આ પૂર્વે યૂથ કોંગ્રેસે 27 સપ્ટેમ્બરના રોજ તેમના નિવાસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને પોલીસ અને સુરક્ષાકર્મીઓ તરત રોકી લીધા હતા. 

કોલોનીની બહાર અર્ધસૈનિક દળ ભરેલી બસ તૈનાત 

આ સઘન સુરક્ષા વ્યવસ્થા અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવા મોતી બાગ કોલોની સ્થિત તેમના નિવાસની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમની કોલોનીની બહાર અર્ધસૈનિક દળ ભરેલી બસને તૈનાત કરવામાં આવી છે. તેમજ આસપાસની ગતિવિધીઓ પર નજર રાખવામાં આવી રહી છે.