બોલીવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકર (Nana Patekar)નું ગોવા સ્થિત નિવાસસ્થાને 75 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટથી નિધન થતાં સમગ્ર મનોરંજન જગત સ્તબ્ધ થઈ ગયું છે. નાના પાટેકરના નિધન પર ફિલ્મ અને સામાજિક જગતના અગ્રણીઓએ શોક વ્યક્ત કર્યો છે, ત્યારે તેમના પર વર્ષ 2018માં ગંભીર આરોપો લગાવનાર અભિનેત્રી તનુશ્રી દત્તાનું પ્રથમ રિએક્શન સામે આવ્યું છે.
તનુશ્રી દત્તાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કરીને નાના પાટેકરના મોતના સમાચાર પર પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે પોતાના કામ અને ઈવેન્ટ પર ધ્યાન આપવાની વાત કરતા પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે. તનુશ્રી દત્તાનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર હાલમાં તુફાન વાઈરલ થઈ રહ્યું છે.
તનુશ્રી દત્તાએ ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં શ જણાવ્યું કે, મેં સાંભળ્યું છે, મેં ન્યૂઝ સાંભળ્યા છે. આજે મારો વર્ક ડે (કામનો દિવસ) છે અને હું તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. આ બધું બનવા માટે આજનો દિવસ કેટલો અજીબ છે. હું એક મહત્વપૂર્ણ ઇવેન્ટ માટે લખનૌ જઈ રહી છું અને મારો આખો દિવસ પ્લાન કરેલો છે.
તનુશ્રી દત્તાએ તેણે આગળ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, હું લાઇવ આવવા અને પોસ્ટ્સ શેર કરવા માંગતી હતી. મને ચિંતા છે કે સાંજ સુધી આખું મીડિયા આ સમાચારો કવર કરવામાં લાગેલું હશે. હું વિચારી રહી છું કે મારે કેવું રિએક્શન આપવું જોઈએ. જ્યારે મને યોગ્ય સમજાશે ત્યારે હું મારું સંપૂર્ણ રિએક્શન આપીશ. જોકે, તેમના પરિવાર પ્રત્યે ચોક્કસપણે મારી સહાનુભૂતિ છે.
શું હતો નાના પાટેકર અને તનુશ્રી દત્તા વિવાદ?
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં ભારતમાં જ્યારે 'મી ટુ' (#MeToo) અભિયાન વેગ પકડી રહ્યું હતું, ત્યારે તનુશ્રી દત્તાએ 2008ની ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના સેટ પર નાના પાટેકર વિરુદ્ધ અયોગ્ય વર્તન અને ઉત્પીડનના ગંભીર આક્ષેપો કર્યા હતા. નાના પાટેકરે હંમેશાં આ આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવીને ફગાવી દીધા હતા. પોલીસ તપાસમાં પૂરતા પુરાવા ન મળતાં કેસ આગળ વધ્યો નહોતો અને કોર્ટ દ્વારા પણ આ મામલે કાર્યવાહી ફગાવી દેવામાં આવી હતી.