વડા પ્રધાને એશિયન ગેમ્સના ચંદ્રક વિજેતાઓના પર્ફોર્મન્સને બિરદાવ્યાં
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે પાટનગરના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં જાપાનની એશિયન ગેમ્સના ચંદ્રક વિજેતાઓને મળ્યા હતા અને તેમને અભિનંદન આપવાની સાથે તેમની ભારોભાર પ્રશંસા કરી હતી અને સમારોહમાં ખાસ નિવેદનમાં કહ્યું હતું, `હું ખાસ કરીને મહિલા ઍથ્લીટો તથા ખેલાડીઓને અભિનંદન આપવા માગું છું, કારણકે આપણા દેશે જીતેલા કુલ ચંદ્રકોમાં 38 ચંદ્રક મહિલા સ્પર્ધકોએ જીત્યા હતા જેમાં 11 ગોલ્ડ મેડલ હતા. ભારત હવે માત્ર પર્ફોર્મન્સની દૃષ્ટિએ જ નહીં, પણ મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટેના વિશ્વસનીય અને પ્રભાવશાળી યજમાન તરીકે પણ ઊભરી રહ્યું છે. આપણી મહેમાનગતિની વાહ-વાહ થઈ રહી છે. આપણે 2036ની ઑલિમ્પિક ગેમ્સના આયોજન માટે દાવો કર્યો છે અને આપણે જ યજમાનપદ મેળવીશું અને ખૂબ સારી રીતે આયોજન કરીશું એવો આપણો સંકલ્પ છે.'
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "... आने वाले वर्षों में हजारों नए खिलाड़ियों को खेलो इंडिया और इमर्जिंग खेलो इंडिया के माध्यम से आगे बढ़ने के लिए अवसर मिलेंगे... 2028 में लॉस एंजिल्स ओलंपिक है। 2030 में भारत कॉमन वेल्थ की मेज़बानी करेगा... आज गांव-गांव जाकर प्रतिभाओं को तलाशा जा रहा है और तराशा भी जा रहा है..." (सोर्स: DD)
— ANI_HindiNews (@AHindinews) October 15, 2026
મોદીએ કહ્યું, `સંકલ્પ ઔર સપનેં...'
ભારતે જાપાનમાં આઇચી-નાગોયા અને નિશીન સહિતના સ્થળે આયોજિત 20મી એશિયન ગેમ્સમાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રૉન્ઝ સહિત કુલ 85 મેડલ જીત્યા હતા અને 2022ની એશિયન ગેમ્સ (Asian Games)ની માફક આ વખતે પણ 46 દેશમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. મોદીએ સમારોહને સંબોધતા એવું પણ કહ્યું, `સંકલ્પ ઔર સપનેં એક દિન મેં પૂરે નહીં હોતે. એ તનતોડ મહેનત અને સમર્પિત ભાવનાથી હાંસલ થતા હોય છે. છેલ્લા 12 વર્ષમાં ભારતે ધૈર્ય અને મહેનતથી ખેલકૂદની એક નવી જ ઇકોસિસ્ટમ સર્જી છે. એક સમય હતો જ્યારે ભારત મોટી સ્પર્ધાઓમાં બહુ ઓછા ચંદ્રક (Medals) જીતતું હતું. ઘણી રમતો વિશે તો ભારતને જાણ પણ નહોતી. જોકે એ નિરાશાવાદનો અંત લાવવાનો આપણે સૌએ સંકલ્પ કર્યો જેનું પરિણામ એ છે કે વૈશ્વિક સ્તરે આપણી હાજરી હવે વધી ગઈ છે. ખેલકૂદ માટે હવે આપણા દેશમાં પારદર્શક સિસ્ટમ અસ્તિત્વમાં આવી ગઈ છે.'

કુમકુમની પીએમને ધનુષ્યબાણની ભેટ
પીએમ મોદી (PM Modi)ને ગુરુવારના ભવ્ય સમારોહમાં મળેલા ચંદ્રક વિજેતાઓમાં શ્રેયસ ઐયરના સુકાનમાં ગોલ્ડ મેડલ જીતનાર મેન્સ ક્રિકેટ ટીમ, હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં સુવર્ણચંદ્રક જીતનાર વિમેન્સ ક્રિકેટ ટીમ તેમ જ ગોલ્ડ મેડલ વિજેતા મેન્સ અને વિમેન્સ હૉકી ટીમ, ચંદ્રક વિજેતા તીરંદાજો, વગેરેનો સમાવેશ હતો. 17 વર્ષની ગોલ્ડ મેડલ વિજેતા તીરંદાજ મહારાષ્ટ્રની કુમકુમ મોહોડે વડા પ્રધાન મોદીને ધનુષ્યબાણ ભેટ આપ્યું હતું. અમરાવતીની કુમકુમ વ્યક્તિગત, મિક્સ્ડ અને ટીમ સ્પર્ધામાં કુલ મ ળીને બે ગોલ્ડ તથા એક સિલ્વર મેડલ જીતી હતી. એ ઉપરાંત, પીએમને યાદગીરી તરીકે ઍથ્લીટોના ઑટોગ્રાફવાળા જર્સી પણ બક્ષિસમાં આપવામાં આવ્યા હતા. મોદીએ તમામ મેડલ-વિજેતાઓ તેમ જ અધિકારીઓ સાથે ફોટો પડાવ્યો હતો.
મોદી સાથેની મુલાકાતના આ શાનદાર સમારોહમાં ખેલકૂદ પ્રધાન મનસુખ માંડવિયા, ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશન (આઇઓએ)ના પ્રમુખ પી. ટી. ઉષા, આઇસીસીના ચૅરમૅન જય શાહ તેમ જ સ્પોર્ટ્સ ફેડરેશનોના ટોચના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.
`140 કરોડને ગૌરવ અપાવ્યું'
મોદીએ પ્રવચનમાં ચંદ્રક વિજેતાઓને બિરદાવતાં વધુમાં કહ્યું, `તમે બધાએ 140 કરોડ ભારતીયોને ગૌરવ અપાવ્યું છે. સૌથી મોટી સફળતા એ છે કે તમે બધાએ તિરંગાને ઉચ્ચ સ્થાન અપાવ્યું. એટલે આ માત્ર તમારી જ સક્સેસ નથી, પણ કરોડો દેશવાસીઓની પણ સફળતા છે. હું સમગ્ર દેશ વતી તમને અભિનંદન આપું છું.'
મોદીએ પુરુષો અને મહિલા ક્રિકેટરોની ગોલ્ડ મેડલ વિજેતા ટીમો, મેન્સ તથા વિમેન્સ હૉકી ખેલાડીઓની સુવર્ણચંદ્રક વિજેતા ટીમો તેમ જ પાંચ ગોલ્ડ મેડલ જીતનાર તીરંદાજોની ભારપૂર્વક પ્રશંસા કરી હતી. મોદીએ કહ્યું, `આપણે મહિલા હૉકીમાં એશિયન હૉકીનો ગોલ્ડ મેડલ 44 વર્ષથી નહોતા જીત્યા, પણ આ વખતની ટીમે એ સફળતા મેળવી બતાવી છે અને તેમનો પર્ફોર્મન્સ ખૂબ પ્રશંસનીય છે.'

શ્રેયસની ટીમ ગુરુવારે દિલ્હીમાં, શનિવારે મૅચ
શ્રેયસ ઐયરના સુકાનમાં ભારતની ટી-20 ટીમની શનિવારે બેંગ્લૂરુમાં વેસ્ટ ઇન્ડિઝ સામે સિરીઝની અંતિમ મૅચ છે. જોકે શ્રેયસના સુકાનમાં એશિયન ગોલ્ડ મેડલ વિજેતા સમગ્ર ભારતીય ટીમે ગુરુવારે દિલ્હીના વડા પ્રધાન સાથેના સમારોહમાં હાજરી આપી હતી. હરમનપ્રીત કૌરના સુકાનમાં ગોલ્ડ મેડલ જીતનાર મહિલા ટીમ પણ હાજર હતી. શુક્રવારથી સ્મૃતિ મંધાના ભારતીય ટીમની નવી સુકાની તરીકેની જવાબદારી સંભાળશે.
હરમને જર્સી, ગૉલ્ફર પ્રણવીએ ગ્લવ-બૉલ ભેટ આપ્યા
હરમનપ્રીત કૌરે વડા પ્રધાનને ઑટોગ્રાફવાળું જર્સી ભેટ આપ્યું હતું. ગોલ્ડ મેડલ જીતનાર ગૉલ્ફ ખેલાડી પ્રણવી ઉર્સે પીએમને ફ્રેમમાં સામેલ ગ્લવ અને ગૉલ્ફ બૉલની ભેટ આપી હતી.