Thu Oct 15 2026

Logo

જળગાંવમાં ટ્રકે બાઇકને અડફેટમાં  લેતાં ત્રણ બાળક સહિત છનાં મોત

2026-10-15 20:13:23
Author: Yogesh D. Patel
જળગાંવમાં ટ્રકે બાઇકને અડફેટમાં  લેતાં ત્રણ બાળક સહિત છનાં મોત

જળગાંવ: જળગાંવ જિલ્લામાં પૂરપાટ વેગે આવી રહેલી ટ્રકે બાઇકને અડફેટમાં લેતાં ત્રણ બાળક સહિત એક જ પરિવારના છ જણનાં મોત થયાં હતાં.

જિલ્લામાં જામનેર તાલુકાના જામનેર-બોદવડ માર્ગ પર આવેલા માલદાભાદી ગામ નજીક ગુરુવારે આ અકસ્માત થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર મધ્ય પ્રદેશના બરહાનપુર ખાતેનો પરિવાર ગુરુવારે બાઇક પર જામનેર-બોદવડ માર્ગ પરથી જઇ રહ્યો હતો ત્યારે પૂરપાટ વેગે આવનારી ટ્રકે તેમની બાઇકને ટક્કર મારી હતી. ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર તમામ લોકો ઉછળીને દૂર ફેંકાઇ ગયા હતા અને ગંભીર ઇજા પામ્યા હતા.

દરમિયાન અકસ્માતની જાણ થતાં ગામવાસીઓ તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં તેમને તપાસીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતકોમાં ત્રણ બાળકનો સમાવેશ હતો. તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે તપાસ આદરી હતી.