Thu Oct 15 2026

Logo

કાર્તિક આર્યન અને શ્રીલીલાની નવી રોમેન્ટિક ફિલ્મની રિલીઝ ડેટ જાહેર: જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે?

2026-10-15 19:24:13
Author: Mumbai Samachar Team
કાર્તિક આર્યન અને શ્રીલીલાની નવી રોમેન્ટિક ફિલ્મની રિલીઝ ડેટ જાહેર: જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે?

મુંબઈઃ કાર્તિક આર્યન પોતાના નવા લૂક સાથે કમબેક કરી શકે છે. આ વાત છે એની નવી ફિલ્મ 'આશિકી-3'ની. કાર્તિક આર્યન અને શ્રીલીલાએ એક મસ્ત રોમેન્ટિક ફિલ્મ કરવાનું એલાન કર્યું હતું. અનુરાગ બસુ 'આશિકી-3' બનાવી રહ્યા છે, જ્યારે આ ફિલ્મનું ટીઝર સામે આવ્યું એ સમયથી આ ફિલ્મની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. પછી એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે, આખરે 'આશિકી-3' એક નવા વિષયની ફિલ્મ બની રહી છે. હવે આ જ ફિલ્મ સાથે જોડાયેલા એક મોટા પ્રોજેક્ટની રિલીઝ ડેટ મેકર્સ જાહેર કરી દીધી છે. 

પ્રોજેક્ટ પર બ્રેક લાગી હતી

કાર્તિક આર્યન અને શ્રીલીલાની રોમેન્ટિક-મ્યુઝિકલ ફિલ્મ આવતા વર્ષે 30 એપ્રિલના રોજ થિયેટર્સમાં આવશે. મેકર્સે આ વાત સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને કહી છે. મેકર્સે કહ્યું કે, આ એક નવો વિષય છે અને નવી વાર્તા તમારા દિલમાં વસી જશે. મોટી સ્ક્રિન પર આ વાર્તા આવવા માટે તૈયાર છે. જેમાં કાર્તિક આર્યન અને શ્રીલીલા જોવા મળશે.આ ફિલ્મ ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરી રહ્યા છે. જ્યારે આ ફિલ્મનું એલાન થયું હતું એ સમયે આ ફોટો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. 
અગાઉ મેકર્સે દિવાળી 2025 સુધીમાં ફિલ્મ ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો. પણ એ સમયે ફિલ્મનું ઘણું કામ બાકી હતું. વચ્ચે થોડા સમય માટે પ્રોજેક્ટમાં મોટી બ્રેક પણ લાગી હોવાના વાવડ છે. હવે મેકર્સે ડાયરેક્ટ રિલીઝ ડેટ જ જાહેર કરી દીધી છે. ખરેખર ફિલ્મનું નામ શું હશે એ અંગે હજુ સુધી કોઈ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. જે ટિઝર સામે આવ્યું છે એમાં પણ કાર્તિક તુ મેરી ઝિંદગી હૈ ગીત પર જ પર્ફોમ કરે છે. 

નવી ફિલ્મ આવશે એ નક્કી

હવે જોવાનું એ રહે છે કે, મેકર્સ આ પ્રોજેક્ટને શું નામ આપે છે? ખરેખર 'આશિકી-3' આવશે કે પછી અનુરાગ બસુનો આ બીજો કોઈ પ્રોજેક્ટ છે. આ વાત પર કાર્તિક અથવા શ્રીલીલા જ જોવા મળશે. હવે આ મામલે હવે મેકર્સ તરફથી કઈ અપડેટ મળે છે એના પર સૌની નજર છે. આ માટે હજું થોડો સમય રાહ જોવી પડશે. 

એક વાત તો નક્કી છે કે, આ ફિલ્મને લઈને કાર્તિકની દમદાર તૈયારીઓ છે. આ સાથે શ્રીલીલાની સ્ક્રિન પ્રેઝન્સ પણ જોવા મળવાની છે. ફિલ્મની સ્ક્રિપ્ટ અને શુટિંગ પર કામ ચાલી રહ્યું હોવાનું ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રો જણાવે છે.