નવી દિલ્હીઃ સ્માર્ટફોન દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ બની ગયો છે. પૈસા ચૂકવવાથીલઈને પિક્ચરની ટિકિટ બુક કરાવવા સુધી અને ફોનકોલ કરવાથી લઈને ફ્રી ટાઈમમાં એન્ટરટેઈન થવા સુધીનું એક માધ્યમ મોબાઈલ ફોન બની રહ્યું છે. સ્માર્ટફોનની અપડેટની એક નિશ્ચિત અવધી હોય છે. એ સમયગાળો પસાર કર્યા બાદ કંપની જે તે જુના ફોનમાં કોઈ પ્રકારની અપડેટ આપતી નથી. એટલું જ નહીં ઘણીવાર મોબાઈલની સ્ક્રિન ઓટોમેટિક ઑપરેટ થવા લાગે છે. આવું ક્યારેક થાય ત્યારે એલર્ટ થવા જેવું છે. આવી વસ્તુને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં લેવા જોઈએ અન્યથા ફોન મોટો ખર્ચો કરાવી દેશે.
ગ્રીન લાઈટ અને ટચ એરિયા
ફોનમાં ચોક્સ પ્રકારના એરિયામાં ટચ કામ કરતું ન હોય અને કેટલીવાર ફોનની સ્ક્રિન પર ગ્રીન લાઈન્સ દેખાતી હોય તો આને ગંભીરતાથી લેવું. કારણ કે, સ્ક્રિન બગડવાની આ પહેલી નિશાની છે. આનો ઉકેન ન કરીએ તો ફોન એક દિવસ મોટો ખર્ચો તાત્કાલિક ધોરણે કરાવી દે છે. આ સિવાય ગોસ્ટ ટચ સિસ્ટમ એક્ટિવ થઈ જાય તો પણ મુશ્કેલી ઊભી થાય છે.જેવું નામ એવું એનું કામ છે. ફોનની સ્ક્રિનને ટચ ન કર્યો હોય તેમ છતાં લાંબા સમય સુધી સ્ક્રિન ચાલું રહી જાય અને ઓટોમેટિક ઓન થઈ જાય તો મુશ્કેલી ઊભી થાય છે. આનાથી કોઈ જરૂરી એવી એપ્લિકેશન કાયમી ધોરણે ડિલિટ વાગી શકે છે. આ મુશ્કેલી હોય તો એકવાર સ્ક્રિન રીપેરિંગ અનિવાર્ય છે. રિઝોલ્યુંશન અને સ્ક્રિન અપવર્ડ થવું પણ સામાન્ય માનવામાં આવે છે. ઘણીવાર સ્ક્રિનમાં બ્રાઈટનેસ ઓટો પર હોય છતા એકાએક વધી જાય અથવા ઘટી જાય ત્યારે મુશ્કેલી પડે છે. ખાસ કરીને દિવસના સમયે સ્ક્રિન પર કંઈ દેખાતું નથી.

ગ્રીન લાઈટથી ચેતી જજો
સ્ક્રિન પર એક્સેસ કરતી વખતે સ્ક્રિન એકાએક ઉપર ખસવા લાગે અથવા તો ઉપરથી બ્લેક કલરનો કોઈ ગેપ દેખાવા લાગે તો તરત જ ફોનનું ચેકઅપ કરાવું જોઈએ. વધારે પડતી ધૂળ-માટી કોઈ વાટે અંદર જાય ત્યારે આવું બને છે. આનાથી અંદરની સર્કિટ ખરાબ થઈ શકે છે. લાંબા સમય સુધી આ મુશ્કેલીને ઈગ્નોર કરવામાં આવે તો સ્ક્રિનનો ખર્ચ વધારી શકે છે. આ સિવાય સૌથી વધારે જોખમી સ્ક્રિન પર ગ્રીન લાઈટ દેખાય તો ચેતી જવું જોઈએ. ખાસ કરીને એન્ડ્રોઈડમાં આ ઈશ્યૂ સામાન્ય માનવામાં આવે છે. ધીમે ધીમે આ ગ્રીન લાઈન મોટી થતી જાય છે. ક્યારેક વ્હાઈટ કે બ્લેક લાઈન પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. આને રીપેર કરાવી ક્યારેક મુશ્કેલી બની જાય છે લાંબા સમય સુધી આવું રહે તો ફોન બદલવાનો વારો આવે છે. આ સિવાય સ્ક્રિન પર કોઈ જગ્યા પર બ્લેકડોટ આવતું હોય તો પણ ફોન રીપેર કરાવવો જોઈએ, આ બ્લેકડોટ ધીમે ધીમે મોટું થતું જાય છે અને પછી આખી સ્ક્રિનને કવર કરી લે છે. આવું ત્યારે થાય છે જ્યારે સ્ક્રિન પર ભેજ અથવા પરસેવો એક મર્યાદાથી વધી ગયો હોય. અથવા ફોનમાં કંઈ પાણી કે પ્રવાહીનું ટીપૂં સૂકાયું ન હોય
આવું બિલકુલ ન કરો
ચોકક્સ એરિયામાં ટચ કામ ન કરતું હોય એવા સમયે પણ ફોનને રીપેરિંગની જરૂર હોય છે. આવા સમયે ફોનની સ્ક્રિનની તપાસ કરાવી જોઈએ. વારંવાર એ જ એરિયામાં ટચ કરીને સ્ક્રિન ખરાબ ન કરવી જોઈએ. કારણ કે, સ્ક્રિન પર ચોક્કસ પ્રકારના સેન્સર કામ કરતા હોય છે આવું થાય ત્યારે એ સેન્સર બીજાને પણ અસર કરે છે. વધારે પડતા ટચથી સ્ક્રિનો બીજો કેટલોક ભાગ પણ બગડી જાય છે. આવું ન થાય એ માટે સ્ક્રિનનું એકવાર ચેકઅપ કરાવી દેવું જોઈએ. આ સિવાય સ્ક્રિન પર બ્રાઈટનેસ ઓટો મોડ પર હોય તો દિવસ દરમિયાન મેન્યુઅલ કરી દેવી જોઈએ. કારણ કે સનલાઈટમાં ફોન પર ચોક્કસ પ્રકારની અંદરની લાઈટ હોવી અનિવાર્ય છે કારણ કે, ન હોય તો દેખાતું નથી.