મુંબઈઃ બોલિવૂડની બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ એક્ટ્રેસ કૃતિ સેનને કોકટેલ-2 ફિલ્મથી પોતાના ફેન્સને દિવાના બનાવી દીધા છે. આ ફિલ્મમાં તેનો બિકિની અવતાર જોવા મળ્યો છે. આ અવતાર જોઈને ફેન્સ એની ફિટનેસ અને ફીગરના વખાણ કરી રહ્યા છે. ફિલ્મમાં એના પાત્રની નોંધ લેવાઈ રહી છે અને લોકો એની એક્ટિંગની પ્રશંસા કરી રહ્યા છે. એક એક ફ્રેમમાં એને એક્સપ્રેશનને દાદ આપી રહ્યા છે. બોલિવૂડમાં જે મુદ્દાની સૌથી વધારે ચર્ચા થાય છે એવા નેપોટિઝમ અંગે તેણે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
શું કહ્યું સ્ટારકિડ વિશે?
કૃતિએ કોઈનું નામ લીધા વગર એ વાત કહી દીધી જેના પર લોકોને પણ આશ્ચર્ય થયું છે. કૃતિએ કહ્યું હતું કે, બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સ્ટારકિડને શરૂઆતથી જ કેટલાક ફાયદાઓ મળવાનું ચાલું થઈ જાય છે. એ પછી કોઈ ક્નેક્શનની વાત હોય કે કોઈ ચાન્સ મળવાની વાત હોય..જે લોકો ફિલ્મી બેગ્રાઉન્ડમાંથી આવતા નથી, તેઓ શરૂઆતના તબક્કામાં પોતાની જાતને સાબિત કરી શકતા નથી તો એને ઈન્ડસ્ટ્રીમાંથી બાહર કરી દેવામાં આવે છે. પછી લોકો એને ભૂલી જાય છે. કૃતિ સેનન એક આઉટસાઈડર એક્ટ્રેસ છે. તેણે પોતાના ટેલેન્ટના દમ પર અને મહેનતના દમ પ ફિલ્મો કરી છે.ઈન્ડસ્ટ્રમાં પોતાનું એક સ્થાન બનાવી લીધું છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પોતાના કામથી ખુદને સાબિત કર્યા છે.
Kriti Sanon In Cocktail 2
એ રોલ સ્ટારકિડને મળે છે
ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. મને એ લોકોથી સૌથી વધારે પરેશાની છે જે વગર કંઈ કર્યે અને ખુદને સાબિત કર્યા વગર જ વર્ષોથી ચાન્સ મેળવી રહ્યા છે. ઘણીવાર એવું થાય છે કે, જ્યારે કોઈ ફિલ્મને લઈને કોઈ આઉટસાઈડરનો વિચાર કરવામાં આવે છે તો એ રોલ પણ કોઈ સ્ટારકિડને મળી જાય છે. મારી કોઈ સમસ્યા સ્ટારકિડ સાથે નથી.બિલકુલ નથી.જે વ્યક્તિઓ પોતાના ટેલેન્ટના દમ પર અને આવડતના દમ પોતાની જાતને સાબિત કરી બતાવી એની સામે મારો કોઈ વિરોધ જ નથી. ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટારકિડ છે જે ખરેખર સારૂ કામ કરે છે અને ઘણા સારા કલાકાર બન્યા છે.એમના એ નિવેદનથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, ખરેખર સ્ટારકિડને ઈન્ડસ્ટ્રીમાં ફાયદો મળે છે અને ચાન્સ પણ વધારે મળે છે. ઘણા લોકો એવું માને છે કે, દુનિયામાં ટેલેન્ટ અને મહેનત જ સર્વસ્વ છે.
ફિલ્મ થઈ રહી છે સુપરહિટ
કૃતિનું નિવેદન સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચામાં છે. દરેક એની આ વાત પર રીએક્શન આપી રહ્યા છે. કૃતિએ આ વાત એવા સમયે કરી છે જ્યારે એની ફિલ્મ જોરશોરથી કમાણી કરી રહી છે. કોકટેલ-2 બોક્સ ઓફિસ પર ચાલી રહી છે. કોકટેલ-2માં એને એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. શાહિદ કપૂર સાથે એનું ટ્યુનિંગ એકદમ મેચિંગ વાળું હોય એવું બતાવાયું છે. જોકે કૃતિનો આ અલગ અવતાર ખરેખર ફેન્સને પસંદ આવી રહ્યો છે. ખાસ કરીને આ ફિલ્મ માટે કૃતિએ ઘણીબધી મહેનત કરી છે. ફીટનેસ માટે કામ કર્યું છે. કલાકો સુધી ભૂખ્યા રહીને શુટિંગ પણ કરેલું છે. આ ફિલ્મ બાદ તેણે થોડો બ્રેક લીધો હોય એવું ફેન્સ માની રહ્યા છે.