નવી દિલ્હીઃ જ્યારે મોટાભાગના 19 વર્ષના યુવાનો કઈ કોલેજમાં જવું અથવા કયો કોર્સ કરવો તે નક્કી કરવામાં વ્યસ્ત હોય છે,એ સમયે એક યુવાને પોતાની કારકિર્દીનું સર્વોચ્ચ શિખર પ્રાપ્ત કરી લીધું હતું. ભારતના એક યુવકે ઇતિહાસ રચી દીધો છે. આયુષ સિંહ નામના યુવાને એક એવી વસ્તુ તૈયાર કરી જેનો અભ્યાસ આજે અમેરિકાની યુનિવર્સિટીમાં થઈ રહ્યો છે. એટલું જ નહીં અમેરિકાની અને ભારતની કેટલીક કંપનીઓ એને પ્રોજેક્ટ કરવા માટે હાયર કરે છે અને આષુય એના બદલામાં લાખો કરોડો રૂપિયા લઈને કમાય છે. કોઈપણ મોટી કોલેજ ડિગ્રી વિના - આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની દુનિયામાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. જેને એવું લાગતું હોય કે, AI નોકરી ખાઈ જશે અને નવરા કરી દેશે એવા લોકો માટે આયુષની પરિશ્રમ યાત્રા એક ઉદાહરણ નહીં માઈલસ્ટોન સમાન છે.
કોઈ આઈટી બેગ્રાઉન્ડ નથી
આયુષે ન તો IIT માં અભ્યાસ કર્યો છે કે ન તો MIT માંથી ડિગ્રી મેળવી છે. આમ છતાં, તે હાલમાં દર મહિને આશરે ₹1 કરોડનો વકરો કરે છે. તેની સફળતા આજના યુવાનો માટે એક ચમકતું ઉદાહરણ બની ગઈ છે.આયુષે કોમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન લઈને કોડિંગ પર હાથ અજમાવ્યો અને જે તે પ્રોજેક્ટ કરતા કરતા જ કોડિંગ શીખી લીધું. ફક્ત કોડિંગ શીખવા પૂરતું મર્યાદિત ન રાખ્યું. તેણે 'એન્ટર્ન' અને 'સેકન્ડબ્રેન લેબ્સ' નામના સ્ટાર્ટઅપ્સ શરૂ કર્યા. 'સેકન્ડબ્રેન લેબ્સ' દ્વારા, તે કંપનીઓને AI નો ઉપયોગ કરીને ગ્રાહકના કમ્યુનિકેશન ફેક્ટસ, લીડ જનરેશન અને વેચાણને ઓટોમેશન કરવામાં મદદ કરે છે. તેની કમાણીમાં મુખ્ય વળાંક ત્યારે આવ્યો જ્યારે તેણે ટોપમેટ પ્લેટફોર્મ દ્વારા તેના પ્રીમિયમ AI કોહોર્ટ્સ અને અભ્યાસક્રમોને વેચવાનું શરૂ કર્યું. પોતાની કુશળતાને એક સફળ બિઝનેસ મોડેલમાં પરિવર્તિત કરી, જેનાથી તે હજારો લોકોને AI શીખવી શક્યો.
પોતાના પ્રોજેક્ટ બનાવ્યા
દૈનિક ધોરણે પરંપરાગત શિક્ષણના માર્ગને અનુસરવાને બદલે, આયુષે પોતાના પર પ્રોજેક્ટ્સ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ભૂલો કરી અને તેમાંથી શીખ્યો.આખરે મહેનત રંગ લાવી જ્યારે, માત્ર 14 વર્ષની ઉંમરે, તેણે બનાવેલા કોર્સની ભલામણ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) દ્વારા કરવામાં આવી. આ આયુષના ભાગ્યમાં અને પુરૂષાર્થમાં એક વળાંક આવ્યો, તેણે વૈશ્વિક મંચ પર પોતાનું નામ બનાવવાનું શરૂ કર્યું. વિશ્વભરમાં અસંખ્ય મોટા સ્ટાર્ટઅપ્સ સાથે કામ કરીને, તેણે વાસ્તવિક દુનિયાની બજાર જરૂરિયાતોની સમજ મેળવી.પછી એક કસ્ટમાઈઝ ટુલ તૈયાર કરીને પ્રોજેક્ટ લેવાના શરૂ કર્યા અને બિઝનેસના પ્રોબ્લેમ સોલ્વ કર્યા. લોકો સુધી જે તે કંપનીઓને પહોંચાડી અને ગ્રાહકના દિમાગ સુધી પહોંચાડી. જેનો ફાયદો કંપનીને તો થયો પણ આયુષને અલગ રીતે થઈ ગયો. ટોપમેટના સહ-સ્થાપક દિનેશ સિંહે આયુષની અદ્ભુત સફળતાની વાર્તા સોશિયલ મીડિયા પર શેર કરી,
માઈલસ્ટોન સિદ્ધિ
આ વાર્તા ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે. આયુષની સફર સાબિત કરે છે કે આજના ડિજિટલ યુગમાં, પ્રતિષ્ઠિત કોલેજ ટેગ કે વધુ પડતી ટ્યુશન ફી સફળતા માટે પૂર્વશરત નથી. જો તમારી પાસે કંઈક નવું શીખવાની ઇચ્છા હોય અને તમે તમારા જ્ઞાનને અસરકારક રીતે વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરી શકો, તો તમે પણ મહાન ઊંચાઈઓ સુધી પહોંચી શકો છો.ખાસ કરીને જ્યારે AI નો ઉપયોગ વધી રહ્યો છે અને કેટલાક લોકો તેને જોખમી હોવાનું ગણાવે છે ત્યારે આ એક ટુલ્સ કેટલીક મુશ્કેલીઓને સરળતાથી આસાન કરી આપે છે. આનો ટુલ્સ તરીકે કેવો ઉપયોગ થઈ શકે અને કેટલી ઊંચાઈ સુધી પહોંચી શકાય એ માટે આયુષની જર્ની એક જીવંત ઉદાહરણથી કમ નથી