નવી દિલ્હીઃ તાજેતરમાં વાણિજ્ય મંત્રાલયે નિકાસ પ્રમોશન કાઉન્સિલોને દેશનાં આઉટબાઉન્ડ શિપમેન્ટો વધારવા અને નવી બજારો સુધી પહોંચવા માટે એક સંકલિત અને માળખાગત યોજના ઘડવા પર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોઘ કર્યો છે.
મંત્રાલયે કાઉન્સિલોને સરકાર સાથે સક્રિયપણે કામ કરીને ભારતના મુક્ત વેપાર કરારોથી ઉદ્ભવતા બજારનાં એક્સેસની તકોનો સંપૂર્ણપણે લાભ લેવા માટે દેશની નિકાસમાં નોંધપાત્ર વધારો કરવાના ઉદ્ેશને પ્રાપ્ત કરવા સહયોગી થવા ગત 24મી જૂનના રોજ વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલની અધ્યક્ષતા હેઠળ આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રતિનિધિઓ અને ઉદ્યોગના પ્રતિનિધિમંડળો ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સાથે અગાઉ થયેલી વાતચીત દરમિયાન થયેલી સર્વસંમતિ અનુસાર આ બેઠકનો મુખ્ય આધાર સંગઠનોની વ્યક્તિગત ચિંતાનો ઉકેલ લાવવાની સાથે નિકાસ વિસ્તરણ, નવાં બજારોમાં પહોંચ વધારવી, નવાં ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને દેશના એકંદર નિકાસ પ્રદર્શનમાં પ્રત્યેક કાઉન્સિલનું યોગદાન વધારવા એક માળખાગત અને સંકલિત યોજના વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું.
વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે નવી બજારો ઓળખવા પર ભાર મૂકવાની આવશ્યકતા પર ભાર મૂકવાની સાથે ભારતનાં મુક્ત વેપાર કરાર મારફતે નિકાસ તકો વધારવી અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતા વેપાર અંગેના પ્રસંગો અને તેમાં પણ ખાસ કરીને નિકાસની નોંધપાત્ર શક્યતા હોય ત્યાં હાજરી આપવી જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.
એક્સપોર્ટ પ્રમોશન મિશન ઈન્ટરવેન્શનનાં સ્ટેટસ અથવા તો દરજ્જા અંગે એતિરિક્ત ડિરેક્ટર જનરલ ઑફ ફોરેન ટ્રેડ લોકેશ એચડીએ જણાવ્યું હતું કે ઈન્ટરવેન્શનનો અમલ થઈ ગયો છે, જ્યારે બ્રાન્ડિંગ અંગે વિવિધ હિસ્સે ધારકો સાથે સલાહમસલત ચાલી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ઉદ્યોગના હિસ્સેધારકો અને અમલકર્તા એજન્સીઓ સાથે ગત બીજી જૂનના રોજ એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓપરેશનને લગતી સમયસ્યાઓનો ઉકેલ લાવવા અને નિકાસકારો વધુ સારી રીતે કેવી રીતે નિકાસ સ્કીમોનો ઉપયોગ કરી શકે તે અંગે સમજ આપવામાં આવી હતી.