Fri Jun 26 2026

Logo

મિડલ ઈસ્ટમાં શાંતિ વચ્ચે હોર્મુઝમાં કેમ અટવાયા ભારતીય જહાજ? LPG ટેન્કરનો યુ-ટર્ન

Tehran   2026-06-26 16:48:00
Author: mumbai samachar team
Article Image

તેહરાનઃ ઈરાન-અમેરિકા વચ્ચે મિડલ ઈસ્ટમાં થયેલી યુદ્ધમાં હાલમાં શાંતિ સ્થપાઈ રહી છે. સમગ્ર અખાતી દેશનું તણાવભર્યું વાતાવરણ હવે સ્થિર બની રહ્યું છે. ઈરાન-અમેરિકા વચ્ચે થયેલી શાંતિ સમજૂતી બાદ હોર્મુઝ જળમાર્ગમાંથી જહાજની અવરજવર શરૂ થઈ ગઈ છે, પરંતુ એક LPG ટેન્કરે વચ્ચેથી જ યુ-ટર્ન લઈ લીધો હોવાના સમાચાર છે. જોકે, આ ઘટનાએ એશિયાના દેશનું ખાસ કરીને ભારતનું ધ્યાન ખેંચ્યું છે. યુએનએ સુરક્ષાની ચિંતાને પ્રાથમિકતા આપીને 11 હજાર નાવિકોનું રેસક્યૂ ઑપરેશન અટકાવી દીધું છે. 

તાત્કાલિક યુટર્ન કેમ લીધો?
બે ભારતીય જહાજો શુક્રવારે ઓમાનના દરિયાઈ માર્ગેથી હોર્મુઝ સુરક્ષિત રીતે પાર કરી ગયા છે.યુદ્ધ શરૂ થયા પછી પહેલીવાર ભારતીય જહાજોએ ઈરાનના બદલે ઓમાનના દક્ષિણી રૂટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હકીકત એ છે કે જહાજની આવ-જા શરૂ થઈ ગઈ છે પણ સ્થિતિ હજુ સંપૂર્ણ રીતે સામાન્ય થઈ નથી. ગુરુવારે મોડી સાંજે જ્યારે ભારતીય જહાજ હોર્મુઝ સુધી આવ્યું હતું, પણ તે જળમાર્ગને સફળ રીતે પાર કરી શક્યું નહોતું અને તાત્કાલિક યુટર્ન મારી લીધો. સી ટ્રેકિંગ રિપોર્ટ અનુસાર જહાજ દેશ સુરક્ષા અને એસએસએલ કાવેરી શુક્રવાર સવારે ઓમાનના સમુદ્રી જળમાર્ગમાંથી આવીને હોર્મુઝ ક્રોસ કરી ગયા હતા. આ પહેલા હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થયેલા ભારતીય જહાજ મુખ્ય રીતે લારક ચેનલના રસ્તેથી ઑપરેશન કરતા હતા, જેને ઈરાનના સમુદ્રી કોરિડોરનો સૌથી નજીકનો રસ્તો માનવામાં આવે છે. 

કાર્ગોશિપ પર હુમલો
LPG ટેન્કર બીડબલ્યુ લોયલ્ટી હોર્મુઝ બાજુ આગળ વધી રહ્યું હતું. પણ હોર્મુઝ જળમાર્ગની નજીક પહોંચતા જ જહાજે દિશા બદલી નાંખી હતી. જહાજના નાવિક કે કેપ્ટને આવું શા માટે કર્યું એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. આ પહેલા ઓમાનના દરિયાકિનારા પાસે એક કાર્ગો શીપ ઉપર પણ હુમલો થઈ ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવાનો રિપોર્ટ નથી. આ હુમલા બાદ ભારતીય જહાજોની સુરક્ષા વ્યવસ્થા યુદ્ધના ધોરણે વધારી દેવામાં આવી છે. LPG ટેન્કરના યુટર્ન અને આ હુમલા વચ્ચે ખાસ કોઈ સંબંધ નથી. પણ ચર્ચા બન્ને જહાજની એટલા માટે થઈ રહી છે કે, હોર્મુઝ ખોલી નાંખવામાં આવ્યા બાદ સ્થિતિ હજું શાંત થઈ નથી. સંયુક્ત રાષ્ટ્રની સમુદ્રી એજન્સી ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશને 11,000થી વધુ નાવિકને સુરક્ષિત બાહર કાઢવાના ઑપરેશન પર બ્રેક મારી દીધી છે. 

પરિસ્થિતિ આવી છે
ઓમાન પાસે આવેલા એક જહાજ પર અચાનક હુમલો થતા આવું કરવાની જરૂર પડી હતી. મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે, જ્યાં સુધી આ ક્ષેત્રમાં સુરક્ષાની કોઈ ખાતરી નહીં મળે ત્યાં સુધી એક્ઝિટ શક્ય નથી.આ રેસ્ક્યૂ ઑપરેશન હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યું છે. યુદ્ધ દરમિયાન ફસાયેલા ભારતીય જહાજની સંખ્યા હવે ઘણી વધારો હોવાના રિપોર્ટ મળ્યા છે. ભારત સાથે સંબંધિત 10 જહાજ પર્શિયન ગલ્ફમાં છે, જેમાં LPG ટેન્કર, ક્રૂડ ઓઈલ, કંટેનર જહાજ અને અન્ય સામગ્રીના કેટલાક જહાજનો પણ સમાવેશ થાય છે. કેટલાક જહાજ એક્ઝિટ ડાયરેક્શન તરફ આગળ વધી રહ્યા છે. કેટલાક જહાજની દિશા બદલી રહી છે. આના પરથી સ્પષ્ટ કહી શકાય કે, જહાજ સંચાલકો હજુ પણ કોઈ જોખમ લેવા માગતા નથી. સુરક્ષાના પાસાની સમીક્ષા કરી રહ્યા છે.ઈરાન અને અમેરિકા વચ્ચેના વર્ષો જૂના તણાવમાં આ રૂટ હંમેશા સંવેદનશીલ રહ્યો છે. ઈરાનના ડ્રોન હુમલા અને બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે આ આખો રૂટ યુદ્ધ ક્ષેત્ર બની ગયો છે.

વૈશ્વિક વેપારને સીધી અસર
વૈશ્વિક વેપાર અને ભારતીય જહાજો જોખમમાં મુકાયા છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાં અને તેની આસપાસના જળ વિસ્તારોમાં અનેક એવા જહાજ અટવાલેયા પડ્યા છે. હવે રૂટની પસંદગીના મામલે મડાગાંઠ સર્જાઈ છે. મંત્રણા દરમિયાન ઈરાનનો હાથ ઉપર એટલા માટે હતો કારણ કે, હોર્મુઝની ખાડી પર નિયંત્રણ છે. અમેરિકાએ પણ ઈરાનને ઢીલું પાડવા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. આ વાત ઈરાનને પસંદ પડી નથી. યુનાઈટેડ આરબ એમિરેટ્સ અને ઓમાનના માર્ગે કેટલાક જહાજો આગળ વધી રહ્યા હતા. આ રૂટની ઉત્તરમાં હોર્મુઝની ખાડીનો મધ્યવિસ્તાર આવેલો છે. યુદ્ધ પહેલા આ વિસ્તારમાંથી જહાજો પસાર થતા હતા, પરંતુ યુદ્ધ શરૂ થતાં ઈરાને આ રૂટ પર સુરંગો નાંખી છે.