મુંબઈઃ બોલિવૂડના શહેનશાહ, મહાનાયક અમિતાભ બચ્ચનના રોકાણ અંગે સમયાંતરે ચર્ચા કરવામાં આવે છે. માત્ર ફિલ્મ દ્વારા જ નહીં અન્ય સ્ત્રોત દ્વારા પણ તેઓ દમદાર કમાણી કરી રહ્યા છે. ક્યારેક જાહેરાતથી તો ક્યારેક બ્રાન્ડ પ્રમોશન કરીને તેઓ સતત સ્ક્રિન પર દેખાય છે એની સાથે સખત રીતે કમાતા રહે છે. માત્ર ફિલ્મ કે મનોરંજનની દુનિયામાં જ નહીં શેરમાર્કેટમાં પણ એમનું દમદાર રોકાણ છે.
સૂત્રોમાંથી વિગત એવી મળી છે કે, તાજેતરમાં તેમણે સ્મોલ કેપ કંપની ડી. પી. વાયર્સ લિમિટેડમાં પોતાની ભાગીદારીને લઈને ફેરફાર કર્યો છે. હકીકત એ પણ છે કે, કંપની તરફથી અમિતાભને કોઈ સારૂ એવું રિટર્ન પણ મળ્યું નથી.
હવે ભાગીદારીમાં હિસ્સો ઘટાડ્યો
કોર્પોરેટ ડેટાબેઝ AceEquityના એક રિપોર્ટ અનુસાર બ્લોક ડીલ પહેલા બીગ બીનો છેલ્લા છેલ્લા ચાર ક્વાર્ટરથી કંપનીમાં હિસ્સો 2.11 ટકા પર જાળવી રાખ્યો હતો. તેમની પાસે કંપનીના કુલ 3,27,590 શેર હતા. આ અઠવાડિયે નવા વ્યવહારો બાદ મહાનાયક પાસે એમના શેર પણ પડ્યા હતા. હવે એમાં એમની ભાગીદારી ઓછી થઈ ગઈ છે. હકીકત એ છે કે ડી. પી. વાયર્સ લિમિડેટના શેર નવેમ્બર 2023ના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી તેનો શેર 68% ઘટ્યો છે.
24 જૂન 2026ના અમિતાભ બચ્ચને બ્લોક ડીલ દ્વારા આ કંપનીના શેર વેચ્યા અને કેટલાક શેર ખરીદ્યા.2018ના ત્રિમાસિક ક્વાર્ટરમાં કંપનીમાં એક પબ્લિક શેર હોલ્ડરના રૂપમાં તેઓ સક્રિય હતા. બુધવારે આ જ કંપનીના 1,23,622 શેર સરેરાશ 200.84 પ્રતિ શેરના ભાવે વેચી દીધા હતા. આ વેચાવલીની કુલ વેલ્યુ 2.48 કરોડ રહી છે. બીજી બાજુ અન્ય એક ટ્રાઝેક્શનમાં આ જ કંપનીના 41,566 શેર 199.90 પ્રતિ રૂપિયના ભાવથી ખરીદી લીધા છે. જેની કુલ કિંમત 83 લાખ રૂપિયા થાય છે.
નબળા પરિણામો શેર પર અસર કરે છે
આ તીવ્ર ઘટાડા પાછળનું મુખ્ય કારણ કંપનીના નબળા નાણાકીય પ્રદર્શનને માનવામાં આવે છે. વર્ષ 2026માં કંપનીનું સ્ટેન્ડઅલોન વેચાણ ₹ 480.11 કરોડ થયું હતું જે 2025 નાણાકીય વર્ષમાં ₹620.93 કરોડ હતું. કંપનીનો વાર્ષિક નફો પણ ₹ 22.20 કરોડથી ઘટીને ₹17.58 કરોડ થયો.ડી.પી. વાયર્સ લિમિટેડ સ્ટીલ વાયર, વિશિષ્ટ LRPC સેર અને જીઓમેમ્બ્રેન શીટ્સનું ઉત્પાદક છે. કંપની 2018 નાણાકીય વર્ષમાં SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ થઈ હતી અને ત્યાર બાદ 17 જાન્યુઆરી, 2020ના મુખ્ય બોર્ડમાં સ્થાનાંતરિત થઈ હતી.
છેલ્લા પાંચ દિવસમાં સ્ટોકમાં આશરે 22%નો વધારો થયો છે. શુક્રવારે તેમાં લગભગ 2.50 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે ₹215.59 પર બંધ થયો હતો. છતાં, તે 17 નવેમ્બર, 2023ના પહોંચેલા ₹681.45 ના તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી લગભગ 68% નીચે ટ્રેડ થઈ રહ્યો છે. 2026માં અત્યાર સુધી, સ્ટોકે લગભગ 7% નું વળતર આપ્યું છે, જ્યારે તેણે છેલ્લા પાંચ વર્ષમાં ફક્ત 44% નું સાધારણ વળતર આપ્યું છે.