Thu Jun 25 2026

Logo

ફિલ્મ 'મિર્ઝાપુર'નું ટીઝર રિલીઝ, દમદાર ડાયલોગ્સ સાથે જુના પાત્રોનું કમબેક પણ સરપ્રાઈસ એન્ટ્રીએ ચોંકાવ્યા

2026-06-25 18:43:47
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ વેબસિરિઝીમાં ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ સુપરહિટ સાબિત થયેલી 'મિર્ઝાપુર' હવે ફિલ્મ રૂપે આવી રહી છે. મોટી સ્ક્રિન પર ફરીવાર ધૂમધડાકા થવાના છે. એ જ કાલીન ભૈયા, ગુડ્ડુ, મુન્નાભૈયા અને ગજગામીની ધમાકેદાર એન્ટ્રી હવે બિગ સ્ક્રિન પર થવા જઈ રહી છે. ફિલ્મના ટીઝર પરથી એટલું કહી શકાય કે, ફિલ્મમાં વાર્તા કંઈક જુદી છે.

પ્લોટ ભલે વેબસિરિઝનો રહ્યો પણ આ વખતે વિષય કંઈક અલગ છે. સૌથી મોટી સરપ્રાઈઝ તો એ છે કે,નામ ભલે 'મિર્ઝાપુર' નક્કી કરવામાં આવ્યું હોય પણ એક દમદાર એક્ટરની એન્ટ્રી આ વખતે સરળતાથી જોઈ શકાય છે. દર્શકો પોસ્ટર આવ્યું એ સમયથી ટીઝરની રાહ જોઈને બેઠા હતા. એક્શન, ડ્રામા, પોલિટિક્સ અને ગૅંગવોરની એક અલગ કહાની ફિલ્મમાં દેખાશે એ વાત તો નક્કી છે. 

દમદાર ડાયલોગ

જે રીતે વેબસિરીઝ 'મિર્ઝાપુર'એ યુવાવર્ગ પર એક છાપ છોડી હતી એ રીતે ફિલ્મની પણ અસર જોવા મળશે. ફિલ્મના ડાયલોગ દમદાર છે. 'સબ કો માર દેંગે તો રાજ કિસ પર કરેંગે','હમે એમ્પાયર બનાના નહીં હૈ, ચલાના હૈ','કાબિલ ઔલાદ બડી મુશ્કીલ સે મિલતી હૈ, ઔર કભી કભી તો મિલતી હી નહીં' જેવા દમદાર ડાયલોગ છે.

ટિઝરની શરૂઆત પણ ડાયલોગથી થાય છે. લોહીના ફૂવારા ઉડતા હોય એવી વિઝ્યુઅલ્સ,બેફામ ફાયરિંગ અને રાજકીય દાવપેચથી ટીઝર શરૂ થાય છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. નવા પાત્રોની વાત નથી પણ આખી વાર્તા જ નવી છે. સ્ટોરીને દેખાડીને દમદાર ડાયલોગ્સ એવા સેટ કર્યા છે જેનાથી ફેન્સની ઉત્સુકતા વધી ગઈ છે. 

દરેક પાત્રના અલગ અંદાજ દેખાશે

2 મિનિટ અને 22 સેકન્ડના ટીઝરમાં શરૂઆત તો સામાન્ય થાય છે પણ જેમ જેમ ફિલ્મ આગળ વધે છે એમ બદલા અને લડી લેવાની આગમાં ખરેખર પેટ્રોલ રેડાય છે. એક નવા પાત્રની એન્ટ્રી ખરેખર ચોંકાવનારી છે. ગુડ્ડુની એન્ટ્રીને ટીઝરમાં જ આવરી લેવામાં આવી છે, જોકે ફિલ્માં એની એન્ટ્રી અલગથી કરવામાં આવી છે. કારણ કે જ્યારે ફિલ્મ બનવાના વાવડ આવ્યા હતા એ સમયે જ અલી ફઝલનો એક લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. આને જ કદાચ એન્ટ્રી તરીકે લેવામાં આવ્યો છે.

મુન્ના ભૈયાનો એક અલગ અંદાજ જોવા મળવાનો છે. ડાયલોગ બોલવાની સાથે નાના-મોટા ઈશારા કરવાની અદા ખરેખર ઈમ્પ્રેસિવ છે. કાલિન ભૈયા, ગુડ્ડુ અને મુન્નાભૈયા ફરી એકવાર વેબસિરિઝના પ્લોટની યાદ અપાવી જાય છે. વેબસિરિઝની સ્ટોરી સાથે કોઈ ક્નેક્ટ નથી એ ટીઝરમાં જાણવા મળે છે. કારણ કે, આ ટીઝનમાં મુન્નાભેયા પણ દેખાય છે. જેનું પાત્ર ખરેખર તો વેબસિરીઝમાં પૂરૂ કરી દેવામાં આવ્યું છે. 

પહેલા ભાગ સાથે ક્નેક્શન

વર્ષ 2018માં આવેલી સિરીઝ સાથે ફિલ્મના કેટલાક પાર્ટ ક્નેક્ટ કરવાનો પ્રયાસ સારો છે પણ વાર્તા બિલકુલ અલગ હોવાનું દર્શકો હાલ તો માની રહ્યા છે. અસલી સરપ્રાઈઝ ફિલ્મમાં પંચાયતના સચીવને લઈને છે. ગુરમિત સિંહે ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે, ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેદું શર્મા, જિતેન્દ્ર કુમાર છે. આ ઉપરાંત શ્વેતા ત્રિપાઠી, અભિષેક બેનર્જી, રસિકા દુગ્ગલ, મોહિત મલ્લીક તથા શીબ ચઢ્ઢા, રાજેશ તૈલંગનો રોલ મોટો છે.

ફિલ્મમાં મન્નાભૈયાએ કમબેક કર્યું છે. જે રાજગાદી સુધી પહોંચવા માટે પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે બબલુ પંડિતની પણ ફિલ્મમાં એન્ટ્રી થઈ ગઈ છે. પણ અહીંયા વિક્રાંત મેસ્સી જોવા નહીં મળે. હવે પોલિટિકલ માસ્ટર માઈન્ડથી કેવી રીતે મિર્ઝાપુરની ગાદી સચવાય છે અને કોણ સામ્રાજ્ય બનાવે છે એ જોવા માટે ખરેખર ફિલ્મ જોવી પડશે. આ ફિલ્મ 4 સપ્ટેમ્બરના રોજ રિઝીલ થઈ રહી છે.