Fri Jun 26 2026

Logo

ટીવીની સૌથી લોકપ્રિય અને માસુમ વહુ હવે જશે લોકઅપમાં??? જાણો શું કહ્યું છે આ બાબતે...

2026-06-26 13:13:00
Author: Darshana Visaria
Article Image

હેડિંગ વાંચીને તમે કંઈ પણ ઊંધુ ચત્તુ વિચારો એ પહેલાં તમને જણાવીએ કે ટીવીની સૌથી લોકપ્રિય અને માસૂમ વહુ તરીકે જાણીતી એક્ટ્રેસ શિવાંગી જોશી હાલમાં ભારે ચર્ચામાં છે. શિવાંગી ટૂંક સમયમાં જ ઓટીટી પર આવી રહેલા રિયાલિટી શો 'લોક અપ સીઝન ટુ'માં સ્પર્ધક તરીકે જોવા મળવાની છે. સ્ક્રીન પર હંમેશાં નાજુક અને સીધી-સાદી વહુ કે દીકરીનું પાત્ર ભજવનારી શિવાંગી આ શોમાં તદ્દન નવા અને બોલ્ડ અવતારમાં જોવા મળશે, જેને લઈને તેના ફેન્સ અત્યંત ઉત્સાહિત છે. આ શોમાં જોડાવા અંગે શિવાંગીએ પોતાનો ઉત્સાહ અને ડર બંને શેર કર્યા છે.

હાઈ-વોલ્ટેજ રિયાલિટી શોમાં એન્ટ્રી કરવા અંગે શિવાંગીએ જણાવ્યું હતું કે, હું શોમાં ખૂબ જ મજબૂતાઈથી રહીશ અને હિંમત રાખીને રમીશ. હું સ્વભાવે ખૂબ જ સેન્સિટિવ છું અને અત્યારે થોડી નર્વસ પણ છું. પરંતુ, હવે જ્યારે મેં આ ચેલેન્જ સ્વીકારી લીધી છે, તો હું તેને સ્વીકારીને આગળ વધીશ. શિવાંગીની આ સ્પષ્ટવક્તા વાતો તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે અને સોશિયલ મીડિયા પર લોકો તેનો આત્મવિશ્વાસ વધારી રહ્યા છે.

તમારી જાણકારી માટે કે શિવાંગી જોશીને સુપરહિટ ટીવી સિરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' થી કરિયરમાં નવી ઊંચાઈ મળી હતી અને તે ઘર-ઘરમાં જાણીતી બની હતી. હવે તે નેટફ્લિક્સ જેવા મોટા ઓટીટી પ્લેટફોર્મ પર દસ્તક આપી રહી છે. રસપ્રદ વાત એ છે કે આ સીઝનને ફરાહ ખાન અને રિતેશ દેશમુખ હોસ્ટ કરવાના છે. આ શો 28મી જૂનથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે અને તેમાં શિવાંગી ઉપરાંત રામ કપૂર જેવા જાણીતા કલાકારો પણ કેદ થયેલાં જોવા મળશે.

વાત કરીએ શિવાંગી જોષીની પર્સનલ લાઈફ અને કરિયરની તો ઉત્તરાખંડની એક સામાન્ય પરિવારની છોકરી શિવાંગીએ પોતાના કરિયરની શરૂઆત 'બેગુસરાય' સિરિયલથી કરી હતી. તેને અંદાજ નહોતો કે તે ટીવી ઇન્ડસ્ટ્રી પર રાજ કરશે. જાણીતી ટીવી સિરીયલ 'યે રિશ્તા...' માં નાયરાના પાત્રમાં તેણે દર્શકો પર એવો જાદુ કર્યો કે આજે પણ દર્શકો તેને યાદ કરે છે. 

લોકઅપ સિઝન ટુ પહેલાં પણ શિવાંગી જોષી રોહિત શેટ્ટીના રિયાલિટી ટીવી શો 'ખતરોં કે ખિલાડી'માં પણ જોવા મળી હતી, પરંતુ તબિયત ખરાબ થવાને કારણે તેણે અધવચ્ચેથી શો છોડવો પડ્યો હતો. હવે 'લોક અપ સીઝન ૨' તેના કરિયરને એક નવો વળાંક આપી શકે છે અને શિવાંગી દર્શકોને શું નવું આપે છે એ જોવું રહ્યું...