Thu Oct 01 2026

Logo

હિમાલયમાં ઝડપથી પીગળતા ગ્લેશિયર અને ક્લાયમેટ ચેન્જનું મોટું જોખમ: નેપાળ પૂર બાદ વૈજ્ઞાનિકોની ચેતવણી

2026-09-14 17:53:19
Author: Mumbai Samachar Team
હિમાલયમાં ઝડપથી પીગળતા ગ્લેશિયર અને ક્લાયમેટ ચેન્જનું મોટું જોખમ: નેપાળ પૂર બાદ વૈજ્ઞાનિકોની ચેતવણી

AI


નવી દિલ્હીઃ નેપાળમાં પૂર પછી ઝડપથી થઈ રહેલા ક્લાયમેટ ચેન્જને લઈ ગંભીર સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. વાતાવરણમાં થઈ રહેલા પરિવર્તનની અસર હવે સ્પષ્ટ જોવા મળી રહી છે. તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ અભ્યાસમાં જણાવ્યું છે કે હિમાલયમાં ઝડપથી એક ખતરનાક એટલે ટિપિંગ પોઈન્ટ નિર્ણાયક વળાંક તરફ આગળ વધી રહ્યા છે. ગ્લેશિયર જે એક દાયકા પહેલાની તુલનામાં સૌથી વધુ ઝડપથી પિઘળી રહ્યા છે, જેને લઈ પાણીની ઉપલબ્ધતા પર પણ ગંભીર અસર પડી શકે છે.

નદીના પાણી ઘટતા ખેતીવાડી પર ગંભીર સંકટ
અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે સદીના મધ્ય સુધીમાં આ પ્રદેશ પીક વોટર (પાણીના પ્રવાહની મહત્તમ સપાટી) સુધી પહોંચી જશે, ત્યાર બાદ નદીઓનું પાણી પણ ઘટી શકે છે. આ બદલાવને કારણે લાખો લોકોની આજીવિકા, ખેતીવાડી અને પાણીની સુરક્ષા પર સીધી અસર પડશે.

નેપાળમાં 1,300થી વધુ લોકોના મૃત્યુ, હજારો ગુમ
ઓગસ્ટ મહિનામાં નેપાળ-તિબેત સીમા પર એક હિમાલયી ગ્લેશિયર અચાનક ધરાશાયી થવાને કારણે ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી, ત્યાર પછી એક પછી એક જગ્યાએ ભૂસ્ખલન અને પૂર આવ્યું હતું. નેપાળ અને ચીનના તિબેટી વિસ્તારમાં અત્યાર સુધીમાં 1,300થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે હજુ 5,300થી વધુ લોકો પણ ગુમ છે.

ગ્લેશિયરની વધતી અસ્થિરતા એ પૂરપ્રકોપનું પરિણામ
નેપાળમાં પૂર પ્રકોપનો કિસ્સો એ ગ્લેશિયરની વધતી અસ્થિરતાનું જીવંત ઉદાહરણ છે. ગ્લેશિયર પીઘળી રહ્યા છે કે પાછળ હટી રહ્યા છે એના પાછળ અસ્થિર સરોવરની સાથે નબળી પડી રહેલા પથ્થરો અને બરફ પણ પીઘળી રહ્યા છે. નીચે ઘાટીમાં પણ લાખો લોકો રહે છે. ગમે ત્યારે તળાવો ફાટી શકી છે, જ્યારે વિનાશક પૂરનું પણ નિર્માણ કરી શકે છે.

ભારતમાં 200 ગ્લેશિયર લેક છે, જેમાં 56 રિસ્કી છે
એક અંદાજ અનુસાર 40,000 ગ્લેશિયર છે, પરંતુ જમીન પર ફક્ત 21 ગ્લેશિયરની દેખરેખ રાખવામાં આવી રહી છે. ભારતમાં લગભગ 200 ગ્લેશિયર લેક છે, જે સૌથી વધુ જોખમી માનવામાં આવે છે. એમાંથી 56 સૌથી વધુ હાય રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે, જ્યારે એની નીચે લાખો લોકો પર સંકટ તોળાય રહ્યું છે. જ્યારે પીક વોટરની નજીક પહોંચશે ત્યારે નદીઓનો પ્રવાહ પહેલા વધશે, પરંતુ એના પછી ઘટવા લાગશે. એનાથી વોટર સિક્યોરિટી પર પણ ગંભીર અસર પડશે.