અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલ (મહિલા છાત્રાલય) ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્ટેલમાં પીરસાતા ભોજનમાં વારંવાર જીવજંતુ અને વંદા નીકળવાની ફરિયાદો પર તંત્ર દ્વારા કોઈ ધ્યાન ન અપાતા, આજે રાતના ભોજનમાં ફરી એકવાર વંદો નીકળતા મામલો ગરમાયો છે. આ ગંભીર બેદરકારીના વિરોધમાં રોષે ભરાયેલી વિદ્યાર્થીનીઓ અને NSUI દ્વારા હોસ્ટેલ પરિસરમાં જ સત્યાગ્રહ અને ભૂખ હડતાળ શરૂ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા ઘણા સમયથી ભોજનમાં કીડા નીકળવાની ફરિયાદો મળ્યા બાદ NSUI ગુજરાત દ્વારા હોસ્ટેલના રસોડા અને સ્ટોર રૂમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીનીઓએ પીવાનું શુદ્ધ પાણી, વોશરૂમ અને લાઈટ-પંખા સહિતની પાયાની સુવિધાઓનો પણ સદંતર અભાવ હોવાની રજૂઆત કરી હતી. આ તમામ સમસ્યાઓના નિરાકરણ માટે વહીવટી તંત્રને 2 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જોકે, તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા અને આજે ફરી ભોજનમાં જીવાત જોવા મળતા વિરોધ પ્રદર્શને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
હાલમાં હોસ્ટેલ કેમ્પસમાં ભારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને વિદ્યાર્થીઓ દ્વારા JNUની સ્ટાઈલમાં "એક ચાય દો પકોડે, ખાને મેં કિડે મકોડે" જેવા નારાઓ લગાવવામાં આવી રહ્યા છે. હડતાળ શરૂ થયાના સવા બે કલાક બાદ પોલીસ કાફલો સમજાવટ માટે ઘટનાસ્થળે પહોંચ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ મંત્રી કે નેતાએ ત્યાં મુલાકાત લીધી નથી, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. NSUI અને વિદ્યાર્થીનીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે વિદ્યાર્થીઓના સન્માન, સ્વાસ્થ્ય અને સુરક્ષાના મુદ્દે હવે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
NSUI અને વિદ્યાર્થીનીઓ હોસ્ટેલ પરિસરમાં જ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માંગ કરી હતી કે 12 કલાકની અંદર જ કોન્ટ્રાક્ટર બદલી દેવામાં આવે જો કે બાદમાં પોલીસ દ્વારા સમજાવટના પ્રયત્નો કર્યા હતા. બીજી તરફ વિદ્યાર્થિનીઓએ હમ હમારા હક મમાંગતે, નહિ કિસી સે ભીખ માંગતે' જેવા નારા લગાવ્યા હતા. જો કે સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર, વિદ્યાર્થિનીઓ અને NSUIના આંદોલન બાદ હોસ્ટેલ તંત્રએ આ અંગે લેખિત બાંહેધરી આપી હતી અને 10 દિવસમાં 14 મુદ્દા ઉકેલાશે તેવી ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું હતું.
अहमदाबाद के समरस गर्ल्स हॉस्टल में छात्राओं के भोजन में लगातार कीड़े मिलने की शिकायत के बाद NSUI गुजरात ने हॉस्टल की किचन और स्टोर रूम का निरीक्षण किया।
— NSUI (@nsui) September 30, 2026
छात्राओं ने साफ पानी, वॉशरूम, लाइट-पंखों समेत कई बुनियादी समस्याएँ बताईं। प्रशासन को 2 अक्टूबर तक समाधान का समय दिया गया था,… pic.twitter.com/3nAHfGpL2b