Sat Sep 05 2026

Logo

મુંબઈમાં ફોર્ટ વિસ્તારની જાણીતી રેસ્ટોરાંનું ફૂડ લાઇસન્સ રદ્દ, FDAની કડક કાર્યવાહી

2026-08-26 17:03:31
Author: Mumbai Samachar Team
મુંબઈમાં ફોર્ટ વિસ્તારની જાણીતી રેસ્ટોરાંનું ફૂડ લાઇસન્સ રદ્દ, FDAની કડક કાર્યવાહી

મુંબઈ: મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલી એક પ્રખ્યાત ફૂડ રેસ્ટોરા ફૂડ લાઇસન્સ મહારાષ્ટ્રના એફડીએ દ્વારા રદ્દ કરવામાં આવ્યું છે. 22 ઓગસ્ટ થયેલી તપાસમાં અધિકારીઓને ખાદ્ય સુરક્ષા અને સાફ-સફાઈથી જોડાયેલી અનેક ગંભીર ખામીઓ મળી આવી હતી. એફડીએનાં મતે કાચા અને રાંધેલા ખાદ્ય પદાર્થોને પણ યોગ્ય રીતે અલગ રાખવામાં આવ્યા નહોતા. આ સિવાય તેમના કિચનમાં પણ સાફસફાઈનો અભાવ જોવા મળ્યો હતો.

તપાસ દરમિયાન મળી માખીઓ અને ગંદકી 

તપાસમાં ખુલ્લા અને ખરાબ સ્થિતિમાં જમા થયેલું પાણી અને મોટી સંખ્યામાં માખીઓ પણ જોવા મળી હતી. અધિકારીઓએ કિટ નિયંત્રણ વ્યવસ્થાને પણ અપૂરતી ગણાવી હતી. ખાદ્ય પદાર્થોની તપાસ અને તેમની ટ્રેસબિલિટીથી જોડાયેલા રેકોર્ડમાં પણ ખામીઓ જોવા મળી હતી. વિભાગના જણાવ્યા અનુસાર ખરાબ તાપમાન પર ઈંડા અને અન્ય જલ્દી ખરાબ થનારા ખાદ્ય પદાર્થો રાખવાથી તેમાં જીવજંતુંઓનો વધારો થઈ શકે છે અને ખોરાકજન્ય બીમારીઓનું જોખમ વધી શકે છે. 

31 સંસ્થાઓને નોટિસ અને 4 ખાદ્ય સંસ્થાનો બંધ 

આ ઉલ્લંઘનો બાદ એફડીએએ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી નિયમિત નિરીક્ષણ બાદ કરવામાં આવેલી વહીવટી લાઇસન્સ રદ્દ કાર્યવાહી છે. આ કાર્યવાહી મહારાષ્ટ્રમાં એફડીએના વ્યાપક ફૂડ સેફટી અભિયાનનો ભાગ છે.  
વિભાગે હાલમાં અભિયાન દરમિયાન 37 હોટેલ, રેસ્ટોરાં અને અન્ય ખાદ્ય સંસ્થાનોનું નિરીક્ષણ કર્યું હતું, જેમાંથી 31 સંસ્થાનોને સુધાર નોટિસ જારી કરવામાં આવી હતી, જ્યારે ચાર દુકાનોના લાઇસન્સ રદ્દ કરવામાં આવ્યા હતા. એફડીએએ સ્પષ્ટ કર્યું કે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા ધોરણોનું ઉલ્લંઘન કરનારા સંસ્થાનો વિરુદ્ધ આગળ કડક કાર્યવાહી શરૂ રહેશે.

તપાસમાં ખુલ્લા અને ખરાબ સ્થિતિમાં જમા થયેલું પાણી અને મોટી સંખ્યામાં માખીઓ પણ જોવા મળી હતી. અધિકારીઓએ કિટ નિયંત્રણ વ્યવસ્થાને પણ અપૂરતી ગણાવી હતી. 
ખાદ્ય પદાર્થોની તપાસ અને તેમની ટ્રેસબિલિટીથી જોડાયેલા રેકોર્ડમાં પણ ખામીઓ જોવા મળી હતી. વિભાગના જણાવ્યા અનુસાર ખરાબ તાપમાન પર ઈંડા અને અન્ય જલ્દી ખરાબ થનારા ખાદ્ય પદાર્થો રાખવાથી તેમાં જીવજંતુંઓનો વધારો થઈ શકે છે અને ખોરાકજન્ય બીમારીઓનું જોખમ વધી શકે છે. 