મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ (એમઆઈ)નો આજે આઇપીએલની 19મી સીઝનમાં પોતાનો પ્રથમ મુકાબલો (સાંજે 7.00 વાગ્યાથી) કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) સામે થશે અને આ જંગ જીતીને મુંબઈ સીઝનમાં પોતાની પ્રથમ મૅચ જીતવાની પરંપરા 14 વર્ષના લાંબા ગાળા બાદ ફરી શરૂ કરી શકશે.
Shot so 𝒇𝒊𝒏𝒆, you have to see it with a smile 😁 pic.twitter.com/Yyvs0v782h
— Mumbai Indians (@mipaltan) March 28, 2026
છેલ્લે પ્રથમ જીત 2012માં
મુંબઈ છેલ્લે 2012માં આઈપીએલ સીઝનની પોતાની પ્રથમ મૅચ જીત્યું હતું. ત્યારે મુંબઈએ ચેન્નઈને આઠ વિકેટે હરાવ્યું હતું. જોકે 2013માં મુંબઈએ સીઝનની પોતાની પહેલી મૅચમાં બેંગ્લૂરુ સામે બે રનથી પરાજય જોવો પડ્યો ત્યાર પછી ક્યારેય સીઝનમાં પોતાની પ્રથમ મૅચ નથી જીતી શક્યું.
𝐊𝐚𝐮𝐧? 𝐊𝐚𝐛? 𝐊𝐚𝐡𝐚𝐚𝐧? 😅
— Mumbai Indians (@mipaltan) March 26, 2026
Paltan, our #TATAIPL 2026 fixtures have dropped! 💙 pic.twitter.com/nZrJrQbYTB
વાનખેડેમાં મુંબઈનો હાથ ઉપર
કોલકાતા આજે મુંબઈની પરાજયની એ પરંપરા ચાલુ રાખવા કોઈ કસર બાકી નહીં રાખે, પરંતુ વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા સામે મુંબઈનો જે અસાધારણ રેકૉર્ડ છે એ જોતાં હાર્દિક પંડ્યા એન્ડ કંપની આજે વિજયી શરૂઆત કરવા માટે સમર્થ છે.
𝙎𝙦𝙪𝙖𝙙 𝙞𝙨 𝙨𝙤𝙤𝙤𝙤 𝙧𝙚𝙖𝙙𝙮 𝙛𝙤𝙧 𝙩𝙝𝙞𝙨! 🔥 pic.twitter.com/hm2ub0iuVv
— Mumbai Indians (@mipaltan) March 29, 2026
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ
વાનખેડેમાં બંને ટીમ વચ્ચે કુલ 12 મેચ રમાઈ છે જેમાંથી 10માં મુંબઈનો અને માત્ર બેમાં કોલકાતાનો વિજય થયો છે. એકંદરે બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 35 મૅચ રમાઈ છે જેમાંથી 24 મુંબઈએ અને 11 કોલકાતાએ જીતી છે.
ખેલાડીઓના યોગદાન પર નજર
કોલકત્તાની ટીમને છેલ્લા થોડા વર્ષોમાં પડકારરૂપ બનાવવામાં ત્રણ પેસ બોલર આકાશદીપ, મુસ્તફિઝૂર રહમાન અને મથીશા પથિરાનાની ભૂમિકા મહત્વની રહી છે. જોકે આ ત્રણમાંથી એકેય બોલર અત્યારે ટીમમાં નથી. આકાશદીપ ઈજાને લીધે આખી ટૂર્નામેન્ટમાં નથી રમવાનો, બાંગ્લાદેશી મુસ્તફિઝૂરને ટીમે જાકારો આપ્યો છે અને પથિરાના હજી પૂરેપૂરો ફિટ નથી. બૅટિંગમાં કોલકાતાની ટીમ ઓપનિંગમાં ટિમ સીફર્ટને મોકલવો કે ફિન ઍલનને એ વિશે હજી મૂંઝવણમાં હોય એવું લાગે છે. કેપ્ટન અજિંકય રહાણે કયા નંબર પર બૅટિંગ કરશે એ પણ મહત્વનો મુદ્દો છે.
બુમરાહના રમવાની સંભાવના વધી
મુંબઈની ટીમે આજની મૅચ વિલ જેક્સ અને મિચલ સેન્ટનર વગર રમવી પડશે. આ બંને ખેલાડી હજી ટીમ સાથે જોડાયા નથી. મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પૂરો ફિટ ન હોવાથી આજે નહીં રમે એવી ચર્ચા વચ્ચે જાણવા મળ્યું હતું કે તે આજે મોટાભાગે રમવાનો જ છે. બોલિંગની શરૂઆત લગભગ ટ્રેન્ટ બૉલ્ટ અને દીપક ચાહરથી જ કરવામાં આવશે. અશ્વની કુમારના રૂપમાં મુંબઈની ટીમ પાસે ચોથો પેસ બોલર પણ છે. જોકે આજની મૅચમાં નવોદિત એએમ ગઝનફર મુંબઈ પાસે અત્યારે એકમાત્ર રેગ્યુલર સ્પિનર છે.
બે ટી-20 ચેમ્પિયન કેપ્ટન: રોહિત ચમકશે કે સૂર્યકુમાર?
બૅટિંગમાં રોહિત શર્મા તેમ જ ક્વિન્ટન ડિકૉક (અથવા રાયન રિકલ્ટન), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શેરફેન રૂધરફર્ડ પર સૌની નજર રહેશે.
બંને ટીમની સંભવિત ઇલેવન:
મુંબઈ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, ક્વિન્ટન ડિકૉક/રાયન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, શેરફેન રૂધરફર્ડ, નમન ધીર, દીપક ચાહર, એએમ ગઝનફર, જસપ્રીત બુમરાહ, અશ્વની કુમાર/ટ્રેન્ટ બોલ્ટ.
કોલકાતા: અજિંકય રહાણે (કેપ્ટન), ટિમ સીફર્ટ/ફિન ઍલન (વિકેટકીપર), અંગક્રિશ રઘુવંશી, કૅમેરન ગ્રીન, રિન્કુ સિંહ, અનુફૂલ રૉય/રમણદીપ સિંહ, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, બ્લેસિંગ મુઝરબાની, ઉમરાન મલિક/કાર્તિક ત્યાગી.
વાનખેડેની પિચ કેવી રહેશે?
વાનખેડેની પિચ પર મોટા ભાગે બોલર્સ કરતાં બૅટ્સમેનોને વધુ ફાયદો થયો છે. અહીં છેલ્લી 20 ટી-20 મૅચમાં ટૉસ જીતનારી ટીમે લક્ષ્યાંક ચેઝ કરવાનું પસંદ કર્યું છે. જોકે એમાંથી માત્ર નવ ટીમ જીતી શકી છે. આ પિચ પર પ્રથમ બૅટિંગ કરનાર ટીમ 200 જેટલા રન કરે તો એના વિજયની શક્યતા વધુ હોય છે. હવામાન ઉષ્ણ અને ભેજવાળું રહેવાની સંભાવના છે.