(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપ, શિવસેના શિંદે જૂથ, શિવસેના ઠાકરે જૂથ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અજિત પવાર જૂથ દ્વારા આ વિધાનસભા પરિષદની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. કુલ 10 ઉમેદવારોએ વિધાન પરિષદ માટે અરજીઓ દાખલ કરી છે. તેથી, ત્રણ સ્વતંત્ર ઉમેદવારોએ અરજીઓ દાખલ કરી હોવા છતાં, તેમની પાસે 10 વિધાનસભ્યોના નામાંકન ન હોવાથી, આ ઉમેદવારોની અરજીઓ રદ કરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે, આમ હવે વિધાન પરિષદની ચૂંટણી બિનવિરોધ થવાની શક્યતા જોવાઈ રહી છે.
કોઈ પણ પક્ષે અગિયારમો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો ન હોવાથી, વિધાન પરિષદની ચૂંટણી બિનહરીફ થશે. જોકે ત્રણ સ્વતંત્ર ઉમેદવારોએ અરજીઓ દાખલ કરી છે, પરંતુ તેમની પાસે 10 વિધાનસભ્યોના નામાંકન ન હોવાથી, આ સંબંધિત સ્વતંત્ર ઉમેદવારોની અરજીઓ રદ કરવામાં આવશે. ભાજપ તરફથી 6, શિવસેના તરફથી 2, એનસીપી તરફથી 1 અને એમવીએ તરફથી 1 ઉમેદવારની અરજીઓ દાખલ કરવામાં આવી છે.
ભાજપ તરફથી વિધાન પરિષદમાં કોણ ઉમેદવાર?
સુનિલ કર્જતકર
માધવી નાઈક
સંજય ભેંડે
વિવેક કોલ્હે
પ્રમોદ જઠાર
પ્રજ્ઞા સાતવ
શિવસેના શિંદે જૂથ ના ઉમેદવાર
નીલમ ગોરહે
બચ્ચુ કડુ
એનસીપી અજિત પવાર જૂથના ઉમેદવાર
જીશાન સિદ્દીકી
શિવસેના (યુબીટી)ના અને મહાવિકાસ આઘાડીના ઉમેદવાર
અંબાદાસ દાનવે (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)
એક વિધાનસભ્યને વિધાન પરિષદમાં ચૂંટવા માટે 28 મતોનો ક્વોટા
વિધાન પરિષદની ચૂંટણી જાહેર થતાં જ ભાજપ, શિવસેના શિંદે જૂથ, શિવસેના ઠાકરે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ, એનસીપી શરદ પવાર જૂથના રસ ધરાવતા ઉમેદવારોના નામ સામે આવ્યા છે. વિધાનસભામાં સંખ્યાબળ મુજબ, ભાજપને 6, શિવસેનાને 2, એનસીપીને 1 અને મહાવિકાસ આઘાડીને 1 બેઠકો મળશે. વિધાન પરિષદમાં એક સભ્ય ચૂંટાય તે માટે 28 મતોનો ક્વોટા જરૂરી છે.
મહાયુતિમાં ભાજપ (131), એકનાથ શિંદેની શિવસેના (57) અને અજિત પવારની એનસીપી (40) ના સંખ્યાબળને ધ્યાનમાં લેતા, મહાયુતિના 8 ઉમેદવારો સરળતાથી ચૂંટાઈ શકે છે. જ્યારે મહાવિકાસ આઘાડીનું કુલ સંખ્યાબળ 46 છે. તેથી, તેમના ઉમેદવારોમાંથી ફક્ત એક જ સરળતાથી ચૂંટાઈ શકે છે.
વિધાન પરિષદમાં ક્યા 9 સભ્યોનો કાર્યકાળ સમાપ્ત
ઉદ્ધવ ઠાકરે (શિવસેના - યુબીટી)
નીલમ ગોરહે (શિવસેના)
શશિકાંત શિંદે (એનસીપી-એસપી)
અમોલ મિટકારી (એનસીપી)
ગોપીચંદ પડળકર (ભાજપ)
રણજીતસિંહ મોહિતે-પાટીલ (ભાજપ)
રાજેશ રાઠોડ (કોંગ્રેસ)
પ્રવિણ દટકે (ભાજપ)
રમેશ કરાડ (ભાજપ)
વિધાન પરિષદની પેટાચૂંટણી
પ્રજ્ઞા સાતવ (ભાજપ)
વિધાન પરિષદની ચૂંટણીનું સંપૂર્ણ સમયપત્રક
ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ: 30 એપ્રિલ 2026
ઉમેદવારીપત્રોની ચકાસણી: બીજી મે 2026
ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ: ચોથી મે 2026
મતદાન તારીખ: 12 મે 2026
મતદાનનો સમય: સવારે નવ થી સાંજે ચાર વાગ્યા સુધી
મતગણતરી: 12 મે 2026 સાંજે પાંચ વાગ્યા સુધી
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ: 13 મે 2026