Wed Aug 19 2026

Logo

આહારથી આરોગ્ય સુધીઃ લાઇસોસોમ એક શક્તિશાળી ઉત્સેચક

2026-08-11 10:22:00
Author: Dr. Harsha Chadwa
Article Image

ડૉ. હર્ષા છાડવા

ઉત્સેચકો (એન્ઝાઇમ) સજીવોના શરીરમાં દેહધાર્મિક (ફિશ્યોલોઝિકલ) ક્રિયાઓના  ભાગરૂપે સતત ચાલ્યા કરતી રાસાયણિક પ્રક્રિયાઓને સહજ સાધ્ય અને ઝડપી બનાવનાર ઉદ્દીપકો પ્રોટીનના બનેલા છે. આ ઉત્સેચકનું કામ વિશિષ્ટ રાસાયણિક ઘટક પર તોડવાનું જોડવાનું એટલે કે વિઘટનાત્મક પ્રક્રિયા દ્વારા તેનું એક કે બીજા સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે. ઉત્સેચકોની પ્રક્રિયા અત્યંત ઝડપી હોય છે. એક જ અણુ લાખોમાં થતી પ્રક્રિયામાં ક્રિયાશીલ (એક્ટિવ) હોય છે. તેઓ તરત બીજી પ્રક્રિયામાં પણ ભાગ લઇ શકે છે.

ઉત્સેચકોના અવરોધકો હોય છે. કેટલાંક રસાયણ ઉત્સેચકો સાથે જોડાતા પ્રક્રિયામાં  અવરોધ ઉત્પન્ન થાય છે. કેટલાક ઔષધો એન્ટિબોડીસ, વિષમય પદાર્થ અપ્રાકૃતિક રીતે બનેલા ખાદ્યપદાર્થો, વધુ પ્રક્રિયાથી અને કેમિકલ યુક્ત ખાદ્યપદાર્થો એ ઉત્સેચકોના અવરોધકો છે. જો ઉત્સેચકો (પાચકરસો) બગડતાં શરીરમાં રોગનાં લક્ષણો દેખાઇ આવે છે. 

આવું એક એન્ઝાઇમ લાઇસોઝાઇમ છે. જે કુદરતી પ્રતિ બેકટેરિયાકારક ઉત્સેચક (એન્ટિ બેકટેરિયલ) છે. આનું અન્ય નામ મ્યુરામેડીઝ છે. જે આંસુ, સલાઇવા (લાળ) પસીનામાં આવેલું છે. આ બેકટેરિયાની કોષદિવાલ (સેલવોલ) તોડી તેનો નાશ કરે છે. બીજી રીતે કહીએ તો માનવ અશ્રુ તેમ જ શરીરના અન્ય ભાગોમાંથી સ્રવતું એક પ્રતિ બેકટેરિયાકારક છે.

લાઇસોસોમ કોશિકા (સેલ)ની અંદર એક મહત્ત્વપૂર્ણ અંગ છે. આ કોશિકાનું કચરા પાત્ર કે આત્માઘાતી થેલી છે. એટલે આ લાઇસોસોમ કોશિકાની અંદર આવેલા અપશિષ્ટ પદાર્થો (ઝેરી તત્ત્વો)ને પચાવાનું કે સાફ કરવાનું કામ કરે છે. જે મુખ્ય કાર્ય છે. આ એક શક્તિશાળી પાચક (હાઇડ્રોલાઇટિક) ઉત્સેચક (એન્ઝાઇમ) કોશિકા (સેલ) નષ્ટ કરી બહાર કાઢે છે. સેલમાં લાઇસોસોમ પોતે ફાટીને ખરાબ સેલને નષ્ટ કરી નાખે છે. તેથી તેને શક્તિશાળી આત્મઘાતી (સુસાઇડ બેગ) કહેવાય છે. આની રચના ગોળ થેલી હોય છે.

લાઇસોસોમ પ્રોટીન, શર્કરા (કાર્બોહાઇડ્રેડ) લીપીડ (ચરબી) જેવા પદાર્થોને સરળ ઉત્પાદમાં તોડે છે. (પાચન કરે છે) જેથી શરીર સુચારું રૂપથી ચાલે. આ લાઇસોસોમની કાર્ય પ્રણાલી ખરાબ થઇ જાય. તો ધીરે ધીરે પૂરી કોશિકાઓ (સેલ)ના કાર્યમાં ગરબડ ઉત્પન્ન થાય અને અંગોમાંની કાર્યક્ષમતામાં ખરાબી થાય. પરિણામ સ્વરૂપ ગંભીર અને  પ્રગતિશીલ સ્વાસ્થ્ય સમસ્યા ઉત્પન્ન થાય, જેને લાઇસોસોમલ સ્ટોરેઝ રોગ (એલ.એસ.ડી) કહેવાય. 

આ લાઇસોસોમના આકારમાં વૃદ્ધિ થઇ જાય છે. જેથી અંગો  અને પ્રણાલીઓમાં કોશિકીય કાર્ય બાધા ઉત્પન્ન થાય. જેથી તંત્રિકા સંબંધી કિડની સંબંધી, હૃદય સંબંધી, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ, મસ્કુલો સ્કેલેટલ, નેત્ર સંબંધી, શ્વસન અને ચામડી સંબંધિત સમસ્યાઓ પ્રગટ થાય છે. ઘણીવાર આનું બગડવું આનુવાંશિક રોગ માનવામાં આવે છે. આની માટે કોઇ ઔષધિય ઉપચાર હજુ આવ્યો નથી. શોધખોળ ચાલુ છે. આનો કોઇ સ્ટીક ઉપચાર ઉપલબ્ધ નથી.

લાઇસોસોમ બગડવાના મુખ્ય કારણમાં પ્રોટીનની ઊણપ કહેવામાં આવે છે, લક્ષણો અલગ અલગ પ્રકારના હોય છે. ત્વચા ફાઇબ્રો બ્લાસ્ટ પરીક્ષણ, રક્ત પરીક્ષણ, મૂત્ર પરીક્ષણના નમૂનાથી આ લક્ષણોની ઉપસ્થિતિ શોધ માટે ઉપયોગ કરાય છે. આનાથી બચવા માટે શરીરમાં વિષાકત દ્રવ્ય ઉત્પન્ન કરતા ખાદ્યપદાર્થ કે દ્રવ્યોનું સેવન ન કરવું જોઇએ.

કોલેસ્ટ્રોલનું નિયંત્રણ જરૂરી છે. કોલેસ્ટ્રોલ અતિરિક્ત થતા તે જમા થવા માંડે છે. આંખમાં આનો જમાવ થાય તો મોતિયો થાય, આંખની દ્રષ્ટિ ધુંધળી થાય. કારણ આંખના આંસુમાં આ લાઇસોસોમ તે આ કોલેસ્ટ્રોલનો કચરો સાફ ન કરી શકે ત્યારે આંખની વ્યાધિઓ થાય. આની માટે લીલા પાંદડાવાળી ભાજીઓના રસ બહુ સારી રીતે કામ કરે છે. ખાસ કરીને મૂળાપાન, ગાજરપાન, બટેકાના પાન, આમલીના પાંદડા, બાફેલું લીંબુ. આ પાંદડા ન હોય તો પાલક, તાંદળજો, બથવાના પાન વાપરવા.

સોજા અંગોમાં ન થાય તેનું ધ્યાન રાખવું. સોજાના કારણે દુખાવા થાય છે. કોશિકાઓ ઉપર ભાર વધી જાય છે. હાર્મોનલ સંતુલન બગડી જાય છે. એસ્ટ્રોજનના સ્તર ઓછપ આવતા સોજા વધી જાય છે. જેથી લાઇસોસોમની કાર્યક્ષમતા ધીમી પડે છે. શરીરમાં જયાં બગાડ વધે અને સફાઇ ન થાય ત્યારે આ એન્ઝાઇમનું કાર્ય બગડે છે.

શરીરમાં પોષ્ટિક પદાર્થોની જરૂર છે. વગર જરૂરિયાતના દ્રવ્યોની નહીં, જેમ કે ફ્ળોના રસ કે શાકભાજીના રસોની શરીરને જરૂરિયાત છે. ચહા, કોફી, કોલ્ડ્રીંક જેવા પદાર્થો લેવા એ મનનો વિકાર છે. જરૂરિયાતવાળા નથી. આ વિકારી દ્રવ્યોને કારણે શરીરમાં વિષાકીત દ્રવ્યોનો ભાર વધી જાય છે. તે શરીરમાં ભરાવારૂપે બેસી જાય છે. 

શરીરની અંદરની પ્રક્રિયા ખોરવી નાખે છે. ભોજનમાં સલાડ, રાયતાં, સુપ, શાક, ભાત, રોટલી ખાવા લાયક છે. જે પાચન થઇ જાય. બિસ્કિટ, પાંઉ, કેમિકલવાળો આઇસક્રીમ, પેકેટ ફૂડ, ચીપ્સ અને રેડીમેડ ફૂડનો આજે ઉપયોગ વધી ગયો છે. જેના કારણે ન નિદાન થાય કે ઉપચાર ન થાય તેવા રોગો વધી ગયા છે.