Sat Sep 12 2026

Logo

ફોન કરીને બાહર બોલાવી પછી ગોળી મારીને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની હત્યાથી ખળભળાટ

Karachi   2026-08-18 21:48:34
Author: Mumbai Samachar Team
ફોન કરીને બાહર બોલાવી પછી ગોળી મારીને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની હત્યાથી ખળભળાટ

કરાંચીઃ પાકિસ્તાનની જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર આયશા ગિલમાના ઉર્ફે શમ્સૂબીવીની પેટ્રોલ પંપ નજીક બે અજાણ્યા બાઇકસવાર હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર આયશા ગિલમાનાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. પાડોશી દેશ પાકિસ્તાનમાંથી જ્યારે પણ કોઈ હિંસાના વાવડ આવે છે ત્યારે એ ત્યાની કથડી અને ખખડી ગયેલી સ્થિતિની સાક્ષી પૂરે છે. ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાના મામલે હજું કોઈ સ્થિરતા ન હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં એની બહેન અસીમા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ છે. 

કોનો ફોન આવ્યો છેલ્લે?

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આયશાનું અસલી નામ શમ્સૂબીવી હતું. એના પિતા ફજલ સાહિબજાદાએ પોલીસમાં ફરિયાદ કરી છે કે, આ ઘટના પહેલા આયશને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. એ પછી આ ઘટના સામે આવી છે. આ વ્યક્તિની ઓળખ કશિફ ઉર્ફે કાશી તરીકે થઈ છે. કશિફે આયશાને તરત જ ઘરની બાહર આવવા માટે કહ્યું. એ પછી તે પોતાના પરિવાર સાથે કારમાંથી બાહર આવી હતી.થોડા જ સમય બાદ પરિવારજનોને જાણ થઈ કે, આયશાને ગોળી વાગી છે. 

ગોળી મારીને તેની હત્યા કરી દેવામાં આવી છે, જ્યારે નાની બહેન અસીમા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ચૂકી છે. પોલીસના જણાવ્યા અનુસાર તક્ષશિલામાં એક પેટ્રોલ સ્ટેશન પાસે બે અજાણ્યા બાઈક ચાલકોએ આયશાની કાર પર હુમલો કર્યો હતો,ફાયરિંગ કર્યું હતું. આ હુમલા દરમિયાન આયશાની ગરદનમાં ગોળી વાગી અને એનું મોત નીપજ્યું. જ્યારે આ ઘટનામાં એની 15 વર્ષની બહેન અસીમા ગંભીર રીતે ઈજા પામી હતી. પોલીસને સીસીટીવી મળ્યા છે. જેમાં સમગ્ર ઘટના રેકોર્ડ થઈ હતી. 

પોલીસ તપાસ ચાલુ

30થી 35 વર્ષની ઉંમરના બે વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. ફાયરિંગ કર્યા બાદ તેઓ બાઈક પર ભાગી ગયા હતા. આ ફૂટેજ પરથી પોલીસ હુમલો કરનારાઓને શોધી રહી છે. આખરે આયશાની હત્યા કરવા પાછળનું કારણ શું હોઈ શકે છે એ અંગે પણ તપાસ કરી રહી છે. આયેશા બે વ્યક્તિઓકૌસર અને જાવેદ ઉર્ફે શાહીન - સાથે નાણાકીય વિવાદમાં ફસાયેલી હતી. તેના પિતાનો દાવો છે કે પૈસા પરત કરવા અંગે તેને અગાઉ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. 

આ બાબતે ઇસ્લામાબાદમાં બંને વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી.આ બે વ્યક્તિઓના નામ સાથે હવે અજાણ્યા આ શખ્સોનું નામ પણ જોડાઈ ગયું છે. આ કેસમાં કડક કાર્યવાહી થાય એવી પિતાએ માગ કરી છે. આ કેસમાં પોલીસ હજુ તપાસ કરી રહી છે.